જાણવા જેવું

શું સૅનેટાઇઝર લગાવી આગ પાસે જવાથી આગ લાગી શકે છે? વાંચો સાચી હકીકત શું છે?

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે મહામારી ફેલાઈ રહી છે ત્યારે આ કોરોના વાયરસથી બચવા માટે સૌથી જરૂરી જો કઈ હોય તો પોતાની સાવચેતી અને સ્વસ્થતા. વિશ્વભરમાં ફેલાઈ રહેલા કોરોના સામે રક્ષણ મેળવવા અને તેનાથી બચવા માટે ડબ્લ્યુએચઓ દ્વારા જણાવવામાં આવ્યું કે કોરોના વાયરસનો ચેપ ના લાગે તે માટે સાબુ અથવા તો સૅનેટાઇઝરનો ઉપયોગ કરવો.

Image Source

અટાયર સુધી સૅનેટાઇઝરનો ઉપયોગ જાણકાર લોકો જ કરી રહ્યા હતા, પરંતુ કોરોનાના વધતા ખતરાને જોતા જ બજારમાં સૅનેટાઇઝરની માંગ પણ વધવા લાગી અને વિશ્વભરમાં સૅનેટાઇઝરની અછત થવા લાગી, પ્રખ્યાત કંપનીઓના સૅનેટાઇઝર તો બજારમાં મળવા જ મુશ્કેલ થઇ ગયા અને ગ્રાહકો પણ કોઈપણ જાતની કંપની જોયા વિના જ સૅનેટાઇઝરની ખરીદી કરવા લાગી ગયા.

આ બધા વચ્ચે હાલમાં સોશિયલ મીડિયામાં એવી પણ ખબર ફેલાઈ રહી છે કે સૅનેટાઇઝર લગાવીને આગની પાસે જવું નહિ, સૅનેટાઇઝરમાં આલ્કોહોલ હોવાના કારણે તે ઝડપથી આગ પકડી લે છે, અને તેનાથી દાઝી જવાનો પણ ખતરો રહે છે. આ ખબર કેટલી સાચી છે એ વિશે આપણે આજે જાણીશું.

Image Source

શું ખરેખર સૅનેટાઇઝરથી આગ લાગી શકે છે?
સૅનેટાઇઝરમાં આલ્કોહોલ હોય છે, અને આલ્કોહોલ ઝડપથી આગ પકડી લે છે, તેવામાં સાવધાની પણ રાખવી જરૂરી બને છે. આ વિશે એક પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરનું જણાવવું છે કે “ગેસ, ચુલ્હા અને અગ્નિ પાસે સૅનેટાઇઝરનો ઉપયોગ ના કરવો જોઈએ, આલ્કોહોલ હોવાના કારણે તે આગ પકડી શકે છે, માટે જયારે પણ સૅનેટાઇઝરનો ઉપયોગ કરો ત્યારે હાથને પહેલા બરાબર સુકાઈ જવા દેવા, આલ્કોહોલ 10-15 સેકેન્ડમાં જ ઉડી જાય છે માટે હાથના સુકાયા બાદ જ આગથી જોડાયેલા કામ કરવા.”

ડોક્ટર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે સૅનેટાઇઝરના વધુ પડતા વપરાશના કારણે હાથ સુકાવવા લાગે છે, જેમ કોઈ એલર્જી થઇ ગઈ હોય, સતત સૅનેટાઇઝરનો ઉપયોગ કરવાના કારણે હાથમાં રહેલી નમી ચાલી જાય છે અને ઉપર રહેલી ત્વચાનું પડ પણ નીકળવા લાગે છે, તેનાથી બચવા માટે નારિયેલ તેલનો ઉપયોગ કરવો જોઈએ.

Image Source

બજારની અંદર સૅનેટાઇઝરની વધતી માંગના કારણે નકલી સૅનેટાઇઝર પણ બજારમાં મળવા લાગ્યા હતા, જે કોરોના સામે રક્ષણ આપવાના બદલે શરીરમાં નુકશાન પણ કરી શકે છે. માટે સૅનેટાઇઝર ખરીદતા પહેલા તે અસલી છે કે નહિ તે બાબતની પણ ખાસ ચકાસણી કરવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.