ટીવીની જાણીતી એક્ટ્રેસ હિના ખાન તેના બોય ફ્રેન્ડ રોકી જયસ્વાલ અને આખા પરિવાર સાથે વેકેશનનો આનંદ માણવા માલદીવ પહોંચી છે. માલદીવથી હિના ખાનની ઘણી તસ્વીર અને વિડીયો લગાતાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram
આ તસ્વીર અને વીડિયોમાં તે ફેમિલી અને બોયફ્રેન્ડ સાથે પોઝ દેતી નજરે આવી રહી છે. એક્ટ્રેસએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ અને માતા પિતા સાથે ખુબસુરત તસ્વીર શેર કરી છે. હાલમાં જ હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે.
View this post on Instagram
આ વિડીયોમાં હિના ખાન બોટિંગ કરતા માલદીવનો નજારો બતાવી રહી છે. આ વીડિયોમાં હિના ખાન માથા પર કેપ લગાવતી નજરે ચડી રહી છે.
View this post on Instagram
હિના ખાને લાઈટ બ્રાઉન રંગની હેટ અને પર્સ સાથે આ લુકને પૂરો કર્યો હતો. હિના ખાન વેકેશન લુકમાં બેહદ શાનદાર જોવા મળી રહી છે. હિનાની હેટ બધામાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
View this post on Instagram
આ વીડિયોમાં હિના ખાન ખૂબ ખુશ દેખાઈ રહી છે. અભિનેત્રીના આ વીડિયો પર લોકો ઘણી કમેન્ટ કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દરેક વીડિયોની જેમ હિના ખાન પણ ચર્ચામાં આવી જાય છે. તાજેતરમાં હિના ખાને કેટલીક તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં તે તેના બોયફ્રેન્ડ રોકી અને પરિવાર સાથે જોવા મળી હતી.
View this post on Instagram
હીના ખાને આ સિવાય તસ્વીર પણ શેર કરી છે. તસ્વીરમાં હિનાના ચહેરાની ખુશી સાફ નજરે ચડે છે.
View this post on Instagram
હિના ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે સિદ્ધાર્થ શુકલા અને ગૌહર ખાન સાથે બિગબોસ 14માં તુફાની સિનિયર તરીકે નજરે આવી હતી. ફેન્સને તેની ગેમ બહુ જ પસંદ આવી હતી. આ વર્ષે હિના ખાનની વેબસીરીઝ ડેમેઝડ-2 પણ રિલીઝ થઇ હતી.
View this post on Instagram
આ સિવાય તે નાગિનની ચોથી સીઝનમાં પણ નાગેશ્વરીનો રોલ કરતી નજરે આવી હતી. હિના ખાને તેની કરિયરની શરૂઆત ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ થી કરી હતી. હિના બૉલીવુડ ફિલ્મ હૈંકડમાં પણ કામ કરી ચુકી છે.
View this post on Instagram