દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

દેશના સૌથી નાની વયના IPS સફીન હસન, ક્યારેક 2 ટંક રોટલી મળતી ના હતી-જાણો કેવી છે કામયાબી

માતા સવારે 3 વાગે ઉઠીને 200 કિલો રોટલી બનાવતી અને પપ્પા ચા ની લારી ચલાવતા, ગુજરાતના આ દીકરાએ આખા દેશમાં વગાડ્યો ડંકો

દેશના સૌથી નાની વયના આઇપીએસ ઓફિસર બની ગયેલા 22 વર્ષીય સફીન હસનનું પહેલું પોસ્ટિંગ જામનગરમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે થયું છે. તેને બીટેકનો અભ્યાસ કરીને પ્રથમ પ્રયાસમાં જ UPSC ક્લાસ વનની પરીક્ષામાં આખા દેશમાં 520મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.

તેમને માત્ર 22 વર્ષની ઉંમરમાં જ GPSC અને UPSC ક્લાસ વનની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં પાસ કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. સફીન હસનનું બાળપણ ઘણું સંઘર્ષપૂર્ણ રહ્યું હતું. તેના માતા પિતા હીરા ઘસતા હતા. 10માં સુધી તેને ભણાવવા માટે તેના માતાએ બીજા ના ઘરમાં કામ કરવું પડયું હતું.

જયારે તેન પિતા ઈંડા અને ચાની લારી ચલાવતા હતા. હસનને અહીં સુધી પહોંચવા માટે સંઘર્ષ કર્યો હતો. હસનને ઘણા દિવસો સુધી ભૂખ્યું પણ રહેવું પડયું હતું. પરંતુ સજ્જન લોકોએ તેની કરિયરમાં આગળ વધાર્યો હતો. ઘણા શિક્ષકોએ તેની શાળાની ફી ભરી દીધી હતી તો એક વ્યક્તિએ દિલ્લીમાં તેનો બધો ખર્ચ ઉઠાવ્યો હતો.

હસનનો જન્મ 21 જુલાઈ 1995માં થયો હતો. તે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત ચાર ભાષાના જાણકાર છે. આઇપીએસ ઓફિસર સફીન હસન મૂળ બનાસકાંઠાના કાણોદર ગામના રહેવાસી છે, તેમને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ લીધું અને એ પછી સુરતની જ એક કોલેજમાં બીટેકનો અભ્યાસ કર્યો છે.

બનાસકાંઠાના નાના ગામમાં રહેતા સફીનને એ પણ ખબર ન હતી કે કલેક્ટર બનવું હોય તો કેવી રીતે બની શકાય. એને મન તો બસ કલેકટર એટલે જિલ્લાનો રાજા. કલેકટરનો વટ, ઠસ્સો ને રુઆબ એક નવાબથી ઓછો નથી હોતો.

એકવાર એને ખબર પડી કે કલેક્ટર બનવા માટે UPSCની પરીક્ષા (સિવિલ સર્વિસ) પાસ કરવી જોઈએ. બસ, ત્યારથી જ એણે તૈયારી શરૂ કરી એણે ખુલ્લી આંખે જોયેલાં સ્વપ્નો પૂરા કરવાની. સફીનનું સ્વપ્ન આખા પરિવારનું સ્વપ્ન હોય એમ બધાં એને થોડી થોડી મદદ કરવાં લાગ્યાં. સફીન ભણવામાં ખૂબ હોંશિયાર હતો.

એનો ધ્યેય અર્જુનની જેમ એક જ હતો કે ગમે એ સંજોગોમાં પણ કલેક્ટર તો બનવું જ. એનાં ઘરની આર્થિક હાલાત એટલી હદે ખરાબ હતી કે એની કોલેજની ફી પણ નહોતાં ભરી શકતાં. એ સમયે પણ એને સગાવહાલાએ ખૂબ મદદ કરી હતી.

તેણે જોયલાં સ્વપ્નો પૂરા કરવાં તે એ માર્ગે ચાલવા માંડ્યો. પરંતુ એ માર્ગ ખૂબ કઠીન હતો. કેમકે એનાં ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. તેનાં પિતાની રોજી રોટી પર જ ઘર ચાલતું હતું. એમાં ભણવાનો ખર્ચ કેમ પોસાય. એનાં પિતા મુસ્તફા એક કારખાનામાં હિરા ઘસતાં હતાં.

સફીનને ભણાવવો અને એનાં સ્વપ્નો પૂરા કરવાં એ શક્ય જ ન હતું. પરંતુ દીકરાના સ્વપ્નને ઉડાન આપવા માટે તેની માતાએ લોકોનાં ઘરનું કામ કરવાનું શરૂ કર્યું. સાથે સાથે ઘરનાં બધાં મળીને રોજ સવારે હોટેલનાં ઓર્ડર મુજબ રોટલી બનાવી નાખતાં.

45 ડિગ્રી તાપમાનમાં પણ દરરોજ સવારે 3 વાગ્યે ઉઠીને 20 કિલોની રોટલી બનાવતા હતા. જેમાંથી તેને દર મહિને 5થી 8 હજારની આવક થતી હતી. જે બધા જ પૈસા સફીનને મોકલાવાતા હતા. કોલેજ પૂરી કર્યા બાદ એને એટલી મહેનત કરી કે માત્ર એક જ વર્ષની મહેનતમાં એણે UPSCની પરીક્ષા પાસ કરી જ લીધી.

નાના એવાં ઘરમાં રહેતા સફીન પાસે એવી કોઈ સગવડતાં ન હતી કે શાંતિથી વાંચવા માટે એને પ્રાઈવેટ રૂમ મળી શકે, રાત્રે બધાં સૂઈ જાય તો કોઈને લાઇટનો પ્રકાશ નડે નહી. એટલે રસોડાને જ રીડિંગ રૂમ બનાવી ત્યાં આખી રાત વાંચ્યા કરતો. ત્યાંના વેપારી હુસૈન પોલર અને તેની પત્નીએ 3.5 લાખ રૂપિયાનો ખર્ચ સફીન પાછળ કર્યો હતો. જેમાં તેનો ભણવાનો ખર્ચ, ચોપડા, અને અન્ય ખર્ચ સામેલ હતા.

પરિવારનો સાથ અને એની અથાગ મહેનતે એણે અંતે UPSC પરીક્ષા આપી. આખા ગુજરાતમાંથી માત્ર 20 જ લોકોએ UPSC પાસ કરી, જેમાંથી એક છે આ સફીન હસન.