લેખકની કલમે

હજારો દીકરાની માતા બનેલી જીજાબાઈ જેવા વિચારો ધરાવનાર કે જેનું વ્યક્તિત્વ અદભૂત છે તેવી સુધાની વાત આજે વાંચો ગુજ્જુ રોક્સ પર…. –

એક વિધવા માનો દીકરો

સુધા નામની એક વિધવા સ્ત્રી રામપૂર ગામમાં રહેતી હતી. એને એક પરાગ નામનો દીકરો હતો. તે તેના દીકરામાં જ તેની દુનિયા જોતે હતી. તેનો સૂર્યોદય જણે સૂર્યાસ્ત તેના દીકરા પરાગના હસતાં મોઢાને જોઈને જ થતો હતો. એક નાની એવી ઝૂપડીમાં તે મા-દીકરો રહેતા. બંને ખૂબ જ ખુશીથી એકબીજાને સાથ આપી પ્રેમથી જીવન જીવતા હતા. સુધા પાસે કોઈ એવી જાયદાદ ન હતી કે ખેતર પાદર ન હતા કે એને કોઈ ચિંતા હોય. એ તો રાત દિવસ ઘરે ઘરે કામ કરવા જાય. તે તેના દીકરાને ખૂબ જ પ્રેમ કરે છે. તે ઈચ્છે છે કે તેનો દીકરો ભણી ગણીને કોઈ મોટો માણસ બને અને તેના દીકરાને એક સારી જિંદગી આપી શકે. તે તેના દીકરાનો ઉછેર સારી રીતે કરી અને ભવિષ્યનું બધુ જ વિચારી વિચારીને કોઈ પણ નિર્ણય લેતી.

તેની પાસે એટલા પૈસા ન હતા કે તે સારી રીતે અને કોઈ સારી સ્કૂલમાં તેના દીકરાને ભણાવી શકે. એટ્લે તેગામની સરકારી શાળામાં જ તેના દીકરાને ભણાવતી.

રોજ તે ઘરે ઘરે જઈને કામ કરે. પછી સાંજે રોજ તેના દીકરાને શિક્ષણનું મહત્વ સમજાવે. મહાન લોકોના ઉદાહરણો આપી તેના દીકરાને મોટીવેટ કરે ઉપરાંત પોતે અભણ હોવા છ્તા પણ એ ય એના દીકરા સાથે ભણવા બેસે. બંને મા દીકરો એકસાથે વાંચવા બેસે, લખવા બેસે ને ધીરે ધીરે સુધા પણ શિક્ષિત બની જાય છે. હવે તેને લખતા ને વાંચતાં આવડી ગયું છે. હવે તે આરામથી વાંચી શકે છે.ધીરે ધીરે તેનો દીકરો પણ મોટો થતો ગયો. હવે તે કોલેજ કરવા માટે શહેરમાં આવવા લાગ્યો. શહેરી જીવન જોયું. એ અહીના લોકો જોયા એટ્લે તેને હવે તેની મા સાથે બહાર નીકળવામાં શરમ આવવા લાગી.

હું આટલો ભણવામાં હોંશિયાર, મારા ક્લાસમાં હંમેશા મારો પહેલો જ નંબર આવે ને અત્યારે દુનિયા ક્યાંથી કપહોંચી ગઈ છે. ને હું  હજી સાવ ગરીબ નો ગરીબ જ રહ્યો.

