બ્યુટીફૂલ હસીન જહાં બ્લુ સાડીમાં જોવા મળી, 7 તસવીરો જોતા જ દિલમાં વસી જશે
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ ગેંદબાજ મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. એવામાં તાજેતરમાં જ હસીને બ્લુ સાડી પહેરીને તસ્વીર શેર કરી છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે પણ તેનાથી એક એવી ભૂલ થઈ ગઈ કે તે લોકોના નિશાન પર આવી ગઈ.

હસીન જહાં આગળના રવિવારે દીકરી સાથે એક લગ્ન સમારોહમાં પહોંચી હતી અને દીકરી સાથે તસ્વીર શેર કરી હતી. તસ્વીરમાં બ્લુ સાડીમાં હસીન સોફા પર બેઠેલી છે અને બાજુમાં તેની દિકરી પણ છે.

બ્લુ સાડીમાં હસીન ખુબ જ સુંદર લાગી રહી છે અને ચાહકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે, પણ દીકરીને એવો વિચિત્ર ડ્રેસ પહેરાવ્યો કે તેને લીધે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

તસ્વીરમાં મોહમ્મદની દીકરી આયરા શમીએ ફ્રોક પહેર્યું હતું, પણ તે થોડું વિચિત્ર લાગી રહ્યું હતું જેને લીધે લોકોએ હસીનને નિશાનો બનવાતા એક યુઝરે કમેન્ટ કરતા કહી દીધું કે,”દીકરીને જોકર શા માટે બનાવી દીધી”.

એક તરફ હસીન તસ્વીર શેર કરવાને લીધે ટ્રોલ થઇ રહી છે તો બીજી તરફ મોહમ્મદને હાથમાં ઇજા થવાથી પીડાઈ રહ્યા છે, જેને લીધે તે ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયાની વચ્ચે બીજી ટેસ્ટ મેચ પણ ન રમી શક્યા.

જો કે આગળના ઘણા સમયથી હસીન પતિથી અલગ રહે છે, પતિથી અલગ થઇ ગયા પછી હસીને ફરીથી મોડેલિંગ કરવાનું શુરુ કરી દીધું છે, અને સોશિયલ મીડિયા પર પોતાની મેડિલિંગની શાનદાર તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.