રસોઈ

હવે માર્કેટ જેવા જ ટેસ્ટની કાજુકતરી બનાવો તમે તમારા ઘરે જ, એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ..

દિવાળીના પવિત્ર ત્યોહારમાં મોટાભાગના ઘરમાં કાજુકતરી તૈયાર જ લાવવામાં આવતી હોય છે. જે ખૂબ જ મોંઘી પડે છે. પરંતુ તમે બજાર જેવી જ ઘરે પણ બનાવી શકો છો. તેની રીતમાં કોઈ જ જાજી માથાકૂટ નથી. જો તમે એકવાર રીત જોશો તો આરામથી તમે ઘરે બનાવી શકશો ને તમને સસ્તી ખૂબ પડશે. તો ચાલો આજે સ્ટેપ બાય સ્ટેપ ફોટા વાળી રેસીપી જોઈને જ શીખી લઈએ માર્કેટ જેવા જ ટેસ્ટની કાજુકતરી બનાવતા.

કાજુ કતરી બનાવા માટે જોઈશે

  • કાજુ 250 ગ્રામ
  • મિલ્ક પાવડર 40ગ્રામ
  • ખાંડ 200ગ્રામ
  • પાણી 100 મિલી
  • ચાંદી ની વરક

રીત :
1.સૌપ્રથમ કાજુ ને મિક્સર જાર માં પીસી લો અને પાવડર બનાવી લો અને પછી એમાં મિલ્ક પાવડર એડ કરો
2.આપેલ માપ મુજબ એક પેનમાં ગેસ ઉપર ખાંડ અને પાણી લઈને બધું બરોબર મિક્સ કરી લો પછી તેને ઉકળવા દો. અને વચ્ચે વચ્ચે હલાવી ને ચાસની બનવી લો
3.ચાસણી બની ગઈ એ ચેક કરવા માટે એક વાડકી માં પાણી લઇ એમાં ચાસની નાખી ને જોવો જો એક બોલ જેવું બની જાયઃ એટલે આપડી ચાસણી તૈયાર છે

4.પછી એમાં કાજુ નો પાવડર મિક્સ કરી લો
પાવડર મિક્સ કરતી વખતે ગેસ ને બંદ કરી દો અને બરોબર મિક્સ કરી લો મિક્સ થઈ જાયઃ
5.એટલે એ મિક્સર ને બરોબર મસળી લો અને એકદમ સ્મૂથ થાય જાયઃ એટલે અને પ્લાસ્ટિક પાથરી દો. એ પ્લાસ્ટિક તમે થાળી પર પણ પથરી શકો છો.
હવે તેને વેલણની મદદથી આરામથી વણી લો
વણાય જાયઃ એટલે એના ઉપર ચાંદી ની વરક લગાવી દો

6.અને પછી એના તમને ગમતા આકારમાં પીસ કરો ચપ્પાથી ને એક ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકી દો. તો તૈયાર છે આપણી આ કાજુકતરી…

દિવાળી માં જરૂર થી બનાવજો અને તમારા મેહમાન ને ખવડાવજો કાજુ કતરી નો ટેસ્ટ કેવો લાગ્યો અને તમે બનાવી તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો જરૂર થી જણાવજો..

રેસીપી લિંક: આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.