તેના મગજમાં લધુતાગ્રંથી ઘર કરી ગઈ. તેને હવે તેની એ ગરીબ મા સાથે બહાર નીકળવામાં શરમ આવવા લાગી.ચૂના ને ખળીથે રંગાયેલી ભીંતો, ઘાસના પૂડાથી બનેલી છત વાળી ઝૂપડી હવે તેને ખૂંચવા લાગી. અત્યાર સુધી આ જ ઘરમાં તે શા માટે રહયી? શહેરમાં તો કેવા મોટા મોટા આલીશાન મકાનો ને કેવી સગવડતા. શહેરી જીવનથી અંજાઈ ગયેલ પરાગ હવે ગામડે તેની ઝૂપડીમા રહેતી માને છ મહિને પણ મળવા જતો ણ હતો. આમ ને આમ તેને કોલેજનો અભ્યાસ પૂરો કર્યો ને કોલેજના અભ્યાસ સાથે કરતો પાર્ટ ટાઈમ નોકરીમાંથી હવે તે આખા દિવસની નોકરી કરવા લાગ્યો. પરાગ હોંશિયાર અને મહેનતુ ખૂબ હતો પણ તે ભૂલી ગયો કે તેની આ આવડત અને ધગસ પાછળ એ જ ચીમડાયેલ વ્યક્તિત્વ ધરાવતી ને ઘરે ઘરે વાસણો ઉટકતી માતાના જ આ ઉતમ વિચારો છે.

શહેરમાં નોકરી કરતાં આ પરગાને ગામડે ઝૂંપડીમાં રહેતી એકલી અટૂલી મા ક્યારેય યાદ  ના આવી. પોતાનો સુંદર બંગલો બનાવી લીધો, ગાડી લઈ લીધી નોકર ચાકર રાખી લીધા પણ તે માને તો સાવ ભૂલી જ ગયો. તેને એકવાર પણ એવું ણ થયું કે હું ગામડે રહેતી એ ગરીબ માને મારી પાસે રહેવા માટે બોલાવું.

આ બાજુ સુધા પણ પોતાના દીકરાની રાહ જોયા કરતી. એક વર્ષ થયું, બે વર્ષ થયા ….તો પણ ણ આવ્યો. સુધા પોતે ખૂબ જ હોંશિયાર હતી ને આવડત વાળી પણ હતી. જો તે એના દીકરાને એક ઝૂંપડીમા પણ દુનિયા દેખાડવાની તાકાત ધરાવતી હોય તો તે તેની આખી દુનિયા જ આ ઝૂંપડી મા જ વસાવી શકવાની ક્ષમતા ધરાવે જ.

આ બાજુ પરાગ પણ શહેરનો ખૂબ મોટો માણસ બની ગયો હતો. તેણે તેની પસંદની છોકરી સાથે લવ મેરેજ કરી લીધા હતા. છોકરી કરોડોપતિ બાપની એક ને એક દીકરી હતી. તેણે ત્યાં એવું જ કહ્યું હતું કે હું અનાથ છુ. એટ્લે એ તેણે ક્યારેય સુધાની વાત તેની પત્નીને કરી ન હતી.

પરાગ એ ભૂલી ગયો હતો કે હું જેટલું શીખ્યો ને ભણ્યો એટલું જ મારી મા પણ શીખી ગઈ હતી. તેને હવે ઘરે જઈને કામ કરવાની જરૂર ણ હતી. તે પોતે હવે શિક્ષિત હતી. તેણે તેની દુનિયા અલગ જ બનાવવાનું વિચારી લીધું. તેણે ઘરકામ કરવાનું છોડી ગામના જે બાળકો ભણી નથી શકતા તેણે શિક્ષણ આપવાનું શરૂ કર્યું. એને વ્હાલી એ જ ઝૂંપડી ને એજ કાચી કાચી દીવાલો. પણ એમાં રંગો શિક્ષણના પૂર્યા એમાં.પહેલા આખા ગામમાંથી ખાલી ચાર પાંચ જ છોકરા છોકરીઑ ને એ ભણાવતી. પણ તેની આવડત ને થોડો નસીબનો સાથ એ સુધાના ઘરે રોજ એક બે નહી પણ પૂરા 500 ગામના છોકરાઓ ભણવા આવવા લાગ્યા ને એ પણ એ શિક્ષણ મફતમાં આપતી. એક રૂપિયો પણ તે લેતી નહી કોઈનો..કોઈ આપે તો કહેતી વિધ્યાદાનના પૈસા ણ હોય. આ તો જેમ આપીએ તેમ વધે. હવે ગામના શિક્ષિત જુવાનિયા પણ તેની મદદ માટે આવવા લાગ્યા. આખા ગામમાં સુધાને બધા સાક્ષાત મા સરસ્વતીનો અવતરા સમજતા. ને નાના મોટા સૌ તેણે આદર અને માન આપતા.હવે બન્યું એવું કે પરાગના સાસરાની ફેક્ટરીમાં કરોડોનું ટર્ન ઓવર થાય છે. ને મોટું ફંક્શન રાખવામા આવે છે. જેમાં શહેરના જાણીતા બિઝનેસમેન અને અધિકારીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ સમારંભમાં જિલ્લા કલેક્ટર પણ આવવાના હતા ને એમની એક સુંદર સ્પીચનું આયોજન રાખવામા આવ્યું હતું.

