ફિલ્મી દુનિયા

2019માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં સામેલ છે આ 10 બોલિવૂડ ફિલ્મો

2019 બોલિવૂડ માટે કમાણીની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહ્યું છે. આ વર્ષે ઘણી ફિલ્મો આવી અને ગઈ, કેટલીક ફિલ્મો હિટ રહી તો કેટલીક ફિલ્મો પૈસાની બરબાદી હતી, પણ કેટલીક ફિલ્મો એવી હતી કે જેને લોકોનું દિલ જીતવાની સાથે સાથે ભરી-ભરીને કમાણી પણ કરી. તો ચાલો આજે આપણે જોઈએ બોલિવૂડની એવી ફિલ્મો કે જે કમાણીના મામલે આ વર્ષમાં સૌથી આગળ રહી હતી –

1. વૉર

Image Source

સિદ્ધાર્થ આનંદે બનાવેલી ફિલ્મ વૉર, રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનીત એક એક્શન થ્રિલર હતી. આ વર્ષે 474.79 કરોડ રૂપિયા કમાઈને કમાણીના મામલે આ ફિલ્મ પ્રથમ નંબરે હતી.

2. કબીર સિંહ

Image Source

તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક કબીર સિંહ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની લિસ્ટમાં બીજા નંબરે પર છે, શાહિદ કપૂર અને કિયારા આડવાણી અભિનીત આ ફિલ્મે 379.02 કરોડ રૂપિયા કમાયા છે.

3. ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક

Image Source

વિક્કી કૌશલની આ ફિલ્મ ઉરી એટેક પર આધારિત હતી. તે 2019 ની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક હતી, અને 342.06 કરોડની કમાણી સાથે આ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ત્રીજા નંબરે સામેલ થઇ છે.

4. ભારત

Image Source

કેટરિના કૈફ અને સલમાન ખાનની ફિલ્મ ભલે ક્રિટીક્સનું દિલ જીતવામાં નિષ્ફળ રહી હોય, પરંતુ તે કમાણીના મામલે ચોથા નંબર પર રહી છે. આ ફિલ્મે 325.58 કરોડની કમાણી કરી હતી.

5. મિશન મંગલ

Image Source

વિદ્યા બાલન, તાપ્સી પન્નુ, સોનાક્ષી સિંહા અને અક્ષય કુમારની આ ફિલ્મ એક મલ્ટિસ્ટારર ફિલ્મ હતી, જે દેશની મોટી સિદ્ધિ વાર્તા પર આધારિત હતી. આ ફિલ્મે 290.02 કરોડ કમાઈને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં પાંચમાં ક્રમે સામેલ થઇ છે.

6. હાઉસફુલ 4

Image Source

અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કીર્તિ ખરબંદા, કૃતિ સેનન અને પૂજા હેગડેની આ કોમેડી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તેનું ગીત ‘બાલા, બાલા, બાલા’ સુપરહિટ થયું હતું. કમાણીના મામલે ફિલ્મ છઠ્ઠા સ્થાને છે. ફિલ્મે 278.78 કરોડની કમાણી કરી હતી.

7. ગલી બોય

Image Source

ઝોયા અખ્તર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક રેપરની વાર્તા હતી. જેમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરવાની યાદીમાં સાતમા ક્રમે છે. આ ફિલ્મે 238.16 કરોડની કમાણી કરી હતી.

8. ટોટલ ધમાલ

Image Source

ટોટલ ધમાલમાં લાંબા સમય પછી, અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી ફરી એકવાર મોટા પડદા પર જોવા મળી હતી. કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે 228.27 કરોડ કમાઈને આઠમા સ્થાને રહી હતી.

9. છિછોરે

Image Source

શ્રદ્ધા કપૂર અને સુશાંત સિંહ રાજપૂત અભિનીત આ ફિલ્મ મિત્રોની વાર્તા હતી. કમાણીની બાબતમાં તે 212.67 કરોડ કમાઈને સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં નવમા ક્રમે છે.

10. સુપર 30

Image Source

ગણિતશાસ્ત્રી આનંદકુમારના જીવન પર આધારિત આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી યાદીમાં 208.93 કરોડ કમાઈને દસમા ક્રમે છે. આમાં રિતિક રોશનના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.