ખબર

5 ગોલ્ડ મેડલ જીત્યા પછી હિમા દાસે દેશની જનતાની સામે રાખી કંઈક આવી વાત ….

માત્ર એક મહિનાની અંદર ભારતીય ધાવક હિમા દાસે લગાતાર પાંચમો ગોલ્ડ મેડલ દેશના નામે કર્યો છે.ઢીંગ એક્સપ્રેસના નામથી જાણીતી યુવા એથ્લીટ હિમા દાસના એક વાર ફરીથી ગોલ્ડ મેડલ જીત્યા પછી હિમાએ ભારતીય જનતાને પોતાનો હૌંસલોં વધારવા માટે આભાર વ્યક્તિ કર્યો છે.હિમા દાસે કહ્યું કે,”અત્યાર સુધીની તે દરેક પ્રતિયોગિતાઓ વોર્મઅપ ની જેમ હતી. મારું ધ્યાન હવે વિશ્વ ચેમ્પિયનશિપના તરફ છે તમે બસ મને આશીર્વાદ આપતા રહો અને હું સારું પ્રદર્શન કરતી રહીશ”.

મીડિયા રિપોર્ટના આધારે તેના આવા પ્રદર્શનને લીધે એન્ડોર્સમેન્ટ ફી ત્રણ અઠવાડિયાની અંદર જ બે ગણી વધી ગઈ છે.હિમાનું પ્રતિનિધિત્વ કરનારી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ફર્મ આઇઓએસ ના મેનેજીંગ ડાયેક્ટર નીરવ તોમરના આધારે,”આગળના ત્રણ અઠવાડિયામાં લગાતાર શાનદાર પ્રદર્શન કરવાને લીધે હિમાની બ્રેન્ડ વેલ્યુ બે ગણી થઇ ગઈ છે.બ્રેન્ડ એંડોર્સમેન્ટનું સીધું જોડાણ પ્રદર્શન અને સેલિબ્રિટીના નજર આવવાથી જોડાયેલું હોય છે. તેની દુનિયાભરમાં દરેક પ્લેટફોર્મ પર ચર્ચા થઈ રહી છે”,જણાવી દઈએ કે ભારતમાં કોઈ અન્ય ખેલની તુલનામાં ક્રિકેટ ખેલાડીઓ માટે ફી ખુબ વધારે હતી, પણ હવે અન્ય ખેલના ખેલાડીઓ માટે સ્થિતિ બદલાઈ રહી છે.

 

View this post on Instagram

 

#training #czechrepublic

A post shared by hima das (@hima_mon_jai) on

જણાવી દઈએ કે હિમા દાસે માત્ર ભારતીય જનતાનો જ આભાર વ્યક્ત નથી કર્યો પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,સચિન તેંદુલકર અને સુપરસ્ટાર અમિતાબ બચ્ચનજીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. હિમા દાસ આ મહિનામાં પાંચ સ્વર્ણ પદક જીતી ચુકી છે તેની પેહલા તે 200 મીટરમાં બે મેડલ પોલેન્ડમાં, સાત જુલાઈ ના રોજ પોલેન્ડમાં જ કુંટો એથેલિટિક્સ માં, 13 જુલાઈના રોજ કલાઈનો અને 17 જુલાઈ ના રોજ ચેક રિપબ્લિક માં જ ટાબોર ગ્રાન્ડ પ્રિ ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.

 

View this post on Instagram

 

Having great time in Poland

A post shared by hima das (@hima_mon_jai) on

એવામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બલ્લેબાજ સચિન તેંડુલકરે ભારતની નવી ઉડાણ હિમા દાસને પાંચમો સ્વર્ણ પદક જીતવા પર શુભકામનાઓ આપી હતી.હિમાએ શનિવારે પાંચમું સ્વર્ણપદક પોતાના નામે કર્યુ હતું.કોવિંદજીએ ટ્વીટર પર કહ્યું કે,”ત્રણ અઠવાડિયામાં પાંચ સ્વર્ણપદક જીતવા પર હિમા દાસને ખુબ શુભકામનાઓ, તમે અદ્દભુત છો, આવું જ પ્રદર્શન કરતી રહો”.

 

View this post on Instagram

 

#adidasrunning #adidaswomen

A post shared by hima das (@hima_mon_jai) on

આ સિવાય નરેન્દ્ર મોદીજીએ પણ શુભકામના આપતા કહ્યુ કે,”ભારતને હિમા દાસ પર આગળના અમુક દિસવોની ઉપલબ્ધીઓ પર ખુબ જ ગર્વ છે.દરેક કોઈ એ વાતથી ખુબ જ ખુશ છે કે તેમણે અલગ અલગ સ્પર્ધામાં પાંચ પદક મેળવ્યા છે. તેને ખુબ શુભકામના અને ભવિષ્યમાં પણ આવા પ્રયાસો માટે શુભકામનાઓ’.

 

View this post on Instagram

 

#training #hardwork #poland #adidasathlete @adidas @adidasrunning @adidasoriginals

A post shared by hima das (@hima_mon_jai) on

કોણ છે હિમા દાસ:

જણાવી દઈએ કે 19 વર્ષની હિમા દાસ અસમની રહેનારી છે.રિપોર્ટના આધારે હિમા ની ફી એક બ્રેન્ડ માટે વર્ષના 30 થી 35 લાખ હતી, જે હવે વર્ષના 60 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. હવે હિમા માટે વૉચ બ્રેન્ડ,ટાયર,એનર્જી ડ્રિન્ક બ્રૅન્ડ, કુકીંગ ઓઇલ અને ફૂડ જેવી કેટેગરીની બ્રૅન્ડ સાથે નવી ડીલ માટે વાતચીત કરવામાં આવી રહી છે. હાલ હિમાના એન્ડોર્સમેન્ટમાં માં એડિડાસ સ્પોર્ટ્સવેર,એસબીઆઈ,ઈડલવાઇજ ફાઇનૅન્શિયલ સર્વિસીઝ અને નોર્થ-ઈસ્ટની સિમેન્ટ બ્રૅન્ડ સ્ટાર સિમેન્ટ શામિલ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks