હેલ્થ

આ ઘરેલુ ઉપચારથી થાયરોઈડ દૂર થઇ શકે છે, જાણો શું છે આ ઉપચારો

થાયરોઈડ આજકાલ એક ગંભીર સમસ્યા બનતો જાય છે. વધાઈ ઉંમરમાં મોટી સંખ્યામાં લોકો થાયરોઈડના શિકાર થઇ જાય છે. થાયરોઈડ સામાન્ય રીતે 35 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને થવાની સંભાવના વધુ હોય છે અને આ પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધુ થાય છે. થાયરોઈડમાં ચિંતા, ગભરામણ, ચિડચિડાપણું, વારંવાર શૌચ જવું, વાળ તૂટવા-ખારવા, આંખો નબળી પડી જવી જેવી સમસ્યાઓ સામે આવે છે.

Image Source

થાયરોઈડ ગળાની એક ગ્રંથિ છે, જેમાંથી થાયરોક્સિન હોર્મોન નીકળે છે. જયારે આ ગ્રંથિમાંથી નીકળવાવાળા થાયરોક્સિન હોર્મોનનું બેલેન્સ બગાડી જાય છે, ત્યારે શરીરને ઘણા પ્રકારની બીમારીઓ થવા લાગે છે. શરીરનું મેટાબોલિઝ્મ વધી જાય છે, જેના કારણે શરીરની તાકાત જલ્દી ખતમ થઇ જાય છે. થાયરોઈડ ગ્રંથિને કારણે શરીરના ઘણા ભાગો પ્રભાવિત થાય છે.

કેટલાક ઘરેલુ ઉપાયો કરવાથી થાયરોઈડને આસાનીથી નિયંત્રિત કરી શકાય છે, થાયરોઈડથી છુટકારો મેળવી શકાય છે. જેમાંથી મોટાભાગના ઉપાયો આપણા રસોડામાથી જ મળી જાય છે, તો ચાલો જાણીએ થાયરોઈડથી છુટકારો મેળવવા માટેના ઘરેલુ ઉપાયો –

દૂધ અને દહીંનું સેવન –

Image Source

થાયરોઈડના શિકાર લોકોએ દૂધ, દહીં અને તેમાંથી બનેલા પદાર્થોનું અધિક સેવન કરવું જોઈએ. તેમાં હાજર કેલ્શિયમ, મિનરલ્સ અને વિટામિન્સ થાયરોઈડ ગ્રસ્ત લોકોને તાકાત આપે છે અને સ્વસ્થ બનાવી રાખવાનું કામ કરે છે. તેનાથી થાયરોઈડમાં લાભ મળે છે.

આદુ –

Image Source

થાયરોઈડની સમસ્યાથી પીડિત લોકોએ રજ આદુનું સેવન કરવું જોઈએ. આદુમાં પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે વધુ માત્રામાં હોય છે, જેનાથી થાયરોઈડની સમસ્યામાં ઘણો લાભ મળે છે. આદુમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી તત્વો થાયરોઈડને વધવાથી રોકે છે અને તેની કાર્યપ્રણાલીમાં સુધારો પણ કરે છે.

લીલા ધાણા –

Image Source

લીલા ધાણાના ઉપયોગથી થાયરોઈડને ઠીક કરી શકાય છે. તાજા લીલા ધાણાને પીસીને ચટણી બનાવી લો અને રોજ એક ગ્લાસમાં મિક્સ કરીને પીવો. અથવા રાતે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી ધાણાને પલાળીને સવારે મસળીને ઉકાળી લો, જયારે પાણી ચોથા ભાગનું જ રહી જાય ત્યારે એને ખાલી પેટે પીવો. રોજ આમ કરવાથી થાયરોઈડ ધીમે ધીમે કંટ્રોલમાં આવી જશે.

આયોડીન યુક્ત પદાર્થ –

Image Source

થાયરોઈડમાં આયોડિનની મહત્વની ભૂમિકા હોય છે. થાયરોઈડનું મૂળ કારણ આયોડિનની કમી પણ છે. આયોડીન પર જ થાયરોઈડની કાર્યકુશળતા નિર્ભર કરે છે. એટલે ફક્ત આયોડાઇઝડ મીઠાનું જ સેવન કરવું જોઈએ અને આયોડીનયુક્ત પદાર્થો જ લેવા જોઈએ.