જેમાં કલેકટરે પોતાની સ્પીચ આપે છે. અને કહ્યું કે હું જે કાઇ છુ તે આજે મારી માના કારણે છુ, આ માતા મારી સગી માતા નથી પણ જીજાબાઈ અને કૌશલ્યા જેવા વિચારો ધરાવનાર આ સ્ત્રીએ જ્યારે મને શિક્ષણ આપવાનું શરૂ કર્યું ત્યારે હું એક સાવ સામાન્ય ખેડૂતનો દીકરો હતો. પણ જેમ લોઢાને ટીપી ટીપીને સોનું બનાવી શકાય તેમ મને પણ ટીપી ટીપીને ઘડવામાં આ મારી માનો પૂરો સાથ છે. અત્યારે હું જે પદ પર મારા જ જીલ્લામાં છુ એનું કારણ આ સાક્ષાત સરસ્વતીની મુર્તિ સમાન મારી મા છે. જેનો દીકરો હું એક નથી પણ મારા ગામના દરેક દીકરા દીકરીઓ એના દીકરા છે. ભગવાને આજે એને હજારો દીકરાનો પ્રેમ આપ્યો છે. તમે સાચું નહી માનો આ વાતને એટ્લે જ આજે હું મારી માના અદભૂત કાર્યનો વિડીયો તમને પ્રોજેક્ટર દ્વારા દેખાડવા જઈ રહ્યા છુ. જે જોઈને અહીંયા ઉપસ્થિત સૌ હેરાન પરેશાન થઈ જશો. ને આ ધરતી પરની સાક્ષાતદેવી ને આવનારા દિવસોમાં સરકાર પદ્મશ્રી એવોર્ડ પણ આપવાની છે.
પ્રોજેકટરમાં વિડીયો જોતાં જ પરાગને આખા શરીરે પરસેવો વળી જાય છે. એ જે માને ગરીબ અને લાચાર સમજતો હતો આજે એ મા પાસે એના જેવા હજારો દીકરા દીકરીઓનો પ્રેમ હતો. જ્યારે તેની પાસે કશું જ ણ હતું. જો તે આ વાત કદાચ કહે તો તેની પત્ની પણ તેને છોડી શકે છે. એવી પરિસ્થિતી આજે પરાગની બની ગઈ હતી.પરાગને એવું હતું કે હું મારી માને ભૂલી ગયો છુ. પણ એ ખોટો સાબિત થયો. તેની મા પાસે એટલી બધુ કામ હતું કે તેની મા જ તેણે યાદ નહોતી કરતી. હવે એ જમાનો ગયો જેમાં મા દીકરાને યાદ કરી રોતી રહેતી. ઇનો આજે અહેસાસ પરાગને થયો ને પરાગ નથી રડી શકતો કે નથી હસી શકતો. ને છેલ્લે પોતાની જ માની સ્ટોરી સાંભળી બધાની સાથે એ પણ તાળીઓ પાડવા લાગ્યો. પણ પોતાની જન્મઆપનાર મા જીવીત હોવા છ્તા તે આજે સાચ્ચે જ અનાથ બની ઊભો છે. હાથના કર્યા હૈયે વાગ્યા હોય એવું પરાગ મહેસૂસ કરી રહ્યો હતો.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.