શું તમે હનુમાનજીના સાચા ભક્ત છો? તો આ જાણો
આ ધરતી ઉપર હનુમાન દાદા અજર અમર છે. તે પોતાના ભક્તોની તકલીફ સમજે છે અને તેનું નિવારણ પણ કરતા હોય છે અને તેના કારણે જ હનુમાન દાદાને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે. જો હનુમાન દાદાની ભક્તિ પ્રેમભાવ અને સાચી નિષ્ઠાથી કરવામાં આવે તો હનુમાનજી ભક્તોની તમામ તકલીફો પણ દૂર કરતા હોય છે માટે આજે અમે તમને તમારા જીવનના કષ્ટ દૂર કરવા માટે મંગળવારના દિવસે કરવાના 8 ઉપાયો જણાવીશું, જેના દ્વારા તમે પણ તમારા જીવનમાં આવેલા તમામ સંકટોને દૂર કરી શકશો.

મંગળવારના દિવસે હનુમાનજીના મંદરીમાં અથવા તો તમારા ઘરમાં જ નહિ ધોઈ અને સ્વસ્થ થઇ હનુમાનજીની સામે બેસીને “ऊँ रामदूताय नम:” મંત્રનો 108 વખત જાપ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કર્યા બાદ સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ. આમ કરવાથી સંકટ મોચન તમારી ભક્તિથી જલ્દી જ પ્રસન્ન થશે અને તમને બધા જ ક્ષયત અને અજ્ઞાત પાપોથી મુક્તિ આપશે.
જો તમારે નાણાં સંબંધી કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તો મંગળવારના દીવસે હનુમાનજીની પ્રતિમા સામે સરસવના તેલનો દિપક પ્રગટાવીને તેની અંદર 2 લવિંગ રાખી દેવા.
જીવનમાં આવતા કષ્ટ અને તકલીફોને દૂર કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિની સામે બેસીને શ્રી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી ઘણો જ સારો લાભ થશે.
મંગળવારના દિવસે બજરંગબલીને સુન્દુર અને ચેમલીનું તેલ અર્પણ કરવાથી વ્યક્તિના ભાગ્યનો ઉદય થાય છે.
જો તમારા વ્યવસાયની અંદર તમે અચાનક વૃદ્ધિ કરવા માંગતા હોય તો હનુમાનજીને લાલ લંગોટી ચઢાવો, જેનાથી તમારી બધી જ મનોકામના પુરી થઇ જશે.

તમે જો કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય તો મંગળવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને દવાઓનું દાન કરો જેના કારણે તમારી બીમારી પણ દૂર થઇ જશે.
શત્રુઓ પાર વિજય મેળવવા માટે હનુમાનજીના મંદિરે જઈને ગાયના ઘીનો દીવો 5 દિવેટ વાળો બનાવીને પ્રગટાવવાથી સારો લાભ થશે.