ખબર મનોરંજન

હાર્દિક પંડયા કંઈક આ અંદાજમાં જોવા મળ્યો દીકરા સાથે, લખ્યું- આ દિવસ હું જીવનભર નહીં ભૂલું

ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડયા અને તેની પત્ની નતાશાએ 30 જુલાઇએ દીકરા અગત્સ્યના માતા-પિતા બન્યા હતા. બંને તેના લાડલાની તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે. આ સમયે હાર્દિક પંડયા આઇપીએલને લઈને યુએઈમાં છે. હાર્દિક પંડયા દીકરા અને પત્નીને યાદ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

ક્રિકેટર હાર્દિક પંડયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે દીકરા અગત્સ્ય સાથે નજરે આવી રહ્યો છે. હાર્દિકના આ ક્યૂટ વિડીયો પર ફેન્સ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા દીકરા સાથે રમતો નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિક તેના દીકરા સાથે હાઈ-ફાઈવ કરી રહ્યો છે. થોડા સમય બાદ તે કહે છે કે, ચાલો હવે ડેડીને સુઈ જવું છે. આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, અગત્સ્ય સાથે રમવાનો સમય. આ જ વસ્તુને હું સૌથી વધુ મિસ કરી રહ્યો છું. હું આ દિવસ આખી જિંદગી યાદ રાખીશ. હાર્દિક પંડયાએ દીકરા સાથેની એક તસ્વીર પણ શેર કરી હતી. જેમાં તે દીકરાને ખભા પર રાખ્યો છે. હાર્દિકની પોસ્ટ પર નતાશાએ તુરંત જ પ્રતિક્રિયા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

હાર્દિક પંડ્યા આ દિવસોમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વ્યસ્ત છે જ્યારે નતાશા સ્ટેન્કોવિચ ઘરે છે. તે પોતાના પુત્ર અગસ્ત્ય સાથે સમય વિતાવી રહી છે. નતાશા ઘણીવાર પોતાના પુત્ર સાથે ફોટા અને વીડિયો શેર કરે છે. એક પોસ્ટ દ્વારા તેમણે કહ્યું હતું કે અગસ્ત્ય ત્રણ મહિનાનો થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

જણાવી દઈએ કે, 2020 ની શરૂઆતમાં હાર્દિક અને નતાશાએ સગાઈની ઘોષણા કરી હતી. હાર્દિકે દુબઇમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું અને સગાઈની વીંટી પહેરાવી હતી. આ વર્ષે 30 જુલાઈએ નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો. હાર્દિક અવારનવાર પુત્ર સાથે તસ્વીરો શેર કરતો હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on