ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા તેની રમતને લઈને હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. આઇપીએલ બાદ ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 મેચમાં પણ તેને શાનદાર પ્રદર્શન કર્યું, હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત ફર્યા બાદ તે પોતાના દીકરા અગત્સ્ય અને પત્ની નતાશા સાથે પૂરતો સમય વિતાવી રહ્યો છે.
View this post on Instagram
આ દરમિયાન જ ક્રિસમસના તહેવાર ઉપર હાર્દિક પંડ્યાનો એક નવો જ અંદાજ જોવા મળ્યો હતો. પોતાના દીકરા અગત્સ્ય માટે તે સાન્તા ક્લોઝ બની ગયો હતો.
View this post on Instagram
સાન્તાના કપડામાં હાર્દિક સાવ અલગ લાગી રહ્યો હતો. તેને આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે.
View this post on Instagram
સાથે હાર્દિકે લખ્યું છે કે આ મારા દીકરા અગત્સ્યની પહેલી ક્રિસમસ છે. તો ક્રિસમસ નિમિત્તે અગત્સ્ય પણ સાન્તા ક્લોઝના કોસ્ચ્યુમમાં જોવા મળી રહ્યો હતો.
View this post on Instagram
તો તેની પત્ની નતાશાનો ફરીએકવાર બોલ્ડ અંદાઝ તેની આ તસ્વીરમાં જોવા મળી રહ્યો હતો. સાથે હાર્દિક પંડ્યાએ ઘરને પણ ખુબ જ સુંદર રીતે સજાવ્યું છે.
View this post on Instagram
થોડા સમય પહેલા હાર્દિક પત્ની નતાશા સાથે ડિનર ડેટ ઉપર પણ ગયો હતો. તે દરમિયાનની તસવીરો પણ નતાશાએ પોતાના ઇન્સટાગ્રામ ઉપર શેર કરી હતી.