અજબગજબ

પર્યટકોની પહેલી પસંદ બની ગયું છે આ નાનું એવું હિલ સ્ટેશન, એકવાર જઈ આવો દિલ ખુશ કરી દેશે

Image Source

ગરમીઓના દિવસો હોય, રજા હોય અને હિલ સ્ટેશન ફરવા ન જઈએ એવું તે કઈ રીતે બને! એવામાં ભારતીયોમાં ધાર્મિક યાત્રા માટે પણ એક ખાસ ઉત્સુકતા હોય છે. અહીં ઘણા એવા ધાર્મિક સ્થળો છે જ્યાં દૂર-દૂરથી લોકો દેવી દેવતાઓના દર્શન માટે આવે છે. ચારે દિશાઓ, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના લોકો દર્શને દૂર દૂરથી આવે છે.

Image Source

ભારતમાં એવું કોઈ સ્થળ નહિ હોય જ્યા કોઈ મંદિર કે ભગવાનની પ્રતિમા ન હોય. દરેક થોડા અંતરે તમને ભગવાન બિરાજમાન મળી જ જશે. એવી જ એક ખાસ વિશેષતાની સાથે હિમાચલ પ્રદેશનું નાનુ એવું ઉપનગર છે ‘શોઘી’. જ્યાં ડગલેને પગલે પગલે તમને દેવી દેવતાઓના દર્શન થશે. તમને એવું લાગશે કે તમારી આ યાત્રામાં ભગવાન પણ તમારી સાથે છે.

શોઘી અનોખી સુંદરતાનું એક બેસ્ટ ઉદાહરણ છે. શિમલાથી માત્ર 13 કિલોમીટરના અંતરે આ નાનું એવું હિલ સ્ટેશન નેશનલ હાઇવે 22 નજીક 5700 ફૂટની ઊંચાઈ પર વસેલું છે, જે પોતાની સુંદરતા અને ધાર્મિક રૂપે ખુબ પ્રસિદ્ધ છે. અહીં તમને ઘણા મંદિરો જોવા મળશે જેને લીધે શોઘીને સીટી ઓફ ટેમ્પલ પણ કહેવામાં આવે છે.

Image Source

શોઘી હિમાચલ પ્રદેશના આકર્ષક સ્થળોમાનું એક છે. અહીંનું તારા દેવી મંદિર આખું વર્ષ ભક્તોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. આ માતાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. શહેરની ભાગદોળ ભરેલી જિંદગી અને ભીડ ભાડથી દૂર જંગલોમાં પર્વતોના શિખર પર વસેલું આ નગર સુરમ્ય દ્રશ્ય બનાવે છે. તારા મંદિર સિવાય તમે અહીં કાળી મંદિર, હનુમાન મંદિર, જાખુ હિલ, વાઇસરેગલ લૉજ અને કંડાઘાટ પણ ફરી શકો છો.

Image Source

અહીં આખું વર્ષ મૌસમ એકદમ શાનદાર રહે છે, જો કે સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનામાં અહીં જવું સૌથી શ્રેષ્ઠ રહેશે. જયારે નવેમ્બરથી જાન્યુઆરી સુધી તમે અહીં બરફવર્ષાનો આનંદ પણ ઉઠાવી શકો છો. શહેરની ગરમીથી બચવા તમે અહીં ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી જઈ શકો છો.

Image Source

આ જગ્યા તાજા ફળોના જ્યુસ માટે પણ ખુબજ પ્રસિદ્ધ છે. અહીંના કારખાનાઓમાં બનતા તાજા ફળોના જ્યૂસ પર્યટકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. અહીં ઘણા પ્રકારના ફળોની ખેતી કરવામાં આવે છે. સાથે જ તમે અહીં શોઘીના અનેક બાગોમાં ફરવાની મજા પણ લઇ શકો છો.

Image Source

ઘણા મંદિરોની સાથે આ જગ્યા ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે પણ આદર્શ જગ્યા છે, કેમ્પિંગની સાથે સાથે અહીં પક્ષીઓની ઘણી સુંદર જાતિઓ જોવાનો નજારો તમને પ્રાપ્ત થશે. ફોટોગ્રાફી માટે, કેમ્પિંગની મજા ઉઠાવતા ઉઠાવતા પક્ષીઓના સુંદર દ્રશ્ય તમારા માટે સૌથી સારો અનુભવ સાબિત થશે.

Image Source

જો તમે પણ પ્રકૃતિના ખોળામાં અમુક દિવસોની મજા લેવા માગો છો તો હિમાચલ પ્રદેશની આ જગ્યાને પણ તમારી આગળની યાત્રામાં સમાવેશ કરી લો.

કેવી રીતે પહોંચવું?:

Image Source

ચંદીગઢથી લગભગ 100 કિલોમીટર અને દિલ્લીથી 370 કિલોમીટરના અંતરે સ્થિત શોઘી પર તમે તમારા પર્સનલ વાહનથી પણ જઈ શકો છો. નેશનલ હાઇવે 22 રસ્તા પર જ વસેલા આ નગરની યાત્રા તમારી સૌથી શાનદાર યાત્રા હશે. દિલ્લી અને ચંદીગઢથી ઘણી બસ સુવિધાઓ પણ અહીં સુધી ઉપલબ્ધ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks