મનોરંજન

‘ખુબ પૂજા કરી લીધી હવે ઉપર જઈને કરજો’ કહી શખ્સે ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારને 16 ગોળી ધરબી દીધી!

એક નાની મ્યુઝિક કેસેટ કંપનીમાંથી ધંધાનો આરંભ કરનારા ગુલશન કુમારે મ્યુઝિક જગતમાં હંગામો મચાવી દીધો હતો. કેસેટ કિંગ તરીકે જાણીતા ગુલશન કુમારનો જન્મ 5 મે 1956માં દિલ્હીમાં થયો હતો. ગુલશન કુમાર ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે પણ તે જુદી જુદી રીતે યાદ આવે છે. ચાલો જાણીએ કે કેવી રીતે ગુલશન કુમાર સંગીત ઉદ્યોગના રાજા બન્યા હતા.

Image source

ગુલશન કુમારનો જન્મ દિલ્હીના એક પંજાબી પરિવારમાં થયો હતો. એવું કહેવામાં આવે છે કે ગુલશન કુમાર નાનપણથી જ મોટા સ્વપ્નો જોતા હતા. જ્યારે તે નાનો હતો, ત્યારે તે પરિવારને મદદ કરવા માટે એક જ્યુસ શોપ ચલાવતા હતા. જ્યાંથી તેણે પૈસા કમાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ ગુલશનને નાનપણથી જ સંગીતનો શોખ હતો, તેથી તે અસલ ગીતોને પોતાના અવાજમાં રેકોર્ડ કરી ઓછા ભાવે વેંચતા હતા. જ્યારે તેને દિલ્હીમાં જગ્યા મળી ન હતી, તો પછી મુંબઇ ચાલ્યા ગયા.

Image source

મુંબઈ આવ્યા બાદ તેમણે ગીતો સાથે ફિલ્મ મેકિંગમાં પણ કામ કર્યું હતું. તેમણે 1989 માં ‘લાલ દુપટ્ટા મલમલ કા’ નામની ફિલ્મ બનાવીને ફિલ્મ નિર્માણમાં પોતાનું પહેલું પગલું ભર્યું હતું, આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ પછી 1990માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આશિકી’એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તે જ સમયે 1991 માં આમિર ખાન અને પૂજા ભટ્ટ અભિનીત ફિલ્મ ‘દિલ હૈ કી માનતા નહીં’ માં તેમના સંગીતને ફરી એકવાર સફળતા પ્રાપ્ત કરી હતી. આ પછી તે એક બાદ એક સફળતાની સીડી ચડયા હતા.

મુંબઇ આવ્યા બાદ તે ધીરે ધીરે સફળતાના શિરે ચડયા હતા. આ સ્થિતિમાં 12 ઓગસ્ટ 1997નો દિવસ તેમના જીવનનો અંતિમ દિવસ સાબિત થયો હતો. ગુલશનની હત્યા કરવા માટે શાર્પ શૂટર્સ લાવવામાં આવ્યા હતા. 12 ઓગસ્ટના રોજ મુંબઇના અંધેરી પશ્ચિમ ઉપનગરીય જીત નગરમાં જીતેશ્વર મહાદેવ મંદિરની બહાર ગુલશન ઉપર દુષ્કર્મીઓએ ફાયરિંગ કરી હતી. બ્રિટન જતાં પહેલાં નદીમ સૈફી હંમેશાં પોતાને નિર્દોષ કહેતો હતો. તેણે કહ્યું કે ગુલશન કુમારની હત્યા સાથે તેનો કોઈ સંબંધ નથી. ગુલશન કુમારને ત્રણ હત્યારાઓએ મંદિરની બહાર 16 ગોળીથી ગોળી મારી દીધી હતી અને હત્યા પાછળ દાઉદનો હાથ હોવાનું કહેવાય છે.

Image source

જ્યારે ગુલશન કુમારની હત્યા કરવામાં આવી હતી ત્યારે તેના બાળકો નાના હતા. આ સ્થિતિમાં આ અકસ્માત બાદ તેમનો આખો પરિવાર બરબાદ થઈ ગયો હતો. નાની ઉંમરમાં પિતાનું મોત થયા બાદ તમામ જવાબદારી ભૂષણ કુમાર પર પડી. ભૂષણ તેના પિતાની સખત મહેનતનો વ્યવસાય સંભાળતો હતો અને આજે ટી-સિરીઝ ભારતની સૌથી મોટી મ્યુઝિક કંપનીઓમાંની એક છે.

આજેભલે ગુલશન કુમાર આપણી વચ્ચે ના હોય નામથી વૈષ્ણોદેવીમાં ભંડારો આજે પણ ચાલે છે. કહેવામાં આવે છે કે ગુલશન માતાના ભક્ત હતા અને તેમના પુત્રો આ કામ ખૂબ જ સરળતા સાથે કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.