ફેફસાને રાખવા છે મજબૂત, બસ હદરમાં આ 3 વસ્તુઓ ભેળવી કરો ઉપયોગ

પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખોના બિલ ભરવાની હિમ્મત ન હોય તો આ ટિપ્સ વાંચી લો, જરૂર ફાયદો થશે

શરીરને હંમેશા સ્વસ્થ રાખવા માટે ફેફસાનું સારી રીતે કામ કરવુ જરૂરી છે. ફેફસાથી ફિલ્ટર થયા બાદ જ ઓક્સિજન પૂરા શરીરમાં પહોંચે છે. એવામાં ફેફસાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમારા ફેફસા સારી રીતે કામ કરતા નથી તો તમને અસ્થમા, બ્રોંકાઇટિસ, નિમોનિયા, ટીબી, કેંસર જેવી બિમારીઓનો સામનો કરવો પડી શકે છે.

ફેફસાંને મજબૂત રાખવા માટે તમારે ખોરાક પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ સિવાય યોગની સાથે કેટલાક આયુર્વેદિક ઉપાયો પણ અપનાવી શકાય છે. જેના કારણે તમારા ફેફસાં પણ મજબૂત રહેશે. જાણો સ્વામી રામદેવના એક આયુર્વેદિક લેપ વિશે જેને લગાવવાથી તમારા ફેફસા મજબૂત થશે અને કેટલીક બીમારીઓથી છૂટકારો મેળવી શકો છો.

અડધી ચમચી કાચી હળદર અથવા હળદરનો પાઉડર, 5-6 લસણ, થોડું આદુ, અડધી ડુંગળી, દિવ્યધાર

હળદર, લસણ, ડુંગળીને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો. તેમાં થોડાં ટીપાં દિવ્યધારાના નાખીને મિક્સ કરી લો. હવે આ પેસ્ટને ચેસ્ટ પર સારી રીતે લગાવી લો. ત્યારબાદ કોટનનું કપડું લપેટી લો. આનાથી ફેફસા સંબંધી બીમારીઓથી છૂટકારો મળવાની સાથે ઘણી અન્ય બીમારીઓ સામે પણ રક્ષણ મળશે.

Shah Jina