જ્યોતિષ શાસ્ત્ર

દરરોજ સવારે કરો આ મંત્રનો જાપ, બજરંગબલી તમારા શત્રુઓને આપશે દંડ, ફાંફા પડી જશે

એક નાનકડો મંત્ર તમારા શત્રુઓની તમામ મહેનત પર પાણી ફેરવી દેશે, જાણો

હનુમાન દાદાનું નામ માત્ર લેવાથી સંકટો દૂર થાય છે. એટલે જ તેમને સંકટ મોચન કહેવામાં આવે છે. હનુમાન દાદા આ પૃથ્વી ઉપર અજર અમર દેવતા છે. તે હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે તેમજ તેમને સંકટથી પણ દૂર કરે છે માટે જ તેમના ભક્તો શનિવાર અને મંગળવારના દિવસે દાદાના મંદિરે જઈને તેલ અને સિંદૂર અર્પણ કરે છે.

Image Source

આજનો સમય ખુબ જ ભાગદોડ વાળો બની ગયો છે. મોટાભાગના લોકો પાસે ભગવાનની ભક્તિ કરવાનો પણ સમય નથી હોતો તે છતાં પણ ઘણા લોકો શનિવાર અને મંગળવારના દિવસે ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે. આપણને સૌને ખબર છે કે હનુમાન ચાલીસામાં કેટલી બધી તાકાત રહેલી છે. મનુષ્ય જીવનની દરેક પરિસ્થિતિમાં હનુમાન ચાલીસા ખુબ જ ઉપયોગી બને છે.

પરંતુ આજે અમે તમને હનુમાન દાદાના સુરક્ષા કવચ મંત્ર વિશે જણાવીશું. જેનો તમે સવારે પાઠ કરો છો તો તમારી આસપાસ સુરક્ષા કવચ બની જાય છે અને દિવસ દરમિયાન આવનારી તમામ મુસીબતો પણ દૂર થાય છે.

Image Source

મેત્રોચ્ચાર કરવાની રીત:
હનુમાનજીના આ રક્ષા કવચ મંત્રના ઉચ્ચારણ માટે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, ત્યારબાદ ઊનનું એક આસાન લઈને હનુમાન દાદાની પ્રતિમા સામે બેસવું. મંત્રોચ્ચાર કરતા પહેલા ભગવાન શ્રી રામનું સમરણ કરવું, કારણ કે હનુમાન દાદા પણ ભગવાન શ્રી રામના પરમભક્ત હતા જેના કારણે હનુમાન દાદાની કૃપા તમને વહેલી મળી શકે છે.

ભગવાનનું ધ્યાન ધાર્યા બાદ હનુમાન દાદાને સિંદૂર, જનોઉ, ચોખા અર્પણ કરવા જોઈએ, ત્યારબાદ રુદ્રાક્ષની માલા હાથમાં લઈને “ૐ શ્રી હનુમંતેયઃ નમઃ” મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.

આ મંત્રનો જાપ કરવાના કારણે તમારી આસપાસ 24 કલાક સુધી એક સુરક્ષા કવચ બનેલું રહે છે. જેના કારણે દિવસ દરમિયાન તમારા માથે આવનારી મુશ્કેલીઓ તમારાથી દૂર રહે છે. આ મંત્રનો જાપ રોજ કરવો જોઈએ.

આ સિવાય પણ બીજા કેટલાક મંત્રો દ્વારા તમે બીજા કેટલાક કાર્યોમાં પણ સફળતા મેળવી શકો છો.

Image Source

મનોકામના પૂરતી માટે:
તમારા મનમાં રહેલી કોઈ મનોકામનાની પૂર્ણ કરવા માટે હનુમાનજીનું ધ્યાન ધરી અને “महाबलाय वीराय चिरंजिवीन उद्दते, हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये” મંત્રનો જાપ કરવો જોઈએ.

દેવું ઉતારવા માટે:
જો તમે કોઈ દેવાની અંદર ફસાઈ ગયા હોય અને બહાર નીકળવાનો કોઈ માર્ગ ના મળી રહ્યો હોય તો હનુમાન દાદાનું દિલથી સ્મરણ કરીને “ॐ नमो हनुमते आवेशाय आवेशाय स्वाहा” મંત્રનો જાપ કરવો જોઈએ.

Image Source

સંકટ નિવારણ માટે:
હનુમાન દાદાને સંકટ મોચન કહેવામાં આવે છે તે પોતાના ભક્તોના દરેક સંકટો દૂર કરે છે તમારા જીવનમાં પણ કોઈ સંકટ હોય તો દાદાનું ધ્યાન ધરી અને “ॐ नमो हनुमते रुद्रावताराय सर्व-शत्रु-संहारणाय, सर्व-रोग-हराय, सर्व-वशीकरणाय, राम-दूताय स्वाहा” મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રના જાપથી ના માત્ર સંકટ દૂર થશે પરંતુ તમારા જીવનમાં રહેલા શત્રુઓનો પણ નાશ થશે.