મનોરંજન હેલ્થ

39 વર્ષે માતા બની અભિનેત્રી ગુલ પનાગ, મોટી ઉંમરે માતા બનવામાં આવી શકે છે ખતરો, વાંચો સમગ્ર વિગત

માતા બનવું કોને ના ગમે? દરેક સ્ત્રી માતરત્વની ઝંખના કરતી હોય છે, કોઈ સ્ત્રીના જીવનમાં લગ્ન બાદની સૌથી મોટી ખુશી જો કોઈ હોય તો તે માતા બનવાની છે. પરંતુ વધતી ઉંમર સાથે ઘણી સ્ત્રીઓ એવું માનતી હોય છે કે તેમની પ્રજનન ક્ષમતા ઓછી થઇ જાય છે અને એટલે જ 40ની આસપાસ પહોંચ્યા પછી સ્ત્રીઓ માતા બનવાનું સાહસ કરતા અચકાય છે, એવું પણ માનતી હોય છે છે કે 40 બાદ માતા બન્યા બાદ ઘણી જ મુશ્કેલીઓ પણ આવી શકે છે, પરંતુ આ બધા વચ્ચે અભિનેત્રી ગુલ પાનાગે માતા બનીને 40 વર્ષની મહિલાઓને એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Gul Panag (@gulpanag) on

અભિનેત્રી ગુલ પનાગ એક માત્ર એક અભિનેત્રી જ નહિ પરંતુ એક પૂર્વ બ્યુટિશિયન, એક પ્રશિક્ષિત પાયલટ, અને બે બાળકોની એક સફળ માતા પણ છે. તેને 39 વર્ષની ઉંમરે માતા બની અને એ સાબિત કરી આપ્યું કે 40ની ઉંમરમાં માતા બનવું પણ હેલ્દી અને યોગ્ય છે.

 

View this post on Instagram

 

A post shared by Gul Panag (@gulpanag) on

હાલમાં જ ગુલ પઅંગે પોતાના બીજીવાર માતા બનવા ઉપર જવાબ આપતા જણાવ્યું હતું કે: “તે દરેક પ્રકારની ટિપ્પણીઓ અને પ્રશ્નોથી અંજાન રહે છે. “મને લાગે છે કે કોઈપણ પ્રકારના કેરિયર વિકલ્પ કે લગ્ન કરવા અને બાળકો કરવા અને એ પણ કોઈપણ ઉમરમાં કરવા તે મારા અંગત નિર્ણયો છે. આ નિર્ણયોમાં બીજા લોકોને બોલવાનો કે નિર્ણય કરવાનો કોઈ અધિકાર નથી, બાળકોમાં ઉતાવળ ના કરવી એ મારો જાગૃત નિર્ણય હતો. મને લાગે છે કે બાળક થવું એ જીવનનું મહત્વપૂર્ણ પગલું છે, અને લગ્નની જેમ જ આને કરતા પહેલા તેના વિષે સાવધાની સાથે વિચારવું જોઈએ.”

 

View this post on Instagram

 

A post shared by Gul Panag (@gulpanag) on

અભિનેત્રી ગુલ પનાગને છેલ્લે વેબ સિરીઝ “ધ ફેમિલી મેન”માં જોવામાં આવી હતી, તે કહે છે કે “ભાઈ બહેન હોવાનું મહત્વ હું સમજુ છું, માટે જ મેં બીજીવાર ગર્ભવતી બનવાનો વિચાર કર્યો.” ગુલ પનાગે હંમેશા પોતાના અંગત જીવનને કેમેરાની નજરથી દૂર રાખવાનો જ પ્રયાસ કર્યો છે. અને તેને પોતાના દીકરા નિહાલના જન્મની ઘોષણા પણ તેના જન્મના થોડા મહિના પછી જ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Gul Panag (@gulpanag) on

એક ઇન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું હતું કે “શું તે બાળક દત્તક લેવા વિશે અથવા તો સેરોગેસી વિશે વિચારી રહી છે?” ત્યારે 40 વર્ષીય ગુલ પનાગ દ્વારા કહેવામાં આવ્યું કે “મેં અત્યારે એના વિશે નથી વિચાર્યું, પરંતુ મને વિશ્વાસ છે કે નિહાલની પાસે એક ભાઈ બહેન છે, શું આ થવું જોઈએ કે કે થાય છે એનો મતલબ એ નથી કે ભગવાન કઈ નક્કી કરી શકે છે.”

 

View this post on Instagram

 

A post shared by Gul Panag (@gulpanag) on

બીજી મહિલાઓની જેમ જ ગુલ પનાગનું પણ પ્રેગ્નેન્સી બાદ વજન વધી ગયું હતું, તેના માટે ફરીવાર એજ શરીરમાં આવવું કે એવી જ બોડી માપવી મુશ્કેલી ભર્યું હતું પરંતુ તેને ખુબ જ મહેનત કરી અને પોતાની ફિટનેસ પાછી જાળવી લીધી, ગુલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે: “નિહાલ સમય કરતા બહેલો જન્યો હતો, એટલા માટે મેં વધારે વજન નહોતું વધાર્યું.” ગર્ભાવસ્થા દરમિયાન પણ તેને વજન બેલેન્સ કરવા માટે “સ્વસ્થ ખાવું અને જમતી વખતે ધ્યાન રાખવું, પ્રેગ્નેન્સીમાં સસ્ત સક્રિય રહેવાના પ્રયત્નો કરવા અને પ્રેગ્નેન્સી પછી પણ વર્ક આઉટ ઉપર પાછા જવાનો પ્રયત્ન કરવો જોઈએ” તેમ જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Gul Panag (@gulpanag) on

ગુલ પનાગ દ્વારા 39 વર્ષે બાળકને જન્મ આપ્યો હોવા છતાં પણ 40ની ઉંમર બાદ સામાન્ય મહિલાઓને પ્રેગ્નેન્સીમાં કેટલાક ખતરા આવી શકે છે જેમ કે, ઉચ્ચ રક્તચાપ, ગર્ભાવધિ મધુમેહ, જન્મ દોષ, ગ્રાભપાત, જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવું, અસ્થાનિક ગર્ભાવસ્થા જેવી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.