હેલ્થ

કબજિયાત દૂર કરવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય, જો તમને પણ કબજિયાતની સમસ્યા હોય તો આજથી શરૂ કરી શકો છો, વાંચો ઉપાયો

કબજિયાતની સમસ્યા આજે દર ત્રીજા વ્યક્તિને જોવા મળે છે તેનું પાછળનું કારણ આજની ખાણીપીણી, પૂરતી ઊંઘ ના મળવી, બેઠાળુ જીવન, અનિમિયત સમયે ખોરાક લેવો, વ્યાયામ ઓછું કરવું જેવા ઘણા કારણોના લીધે શરીરમાં કબજિયાતની સમસ્યા થતી હોય છે.

Image Source

આ ભાગદોડ ભરેલા જીવનમાં આપણે પૈસા કમાઈને સારું જીવન તો જીવી શકીએ છીએ પરંતુ સ્વસ્થ જીવન નથી જીવી શકતા, ક્યાંક ને ક્યાંક કોઈ બીમારી તો શરીરમાં ના ઇચ્છવા છતાં પણ આવી જ જાય છે. એવી જ એક બીમારી છે કબજિયાત. કબીજીયાત પેટ બરાબર ના સાફ થવાના કારણે થતી એક એવી સમસ્યા છે જેનાથી માણસ ખરેખર હેરાન થતો હોય છે. ઘણીવાર આપણે બજારમાં મળતી કોઈ દવાની મદદથી કબજિયાત દૂર કરવાના પ્રયત્નો કરીએ છીએ, છતાં પણ સંપૂર્ણ રીતે કબજિયાતને દૂર કરવામાં આપણે નિષ્ફળ રહીએ છીએ.

Image Source

એવું નથી કે કબજિયાતની તકલીફ એકવાર થાય તો તે આજીવન જ રહે છે કે તેના માટે નિયમિત દવાઓ લેવી જ પડે છે. કેટલીક ઘરેલુ વસ્તુઓના ઉપયોગ દ્વારા પણ આપણે કબજિયાત દૂર કરી શકીએ છીએ બસ તમારે માત્ર કેટલીક વસ્તુઓનો નિયમત ઉપયોગ કરવો પડશે જેનાથી તમારું પેટ એકદમ સાફ રહેશે અને કબજિયાતની સમસ્યા પણ નહિ થાય.

ચાલો જાણીએ કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાયો.

Image Source

પાણી અને મધ:
રોજ રાત્રે સુતા પહેલા એક કપ પાણીની અંદર એક ચમચી મધ નાખીને નિયમિત પણે પીવામાં આવે તો પેટ સાફ રહે છે અને કબજિયાતની સમસ્યામાં સારી એવી રાહત પણ મળે છે.

Image Source

સૂકી દ્રાક્ષ:
રોજ રાત્રે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળી દેવી, સવારે ઉઠી અને પહેલા જ ખાલી પેટે એ પાણી પી જવું તેમજ પલાળેલી દ્રાક્ષ પણ ખાઈ જવી જેનાથી દિવસ દરમિયાન તમારું પેટ એકદમ સ્વસ્થ રહે છે.

Image Source

ત્રિફળા ચૂરણ:
ત્રિફળા ચૂરણને પણ રાત્રે પાણીમાં પલાળી સવારે ભૂખ્યા પેટે એ પાણી પી જવાના કારણે પેટ સાફ થઇ જાય છે અને કબજિયાતની સમસ્યા ઉદભવતી નથી.

Image Source

અંજીર:
જો તમે નિયમિત પણે અંજીરનું સેવન કરવાનું શરૂ કરી દો છો તો તમને કબજિયાતની સમસ્યા ક્યારેય નહિ ઉદભવે. અંજીર કબજિયાતનો રામબાણ ઈલાજ છે. તેનાથી પેટની બીજી બીમારીઓ પણ દૂર થાય છે.

Image Source

પાલક:
જો તમે પાલકનું નિયમિત સેવન કરવાનું રાખો છો તો પણ તમારા શરીરમાં કબજિયાતની સમસ્યા ઉદભવે નહિ. પાલક કબજિયાતમાં સારી રાહત આપે છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.