મનોરંજન

‘કરન અર્જુન’ ફિલ્મમાં હતી શાહરુખ અને સલમાનની માં નો રોલ કરનાર, આજે આવી દેખાય છે- દંગ રહી જશો

એક સમયે હતી રૂપનો અંબાર, અત્યારે આવી થઇ ગઈ..જોતા જ ચોંકી ઉઠશો

બોલીવુડનો એકે દસકો હતો જયારે ફિલ્મો જોવા માટે દૂર સુધી જવું પડતું, ટીવી ઉપર આવતી ફિલ્મો પણ લોકો ટોળા વળીને જોતા. એ સમયના કલાકારો અને એમના આગવા અંદાઝને પણ લોકો પસંદ કરતાં.

એ સમયની હિરોઈનના નામ પણ આજે ઘણા લોકોના મોઢે સાંભળવા મળે, આધુનિક યુગની હિરોઈન કરતા એ જમાનાની હિરોઈનને આજે પણ લોકો વધુ પસંદ કરે છે. એ સમયના કેટલાક અભિનેતાનો આજે પણ બોલીવુડમાં દબદબો છે. પરંતુ કેટલીક ખ્યાતનામ હિરોઈન એવા અંધારામાં ગરકાવ થઇ ગઈ છે જેના વિશે તેમના ચાહકો આજે પણ જાણવાની ઈચ્છા રાખે છે.

Image Source

આજે અમે તમને એ દસકની ખ્યાતનામ અભિનેત્રીના જીવન વિશે જણાવવા જઈ રહ્યા છે. જેને જોવા માટે લોકોના ટોળા ઉમળતા હતા, તેની આવનાર ફીલ્મોની લોકો રાહ જોતા હતાં.

Image Source

સલમાન અને શાહરુખ ખાનની “કરન અર્જુન” ફિલ્મ તો તમને યાદ જ હશે. એ ફિલ્મમાં કરન- અર્જુનની મા નો કિરદાર નિભાવનાર રાખી “મેરે કરન-અર્જુન આએંગે” ડાયલોગથી આજે પણ એટલી જ પ્રખ્યાત છે.

એ પહેલા પણ રેખાનો ફિલ્મ જગતમાં દબદબો રહેલો જોવા મળે છે. 20 વર્ષની ઉંમરથી ફિલ્મીજગતમાં પગ મૂકનારી રાખી એ સદાબહાર ફિલ્મો આપી છે.

Image Source

પરંતુ આજે રાખીને જોતા તમે કહી ઉઠસો કે આ એ સમયની મશહૂર અભિનેત્રી રાખી છે? પોતાની ફિલ્મોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી રાખીને ઘણા એવોર્ડ પણ મળ્યા. પરંતુ બોલીવુડથી દૂર થઈને છેલ્લા 15 વર્ષથી રાખી પોતાના પનવેલ સ્થિત મકાનમાં પોતાનું એકલવાયું જીવન પાસાર કરી રહી છે.

Image Source

16 વર્ષની ઉંમરમાં જ રાખીનું લગ્ન પણ થઇ ગયું હતું. બંગાળી પત્રકાર અને ફિલ્મ ડાયરેક્ટર અજય વિશ્વાસ સાથે. પરંતુ એ લગ્ન જીવન વધુ ટકી ના શક્યું અને માત્ર બે જ વર્ષમાં બંને અલગ થઇ ગયા. ડિવોર્સના 8 વર્ષ વીત્યા પછી રાખીએ પોતાના જીવનમાં રંગ ભરવાનું વિચાર્યું અને એ સમયના પ્રખ્યાત ગીતકાર ગુલઝાર જેના ગીતો આજે પણ હૃદયને મંત્રમુગ્ધ કરે છે એમની સાથે નવા જીવનની શરૂઆત કરી. રાખી અને ગુલઝાર બંને કવિતાઓ લખતા.

Image Source

રાખી અને ગુલઝારને એક દીકરી પણ છે જેનું નામ મેઘના છે. લગ્ન પછી ગુલઝાર એવું ઈચ્છતા હતા કે રાખી ફિલ્મોમાં કામ ના કરે અને રાખીએ 1976માં ગુલઝારને કહ્યા વગર જ ફિલ્મ “કભી-કભી”માં કામ કરવાનું નક્કી કરી લીધું ત્યારે બાદ ગુલઝાર અને રાખી બંને અલગ અલગ રહેવા લાગ્યા, દીકરી મેઘના તેના પિતા ગુલઝાર સાથે જ રહેવા લાગી. આજે પણ ગુલઝાર અને રાખી વચ્ચે ડિવોર્સ તો નથી થયા તો પણ બંને અલગ અલગ રહે છે.

Image Source

છેલ્લા 15 વર્ષથી બોલીવુડથી દૂર રહેલી રાખી થોડા સમય પહેલા જ મહારાષ્ટ્ર રાજ્ય ચિત્રપટ મહોત્સવ એવોર્ડમાં નજરે આવી અને ત્યાંથી જ તેમના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યા. એક સમાચાર એવા પણ છે કે રાખી એક બંગાળી ફિલ્મમાં 70 વર્ષની બ્રાહ્મણ વિધવાનો અભિનય પણ કરવા જઈ રહી છે.