મનોરંજન

મોહમ્મદ શમીની પત્ની ડાન્સ વિડીયો વાયરલ, લોકોએ આપી સલાહ, તમારા મતભેદને કારણે દીકરીની જિંદગી ખરાબ ના કરો

ભારતીય ઝડપી બોલર મોહમ્મ્દ શમી અને તેની પત્ની હસીન જહાંના સંબંધો 2 વર્ષ પહેલા ઘણા વિવાદમાં થયા છે. હસીન જહાંએ મેચ ફિક્સિંગ, ઘરેલું હિંસા અને બીજી મહિલાઓ સાથેના સંબંધો રાખવાનો આરોપ લગાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by hasin jahan (@hasinjahanofficial) on

શમીએ એક સમય તે આરોપ વિષે કંઈ ખુલ્લીને કંઈ કહ્યું હતું. હાલમાં જ રોહિત શર્મા સાથે લાઈવ ઇન્સ્ટાગ્રામ ચેટ પર ખરાબ આ ખરાબ સમયને લઈને વાત કરી હતી.

શમીએ તે ચેટમાં જણાવ્યું હતું કે તે આરોપથી એટલો વિખેરાઈ ગયો હતો કે તેણે ત્રણ વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. શમીએ કહ્યું હતું કે તે આરોપોથી તે કેટલી હદે તૂટી ગયો હતો.

શમીએ આ તમામ આરોપોને નકારી દીધા હતા. ત્યારથી શમી અને તેની પત્ની અલગ રહે છે. આ દરમિયાન હસીન જહાંના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. શમીના ચાહકો હસીન જહાંને શમી પાસે પરત ફરવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ બંને વચ્ચેના મતભેદોને કારણે પુત્રીનું ભવિષ્ય બગડતું જાય છે.

આ વચ્ચે શમીની પત્ની હસીન જહાંનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે બૉલીવુડ ગીત કાંટા લગા પર ડાન્સ કરી રહી છે.

 

View this post on Instagram

 

#hasinjahanfam #hasinjahan😃😃💃💃

A post shared by hasin jahan (@hasinjahanofficial) on

વર્ષ 2018માં હસીન જહાંએ શમી પર ઘણા આરોપ લગાવ્યા હતા. તેના ફેસબુક એકાઉન્ટ પર ઘણી તસ્વીર શેર કરી આ દાવો કરવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.