ફિલ્મી દુનિયા

ક્રિકેટર હાર્દિક પંડયાના જીવનમાં આવી નવી ગર્લ્ડફ્રેન્ડ, પરિવારને પણ મળાવી ચુક્યા, જાણો કોણ છે એ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને પોતાની બિન્દાસ જીવનશૈલી માટે ચર્ચાઓમાં રહેલા ક્રિકેટર હાર્દિક પંડયા ફરી એકવાર ચર્ચાઓમાં આવી ગયા છે. અને એનું કારણ બીજું કયોય જ નહિ પણ તેમની નવી ગર્લ્ડફ્રેન્ડ છે. ખબરો અનુસાર, હાર્દિક પંડયા હાલ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકને ડેટ કરી રહયા છે.

 

View this post on Instagram

 

“When you have confidence, you can have a lot of fun. And when you have fun, you can do amazing things.” 🌹

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

કહેવાય રહ્યું છે કે હાર્દિક પોતાની નવી ગર્લફ્રેન્ડને લઈને ગંભીર છે. તેઓ પોતાના પરિવારને નતાશા સાથે મલાવી ચુક્યા છે. થોડા દિવસો પહેલા મુંબઈના બાન્દ્રામાં તેમના મિત્રોએ એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તેઓ નતાશાને લઈને પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

“I’mma keep it movin’, be classy and graceful.” ✨

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

જાણકારી અનુસાર, હાર્દિક પંડ્યાએ નતાશાને પોતાની ગર્લફ્રેન્ડ કહીને બધાને જ મળાવી હતી. આ પાર્ટીમાં હાર્દિક પંડયાને ભાઈ કૃણાલ પંડયા અને તેમની ભાભી પંખુડી શર્મા પણ હાજર હતા. નોંધનીય છે કે હાલમાં નચ બલિયે 9માં ભાગ લઇ રહેલી નતાશા એલી ગોનીની ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે. ગયા દિવસોમાં તેનું નામ પ્રિયાંક શર્મા સાથે પણ જોડાયું હતું.

મૂળરૂપથી સર્બિયાની રહેવાસી નતાશાએ 3 વર્ષની ઉંમરમાં જ ડાન્સ શીખવાનું શરુ કરી દીધું હતું. 2010માં સ્પોર્ટ્સ સર્બિયાનો ખિતાબ જીત્યા બાદ તેને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો.

 

View this post on Instagram

 

👧🏽 💟

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

હાર્દિક પંડયા વિશે વાત કરીએ તો કરણ જોહરના શો કોફી વિથ કરણમાં મહિલાઓ વિષે કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે હાર્દિક પંડયા વિવાદોમાં ઘેરાયી ગયા હતા. હાર્દિકે શોમાં મહિલાઓને લઈને ખૂબ જ ભદ્દી ટિપ્પણીઓ કરી હતી, જે પછી તેમને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

આમ છતાં પણ મહિલાઓમાં તેમના પ્રત્યેની દીવાનગી ઓછી થઇ નથી. અત્યાર સુધીમાં હાર્દિક પંડયા કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યા છે, જેમાં એલી અવરામ, એશા ગુપ્તા, ઉર્વશી રાઉતેલાનું નામ સામેલ છે.

ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર ઓલરાઉન્ડર જે પોતાની રમતના કારણે તો ચર્ચામાં રહ્યો જ છે સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને પણ ઘણો જ ચર્ચામાં રહ્યો છે.

ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી સાથે તેના જીવનમાં પણ ઘણી બધી પ્રખ્યાત છોકરીઓની પણ એન્ટ્રી થઇ હતી, પરંતુ એ બધામાંથી કોઈ હાર્દિકના જીવનસાથી બનવા સુધી ના પહોંચી શકી

પરંતુ હાલમાં જ એક અભિનેત્રી સાથે હાર્દિક ચર્ચામાં આવ્યો અને તેના લગ્ન પણ આ આભિનેત્રી સાથે જ થઇ શકે છે એવું પણ ચર્ચામાં આવ્યું છે તેની પાછળનું કારણ એ છે કે આ અભિનેત્રીને હાર્દિક પોતાના ઘરે પણ લઇ ગયો અને પોતાના પરિવારજનો સાથે પણ મળાવી. હાર્દિકના પરિવારને આ અભિનેત્રી પસંદ પણ આવી ગઈ છે. બાદશાહના એક ગીત “ડીજે વળે બાબુ મેરા ગાના બજા”થી લોકોના નજરમાં અને ચર્ચામાં આવેલી અભિનેત્રી નતાશા સ્તાંકોવિક સાથે હાર્દિકને છેલ્લા લાંબા સમયથી મિત્રતા ચાલી રહી છે. નચ બલિયેમાં નતાશા પોતાના જૂના બોયફ્રેન્ડ એલીઓ ગોની સાથે પણ જોવા મળી હતી. થોડા સમય પહેલા જ હાર્દિક નતાશાને પોતાના ઘરે પણ લઈ જઈને પોતાના પરિવારને મળાવી હતી. તેના પરિવારને પણ નતાશા ખુબ જ પસંદ આવી અને હાર્દિકના નતાશા સાથે લગ્ન કરવા ઉપર તેમને કોઈ વાંધો પણ નથી.

જો નતાશા સાથે બધું જ બરાબર રહેશે તો ટૂંક સમયમાં હાર્દિકના ઘરે પણ લગ્નનું ઢોલ ગુંજી ઉઠશે એમાં નવાઈ નથી.

હાર્દિક પોતાની સર્જરી માટે લંડનમાં હતો ત્યારે હાર્દિકના જન્મ દિવસ ઉપર નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં હાર્દિક સાથેનો ફોટો પોસ્ટ કરી અને એક સુંદર સંદેશ પણ આપ્યો. “મારા સૌથી પ્રિય મિત્ર… સૌથી મજબૂત અને સુંદર આત્મા… આ વર્ષ તમારા માટે રોલર કોસ્ટર સમાન રહ્યું છે. કેટલીક સારી બબબતો પણ બની અને કેટલીક ખરાબ પણ, પરંતુ એને તમને મજબૂત બનાવ્યા. તમે અમારા સૌના માટે એક પ્રેરણા સમાન છો. તમે તમારા પોતાના માટે જે પણ કઈ કર્યું છે એના માટે અમને તમારા ઉપર ગર્વ છે.”

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.