ખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા

2020 માં વધુ એક ખરાબ સમાચાર: હેલ્લારોની આ અભિનેત્રી કેન્સર સામે જંગ હારી, દુ:ખદ નિધન થયું

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા ફિલ્મ “હેલ્લારો”માં ડાન્સરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ભૂમિ પટેલનું નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી તે કેન્સર સામે જંગ લડી રહી હતી અને જિંદગી સામેની આ જંગમાં તેનો પરાજય થયો છે.

ભૂમિ પટેલ બ્લડ કેન્સર સામે લડી રહી હતી. તેની સારવાર પણ ચાલી રહી હતી, પરંતુ તે કેન્સર સામેનો આ જંગ જીતી શકી નહોતી. “હેલ્લારો” ફિલ્મમાં તેને એક ડાન્સરની ભૂમિકા ભજવી હતી. “હેલ્લારો” ફિલ્મે રાષ્ટ્રીય એવોર્ડની સાથે બીજા પણ ઘણા એવોર્ડ મેળવ્યા છે. તેમજ આ ફિલ્મની તમામ અભિનેત્રીઓને જ્યુરી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

ભૂમિના અચાનક નિધનથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હેલ્લારો ટિમ અને આ ફિલ્મના કલાકારો દ્વારા ભૂમિને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

થોડા સમય પહેલા જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત “મહેશ નરેશ”ની જોડી આ દુનિયાને છોડીને ચાલી ગઈ હતી ત્યારબાદ ભૂમિ પટેલની આ દુનિયામાંથી વિદાયથી ચાહકોમાં દુઃખની લાગણી અનુભવાઈ રહી છે.

ભૂમિને અશ્રુભીની શ્રદ્ધાંજલિ, ઈશ્વર તેમના પરિવાર માથે આવી પડેલા દુઃખ સામે લડવાની હિંમત આપે એજ પ્રાર્થના !!!