મુલેઠી (જેઠીમધ) –

Image Source

થાયરોઈડના દર્દીઓને ખૂબ જ જલ્દી થાક લાગે છે, એવામાં મુલેઠીનું સેવન કરવું ખૂબ જ લાભદાયક હોય છે. મુલેઠીમાં હાજર તત્વો થાયરોઈડ ગ્રંથિનું સંતુલન બનાવીને રાખે છે અને ભરપૂર ઉર્જા પણ આપે છે. મુલેઠી થાયરોઈડમાં કેન્સરને વધવાથી પણ રોકે છે, એટલે આ એક અચૂક ઉપાય છે.

ઘઉં અને જુવાર –

Image Source

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે, થાયરોઈડની સમસ્યાને દૂર કરવા માટે ઘઉં અને જુવાર એક શ્રેષ્ઠ અને સરળ કુદરતી ઉપચાર છે. આ સિવાય આ સાયનસ, હાઈ બ્લડપ્રેશર અને લોહીની કમી જેવી સમસ્યાઓને રોકવામાં પણ અસરકારક રીતે કામ કરે છે. થાયરોઈડ ગ્રંથિને વધવાથી રોકવા માટે ઘઉં અને જુવારનું સેવન કરવું જોઈએ.

આખા અનાજ-કઠોળ –

Image Source

જઉં, પાસ્તા, બ્રેડ વગેરે આખા અનાજનું સેવન કરવાથી થાયરોઈડની સમસ્યા નથી થતી કારણ કે આખા અનાજમાં ફાઈબર, પ્રોટીન અને વિટામિન્સ વગેરે ભરપૂર માત્રામાં હોય છે, જે થાયરોઈડને વધવાથી રોકે છે.

દૂધી –

Image Source

થાયરોઈડની બીમારીથી છુટકારો મેળવવા માટે રોજ સવારે ખાલી પેટે દૂધીનો જ્યુસ પીવો, એ પછી એક ગ્લાસ પાણીમાં તુલસીનો બે ટીપા રસ અને થોડોક એલોવેરા જ્યુસ મેળવીને પીવો. એ પછી અડધા કલાક સુધી કશું જ ન ખાઓ કે પીવો. રોજ આમ કરવાથી થાયરોઈડની બીમારી જલ્દી જ ઠીક થઇ જશે.

તાજા ફળો –

Image Source

તાજા ફળોનો જ્યુસ થાયરોઈડમાં શરીર માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. થાયરોઈડના દર્દીઓએ રોજ એક ગ્લાસ તાજા મોસમી ફળોનો જ્યુસ પીવો જ જોઈએ. થાયરોઈડની સમસ્યા થવા પર ફળ, સલાડ અને ફણગાવેલા કઠોળનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ. ફળો અને શાકભાજીઓમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે થાયરોઈડને રોકે છે. શાકભાજીમાં ટામેલા, પાલક, લીલું મરચું વવગેરેનુ સેવન વધુ કરો.

કાળું મરચું (મરી) –

Image Source

થાયરોઈડને ઠીક કરવા માંગો છો તો તરત જ મરીનું સેવન કરવાનું શરુ કરો. મરીનું સેવન કરવાથી થાયરોઈડની બીમારી ઠીક થાય છે. તેનું સેવન તમે કોઈ પણ પ્રકારે કરી શકો છો.

ઈંડા –

Image Source

ઈંડા ખાવા પણ થાયરોઈડના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. ઈંડુ ખાવાથી થાયરોઈડ કંટ્રોલમાં રહે છે. થાયરોઈડ થવા પર વિટામિન ડીનું સેવન વધુ કરવું જોઈએ, એટલે ઈંડા, માછલી, દૂધ અને મશરૂમ વધુ લેવા જોઈએ, કારણ કે તેમાં વધુ માત્રામાં વિટામિન ડી હોય છે.