હિમેશ રેશમિયાની નવી ફિલ્મ ‘હેપ્પી, હાર્ડી એન્ડ હીર’ આવી રહી છે, આ ફિલ્મનું ટ્રેલર નથી આવ્યું પણ હિમેશ રેશમિયા આ ફિલ્મનું પ્રમોશન ચાલુ કરી ચુક્યા છે. તાજેતરમાં જ હિમેશ રેશમિયા પોતાની આ ફિલ્મના પ્રમોશન માટે મુંબઈના મીઠીબાઈ કોલેજ પહોંચ્યા હતા. અહીં ફિલ્મ વિશે પૂછવા પર હિમેશે જણાવ્યું કે આ ફિલ્મ એક લવ સ્ટોરી છે જેનું સેન્ટર ફ્રેંડઝોન થવું છે. આ ફિલ્મમાં હિમેશ રેશમિયાએ હેપ્પી અને હાર્ડી બંનેનું પાત્ર ભજવ્યું છે.
View this post on Instagram
હિમેશ રેશમિયાએ જ આ ફિલ્મમાં રાનુ મંડલને ગીત ગાવાની તક આપી છે, જેથી આ જ ઇવેન્ટમાં હિમેશ રેશમિયાને રાનુ મંડલ સાથે જોડાયેલી એ ઘટના વિશે પૂછવામાં આવ્યું કે જયારે રાનુએ સેલ્ફી લેવા માટે એક ચાહકને ના પાડી દીધી હતી અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ પછી લોકોએ રાનુ મંડલને ખૂબ જ ટ્રોલ પણ કરી હતી.
View this post on Instagram
આ વિશે હિમેશ રેશમિયાએ કહ્યું – ‘મને લાગે છે કે આ સવાલનો જવાબ આપવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ રાનુ જી છે. આ ઘટના પાછળ ચોક્કસ કોઈ બેક સ્ટોરી રહી હશે, જેના વિશે મને કોઈ જાણકારી નથી. મેં ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોને બ્રેક આપ્યો છે. મેં દર્શન રાવલથી લઈને આકાસા સિંહ અને પલક મુચ્છલ જેવા સિંગર્સને ગાવાની તક આપી છે. તેમના અંગત જીવનમાં જે કઈ થઇ રહ્યું છે એનો જવાબ એમના બદલે હું કેવી રીતે આપી શકું?’
View this post on Instagram
આ જવાબ આપીને હિમેશ રેશમિયાને મીડિયાની બોલતી બંધ કરી દીધી હતી. હિમેશ રેશમિયાની આ ફિલ્મને રાકેશ ઠક્કરે ડિરેક્ટ કરી છે, જે 31 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.