જ્યોતિષ શાસ્ત્ર

હનુમાન જયંતિ 2021: બદલાઈ જશે ગ્રહોની દશા, રાશિ પ્રમાણે કરી લો આ ઉપાય

હિન્દૂ ધર્મમાં બજરંગબલી એવા દેવતા છે જેઓ કળયુગમાં પણ પૃથ્વી પર વિરાજમાન છે. બજરંગબલીની પૂજા કરવાથી ભક્ત દરેક પ્રકારના ડરથી મુક્તિ મળે છે અને પૂજા કરવાથી મનમાં આત્મવિશ્વાસ વધે છે. આ વર્ષે હનુમાન જયંતિ 27 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. ભક્તો ખુબ જ શ્રદ્ધાથી આ દિવસની રાહ જુએ છે અને આ દિવસના રોજ ભક્તો રામાયણ, રામચરિત માનસ, સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને હનુમાન બાહુકનો પાઠ કરે છે. સાથે જ આ દિવસે વાસ્તુના હિસાબે કરેલા ઉપાયોથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

મેષ રાશિ: મેષ રાશિના જાતકોએ એકમુખી હનુમાન કવચનો પાઠ કરવો જોઈએ તેમજ બૂંદીનો ભોગ હનુમાનજીના મંદિરે ચઢાવીને ગરીબ બાળકોમાં પ્રસાદ વહેંચી દેવાથી લાભ થશે.

વૃષભ રાશિ: આ રાશિના જાતકોએ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ તેમજ હનુમાન દાદાને મીઠી રોટલીનો ભાગ ચઢાવી તેને વાંદરાઓને ખવડાવી દેવાથી લાભ થશે.

Image Source

મિથુન રાશિ: મિથુન રાશિના જાતકોએ શ્રી રામ ચરતી માનસમાંથી અરણ્યકાંડનો પાથ કરવો જોઈએ તેમજ બજરંગબલીને 5 પાનનો ભોગ ધરાવી ગાયને ખવડાવી દેવો.

કર્ક રાશિ: કર્ક રાશિના જાતકોએ પંચમુખી હહનુમંત કવચનો પાઠ કરીને હનુમાનજીને પીળા રંગના ફૂલ ચઢાવવા જોઈએ, આ ફૂલને તેમને વહેતા પાણીમાં સમર્પિત કરી દેવા જોઈએ.

Image Source

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકોએ શ્રી રામ ચરિત માનસના બાલ કાંડનો પાઠ કરીને હનુમાન દાદાને ગોળથી બનેલી રોટલીનો ભોગ ધરાવવો અને આ રોટલી કોઈ ગરીબ તેમજ ભિખારીને ખવડાવી દેવી.

કન્યા રાશિ: કન્યા રાશિના જાતકોએ શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને શુદ્ધ ઘીના 6 દિપક પ્રગટાવી શ્રી રામ ચરિત માનસના લંકા કાંડનો પાઠ કરવો જોઈએ.

Image Source

તુલા રાશિ: તુલા રાશિના જાતકોએ શ્રી રામ ચરિત માનસના બાલ કાંડનો પાઠ કરીને હનુમાનજીને ખીરનો ભોગ ધરાવી એ ખીર ગરીબ બાળકોને સાથે ખાવાથી લાભ થશે.

વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાન અષ્ટકનો પાઠ કાર્ય બાદ ચોખા અને ગોળનો ભોગ લગાવી ગાયને ખવડાવી દેવો જોઈએ.

Image Source

ધન રાશિ: ધન રાશિના જાતકોએ શ્રી રામ ચરિત માનસના અયોધ્યા કાંડનો પાઠ કરીને હનુમાન દાદાને મધનો ભોગ ધરાવી તે મધને પોતે જ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું જોઈએ.

મકર રાશિ: મકર રાશિના જાતકોએ શ્રી રામ ચરિત માનસના કિષ્કિન્ધા કાંડનો પાઠ કરવો જોઈએ, તેમજ તેમને મશૂરનો ભોગ લગાવીને માછલીઓને ખવડાવવાથી ઘણો જ લાભ થાય છે.

Image Source

કુમ્ભ રાશિ: કુમ્ભ રાશિના જાતકોએ શ્રી રામ ચરિત માનસના ઉત્તરકાંડનો પાઠ કરીને મીઠ રોટલીનો ભોગ ધરાવવો તેમજ તે રોટલીને ભેંસને ખવડાવી દેવાથી લાભ થાય છે.

મીન રાશિ: મીન રાશિના જાતકોએ હનુમંત બાહુકનો પાઠ કરવો જોઈએ તેમજ પાઠ કરતા પહેલા હનુમાનજીના મંદિરમાં પોતાના હાથે લાલ રંગની ધજા અર્પણ કરવી જોઈએ.