જ્યોતિષ શાસ્ત્ર

બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી એક વાર કરીલો આ મહાઉપાય, હનુમાનજી કરી દેશે માલામાલ

આપણે સૌ જાણીએ છીએ કે હમનુમાંજી કષ્ટભંજન દેવ છે, તેઓ પોતાના ભક્તોના કષ્ટો દૂર કરે છે અને તેમની પડખે હંમેશા ઉભા રહે છે, જો હનુમાનજીની સાચા માંથી ભક્તિ કરવામાં આવે તો તે જરૂર કૃપા કરે છે. હનુમાન દાદાની ભક્તિ કરવા માટે શનિવાર અને મંગળવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. આજે અમે તમને હનુમાન દાદાની કૃપા મેળવવા માટે શનિવાર અથવા મંગળવારના બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી એક ચમત્કારિક મંત્રનો જાપ કરવાનું જણાવી રહ્યા છે, તેના દ્વારા તમે માલામાલ પણ થઇ શકો છો અને હનુમાનજીની કૃપા પણ તમારા ઉપર વરસશે.

Image Source

આ રીતે સિદ્ધ કરો હનુમાન યંત્ર:
શુક્લ પક્ષના કોઈપણ શનિવાર અને મંગળવારના દિવસે બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધીમાં શુદ્ધ થઈને હનુમાનજીના મંદિર અથવા પોતાના જ ઘરની અંદર પૂજા સ્થળ ઉપર પશ્ચિમ દિશા તરફ મોઢું કરીને લાલ રંગના આસાન ઉપર બેસી જાઓ. હવે સામે બીજું લાલ રંગનું આસાન પાથરી તેના ઉપર થોડા ચોખાની એક ઢગલી કરો. ચોખાની એ ઢગલી ઉપર તાંબા અથવા ચાંદીનું હનુમાનજીનું યંત્ર સ્થાપિત કરી દો. યંત્રની ઠીક સામે જ એક ગાયના ઘીનો દિપક પ્રગટાવો.

આ મંત્રથી સિદ્ધ કરો હનુમાન યંત્ર:
વિધિવત હનુમાનજીનું આહવાન કરી અને પૂજા કાર્ય બાદ હનુમાનજીના ।।ॐ हं हनुमते रुद्रात्मकाय हुं फट्।। મંત્રની 5 હજાર સ્ફટિકની માળા કરો. મંત્ર જયપુ પૂર્ણ થયા બાદ આજ મંત્રનું ઉચ્ચારણ કરી અને 500 મંત્રોથી હવન કુંડમાં ગાયના ઘીથી આહુતિ આપો. હવન પૂર્ણ થયા બાદ હનુમાન યંત્રને હવનની ઉપરથી 21 વાર ફેરવીને પૂજા સ્થળ ઉપર રાખી દો. પૂજા સમાપ્ત થયા બાદ તે હવનનની થોડી ભસ્મને હનુમાન યંત્ર ઉપર લાગવી એ યંત્રને કાયમ પોતાની પાસે રાખી લો.

Image Source

આ ઉપાય કરવાથી થોડા જ સમયમાં હનુમાન દાદા તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી દેશે અને જીવનમાં આવનારી તમામ તકલીફોને પણ દૂર કરી દેશે.