ખબર

11 દિવસમાં 3 ગોલ્ડ મેડલ જીતનારી હિમા દાસે અસમ પૂર પીડિત રાહત કોષમાં પોતાની અડધી સેલેરી કરી દાન…

બ્રહ્મપુત્રા નદીના પૂરને લીધે અસમના 30 જિલ્લાઓમાં કટોકટીની સ્થિતિ બની ગઈ છે.પૂરને લીધે 43 લાખ જેટલા લોકોને ગંભીર અસર થઇ છે.આ સિવાય 80 હજાર જેટલા હેક્ટરમા ફેલાયેલો પાક પણ બરબાદ થઇ ગયો છે. 17,000 જેટલા ગંભીર લોકોને રાહત શિવિરમાં રાખવામાં આવ્યા છે.પોતાના રાજ્યની આવી ગંભીર સ્થિતિને જોઈને હિમા દાસ મદદ માટે આગળ વધી છે.

 

View this post on Instagram

 

Having great time in Poland

A post shared by hima das (@hima_mon_jai) on

ભારતની સ્ટાર મહિલા ધાતક હિમા દાસે પોતાના રાજ્ય અસમમાં પૂર પીડિત લોકોની મદદ માટે પોતાના મહીનાના પગારનો અળધો હિસ્સો દાન કર્યો છે.હિમા દાસે અસમને બચાવવા માટે લોકોને મુખ્યમંત્રી રાહત કોષમાં પોતાનું યોગદાન આપવાની પણ અપીલ કરી છે.હિમા દ્વારા કરવામાં આવેલું યોગદાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનથી પ્રાપ્ત વેતનની હિસ્સો છે,જ્યાં હિમા એચઆર અધિકારીના પદ પર કાર્યરત છે.

 

View this post on Instagram

 

Maaa tuje salam

A post shared by hima das (@hima_mon_jai) on

હિમાએ લોકોને અપીલ કરતા કહ્યું છે કે તેઓ પોતાની ક્ષમતા અનુસાર દાન કરે અને આ પ્રદેશને બચાવે, હિમાએ પોતાના એકાઉન્ટ પર ટ્વીટ કરતા કહ્યું કે,”આપણા પ્રદેશ અસમમાં પૂરને લીધે સ્થિતિ ખુબ જ ખરાબ છે.33 માંથી 30 જિલ્લાઓમાં તેની ગંભીર અસર થઇ છે. માટે હું મોટા કોર્પોરેટ અને લોકોને એ અપીલ કરવા માંગુ છું કે તેઓ આપણા રાજ્યની આ મુશ્કિલ પરિસ્થિતિમાં મદદ કરે”.

જણાવી દઈએ કે અસમમાં પૂર અને ભૂસ્ખલનને લીધે 33 જેટલા લોકોની મૃત્યુ થઇ ચુકી છે અને 43 લાખ જેટલા લોકોને તેની ગંભીર અસર થઇ છે.અસમમાં દરેક વર્ષે પૂરની સ્થિતિ સર્જાઈ છે પણ આ વખતે હાલત થોડી વધારે પડતી જ ગંભીર છે.

હાલમાં જ Kladno Athletics Meet માં હિસ્સો લેવા માટે પહોંચેલી હિમા દાસે મંગળવારના રોજ મુખ્યમંત્રી રાહતકોષમાં પૂર પીડિત માટે પોતાની અળધી આવક દાન કરી દીધી છે.જણાવી દઈએ કે હિમા દાસ આગળના અમુક સમયથી ચર્ચામાં બનેલી છે.માત્ર 11 દિવસોની અંદર જ હિમાએ 3 આંતરરાષ્ટ્રીય સવર્ણપદક જીત્યા હતા. આ સિવાય પોલેન્ડમાં 200 મીટરની રેસમાં હિમાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ખેલ જગત દ્વારા જ હિમા દાસને ગુવાહાટીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન માં HR Officer ના પદ પર નિયુક્તિ મળી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks