ખબર

એ એટલું ભયાનક હતું કે મારું આખું શરીર કંપી રહ્યું હતું, એ મારા બેડરૂમમાં આવી ગયો, મારુ ગાઉન ખેંચ્યું અને પછી મારા ઉપર….

બળત્કારના કિસ્સાઓ અવાર નવાર આપણે સાંભળતા રહીએ છીએ, ઘણી જ મહિલાઓની આપવીતી સાંભળીને આપણને પણ રડવું આવી જાય, ત્યારે એવો જ એક ચોંકવનારો કિસ્સો અને એક સ્ત્રીની હૃદયદ્રાવક એક વ્યથા સામે આવી છે, જેના બાદ સોશિયલ મીડિયામાં હડકંપ મચી ગયો છે.

Image Source

આ જે હકીકત સામે આવી છે એ કોઈ સામાન્ય માણસની નથી, પરંતુ હોલીવુડના ભગવાન તરીકે પ્રખ્યાત પ્રોડ્યુસર હાર્વે વેસ્ટીન. વેસ્ટીન ઉપર આરોપ છે કે તેને હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી એનોબેલ સ્કિયારાએ યૌન શોષણનો આરોપ મુક્યો છે, અને પોતાના સાથે બનેલી ઘટનાની વાત કરતા કરતા પણ એનોબેલ કોર્ટમાં રડી ગઈ હતી.

Image Source

વેસ્ટીન પાર માત્ર આવા એક આરોપો નથી પરંતુ 80થી પણ વધુ અભિનેત્રીઓએ આ રીતે તેમનું યૌન શોષણ થયું હોવાના આક્ષેપ મૂક્યા હતા. જેમાં હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓ એન્જલિના જોલી, રોજ મેકગાઉન, ઉમા થર્મન જેવા ઘણા બધા નામ જોડાયેલા છે.

Image Source

એનાબેલ આ બાબતે કોર્ટમાં પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે: “એ એટલું ભયાનક હતું કે મારુ આખું શરીર ખરાબ રીતે કંપવા લાગ્યું હતું, બળાત્કારના કારણે મને એવું અનુભવાઈ રહ્યું હતું કે મને કોઈ દૌરા પડી રહ્યા છે, મેં પોતાની જાતને નુકશાન પણ પહોંચવું, આ આઘાતમાં મેં વધારે પ્રમાણમાં શરાબ પણ પીવાનું શરૂ કરી દીધું હતું, પોતાના શરીરને જ કાપવા લાગી હતી, મારી સાથે થયેલા આ દુષ્કર્મના કારણે મારી અંદર જ લડવાની ક્ષમતા સમાપ્ત થઈ ચુકી હતી, મારુ શરીર બંધ પડી ગયું હતું.”

Image Source

આ બોલતા બોલતા જ કોર્ટમાં જ એનાબેલ રડી પણ પડી હતી, આ સમયે વેસ્ટીન પણ કોર્ટમાં હાજર હતો.

Image Source

એનાબેલ સાથે આ ઘટના 1993-94ના શિયાળામાં મૈનહૈટન ના ગ્રામેર્સિ પાર્ક વિસ્તારમાં બની હતી. જયારે હાર્વેએ એનાબેલને રાત્રે જમવાનું પૂર્ણ કરી એક હોટેલથી ઘરે છોડવા માટે ગયો હતો. જયારે સેક્સ માટે એનાબેલ દ્વારા ના કહેવામાં આવી ત્યારે હાર્વે ગુસ્સે પણ થઇ ગયો હતો, અનેએનાબેલને ધમકી પણ આપવા લાગ્યો હતો.

Image Source

એનાબેલ હોલીવુડનો પ્રખ્યાત શો ધ સોપરનોસની અભિનેત્રી છે અને પોતાની સાથે એ રાત્રે હાર્વે દ્વારા જે કરવામાં આવ્યું તેને વ્યક્ત કર્યું હતું, તેને જણાવ્યું કે હાર્વે દ્વારા તેનો બળાત્કાર કરવામાં આવ્યો હતો, હાર્વે એનાબેલના ન્યુયોર્ક વાળા એપાર્ટમેન્ટમાં બળજબરીથી ઘુસી આવ્યો હતો, હાર્વેએ તેને પોતાના બેડ ઉપર જકડી લીધી હતી ,તેનું ગાઉન પણ ખેંચી લીધું હતું, પછી તેના ઉપર ચઢીને તેનો બળાત્કાર કરવામાં આવ્યો હતો, બળાત્કાર કર્યા પછી પણ તેને સાથે ઓરલ સેક્સ કરવામાં આવ્યું હતું. જ્યારે એનાબેલ પોતાના સાથે બનેલી ઘટના કોર્ટ સમક્ષ રજૂ કરી રહી હતી ત્યારે પણ હાર્વે બેશરમ થઈને બધું જ સાંભળી રહ્યો હતો.

Image Source

મી ટૂના સૌથી મોટા આરોપી તરીકે કુલ 80 જેટલી અભિનેત્રીઓ સાથે યૌન શોષણ કરનાર પ્રોડ્યુસર હાર્વે વેસ્ટીન વિશેના સત્યો હવે આમ અલગ અલગ અભિનેત્રીઓ દ્વારા બહાર આવી રહ્યા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.