ધાર્મિક-દુનિયા

આ 5 મંદિરોમાં કરો હનુમાનજીના અદ્દભુત રૂપોના દર્શન. દર્શન કરતા જ તમારી બધી મનોકામના પૂર્ણ થશે- વાંચો લેખ

કળિયુગમાં હનુમાનજીને જલ્દી પ્રસન્ન થાનારાં દેવતા માનવામાં આવે છે.કહેવામાં આવે છે કે હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત છે માટે આજે પણ તે ક્યાંક ને ક્યાંક હાજરા હજુર છે જ.દુનિયામાં હનુમાનજીના ઘણા એવા પ્રાચીન મંદિરો છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને હનુમાનજીના આશીર્વાદને પ્રાપ્ત કરે છે.

જો કે દરેક રોજ હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે જ છે પણ શનિવાર અને મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. દુનિયામાં ઘણા એવા પ્રાચીન અને પ્રખ્યાત હનુમાનજીના મંદિરો આવેલા છે. એવામાં આજે અમે તમને એવા 5 મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે હનુમાનજીના અલગ-અલગ રૂપના દર્શન કરી શકો છો.

1. ઉલ્ટા હનુમાનજી:

Image Source

ઉલ્ટા હનુમાનજીનું મંદિર ઉજ્જૈનથી માત્ર 30 કિલોમીટરના અંતરે સ્થિત છે. અહીં હનુમાનજીની ઉલ્ટા મોંઢા વાળી સિંદૂરથી સજેલી મૂર્તિ સ્થાપિત છે. જેને લીધે આ હનુમાનજી ઉલ્ટા હનુમાનજીના નામથી જાણવામાં આવે છે.

2. સાલાસર બાલાજી હનુમાન મંદિર:

Image Source

આ મંદિર રાજસ્થાનના ચીરૂ જિલ્લામાં છે. અહીં હનુમાનજીની આ પ્રતિમા એકદમ અદ્દભુત છે. સાલાસર બાલાજી દાઢી અને મૂંછમાં સુશોભિત છે. અહીં દૂર-દૂરથી લોકો દર્શન માટે આવે છે.

3.હનુમાનગઢી મંદિર:

Image Source

ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં પણ એક હનુમાન મંદિર છે. જેને હનુમાનગઢીના નામથી જાણવામાં આવે છે. આ મંદિર રાજદ્વારની સામે ઊંચા ટેકરા પર સ્થિત છે. અહીં મોટી સંખ્યામાં હનુમાન ભક્ત આવે છે.

4. સુતેલા હનુમાનજી:

Image Source

ઈલાહાબાદમાં કિલ્લાથી સટા સંગમના નજીક એક પ્રાચીન જનુમાનજીનું મંદિર છે. અહીં રોજ મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે પણ મંગળવારે અહીં સૌથી વધારે ભીડ હોય છે. આ મંદિરમાં હનુમાનજી એક 20 ફૂટ લાંબી મૂર્તિના રૂપમાં સુતેલી મુદ્રામા છે.

5. શ્રી પંચમુખ આંજનેયર હનુમાનજી:

Image Source

તમિલનાડુના કુંબકોનમમાં શ્રી પંચમુખી આંજનેયર સ્વામીજી નો મઠ છે. અહીં શ્રી હનુમાનજી ના પંચમુખ રૂપના દર્શન કરી શકાય છે. માન્યતા છે કે આ રૂપને હનુમાનજીએ અહિરાવણ અને મહિરાવણના વધ માટે ધારણ કર્યુ હતું.