ખબર

કારના ખુબ જ શોખીન હતા હાર્દિક પંડ્યાના પિતા, નિધનના બે દિવસ પહેલા જ પંજાબથી લાવ્યા હતા શાનદાર જીપ

ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યા શનિવારના રોજ આ દુનિયાને અલવિદા કહીને હંમેશને માટે ચાલ્યા ગયા, 71 વર્ષની વયે તેમનું હૃદયરોગના કારણે નિધન થયું. પિતાના નિધન બાદ પંડ્યા બ્રધર્સ ખુબ જ દુઃખી છે.

હાર્દિક અને પત્ની નતાશાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી છે.હિમાંશુ પંડ્યાએ ખુબ જ મહેનત કરી અને તેમના દીકરાઓને ક્રિકેટર બનાવ્યા છે. તેમને ખુબ જ ગરીબીમાં પોતાનું જીવન વિતાવ્યું છે.

દીકરાઓને ખુશ રાખવા માટે તેમને બધા જ પ્રયત્નો કર્યા છે. ઉત્તરાયણના એક દિવસ પહેલા જ એટલે કે 13 જાન્યુઆરીના રોજ હિમાંશુ પંડ્યા પંજાબથી એક શાનદાર જીપ લઈને આવ્યા હતા. જેમાં  તે બે દિવસ સુધી ફર્યા.

એલેમ્બિક રોડ પર આવેલા એફબી સ્ટેડિયમમાં મેચ જોવા માટે પણ એ જીપ લઈને પહોંચ્યા હતા. પોતાના મિત્ર વારસ અલી પીરઝાદા સાથે ફર્યા પણ હતા. હિમાંશુ પંડ્યા સુરતની અંદર ફાઇનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ આર્થિક કારણોસર તેઓ વડોદરા આવી ગયા હતા, અને વડોદરામાં તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા.

હાર્દિક અને કૃણાલને ક્રિકેટનો ખુબ જ શોખ બાળપણથી જ હતો.પોતાના સંતાનોનો ક્રિકેટ પ્રત્યેનો શોખ જોઈને પોતાની આર્થિક સ્થિતિ સારી ના હોવા છતાં પણ તેમને કિરણ મોરે એકેડમીમાં એડમિશન આપાવ્યું હતું.

જ્યારે હાર્દિક ધોરણ-9માં નાપાસ થયો ત્યારે તેને પોતાનું બધું જ ધ્યાન ક્રિકેટ તરફ લગાવ્યું હતું અને પોતાનો અભ્યાસ પણ છોડી દીધો હતો.હાર્દિક જ્યારે 17 વર્ષનો થયો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કીટ પણ નહોતી, બંને ભાઈઓ લગભગ એક વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોશિયેશન પાસેથી કીટ લઈને રમતા હતા.

અંડર-19માં રમત દરમિયાન પણ તેમની આવક એટલી વધી નહોતી.પરંતુ આ દરમિયાન જ આઇપીએલની શરૂઆત થઇ અને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા હાર્દિકને ખરીદ્યા બાદ પરિવારનું જીવન બદલાઈ ગયું હતું.

ત્યારબાદ બંને ભાઈઓનું સિલ્કશન ભારતીય ટીમમાં પણ થયું.આજે તેમની પાસે દુનિયાની દરેક ખુશી પણ છે પરંતુ પિતાના અકાળે થયેલા નિધનથી હાર્દિકના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.