લેખકની કલમે

આજે વાંચો બે ભાઈની કહાની, ક્યારેય પ્રેમ તો ક્યારેક મીઠા ઝઘડા, આ વાર્તા વાંચીને તમને પણ તમારા ભાઈ યાદ આવી જશે….

ભાઈ જેવો મિત્ર

“મિત્રતા ના નામ પર કલંક છે તું .” રોહન બોલી પડ્યો. “આજ પછી ક્યારેય મારી સામે ન આવજે નહીં તો હું તારો શું હાલ કરીશ તે સપના માં પણ નહીં વિચાર્યું હોય . નીકળ અહીંયા થી.”નિલેશ ને ધક્કો મારતા ઘર ની બહાર કાઢ્યો.

“પણ યાર મારી વાત તો સાંભળ.” નિલેશ બોલતો હતો ત્યાં રોહન એ તેના ગાલ પર ધસમસતો એક લાફો મારી દીધો.અને સાથે બોલ્યો ,”કહ્યું ને નીકળ અહીંયા થી . ભાઈ માનતો હતો તને હું , નાનપણ થી હંમેશા મારી મા ના બે જ દીકરા રહ્યા છે , પણ તારા જેવો અનાથ ક્યારેય આવા પ્રેમ ને સમજી જ ન શકે. ”

હોસ્પિટલ ની લોબી ના દરવાજા પાસે થતા આ અવાજ ને સાંભળી નર્સ દોડતી આવી અને બોલી કે ,” આ હોસ્પિટલ છે , શાંતિ જાળવી રાખો , ઝઘડવું હોય તો બહાર જઈ ને ઝઘડો.”

નર્સ ની વાત સાંભળી ને રોહન બે ક્ષણો પૂરતો મૌન થઈ ગયો. અને પછી કાંઈ બોલ્યા વિના આંખ માં આવેલ આંસુ ને લૂછતો અંદર ની તરફ ચાલવા લાગ્યો. નિલેશ એની પાછળ દોડ્યો. ત્યાં સિયા એ તેને રોક્યો અને બોલી ,” નિલ જવા દે એને અત્યારે ,કોઈ વાત સમજી શકે એ હાલત માં નથી એ.”

“સિયા ,પણ મારો કોઈ દોષ નથી ,મને આંટી એ જ ફોર્સ કર્યો હતો એટલા માટે તો હું તેમને ઘર માં એકલા છોડી ને ગયો હતો. ”

“નિલ શાંત શાંત , મને ખબર છે , મારી પણ રોહન ના મમ્મી સાથે વાત થઈ હતી , એમને મને કહ્યું હતું , પણ રોહન ની હાલાત પણ સમજ , એની મમ્મી એના માટે સૌથી વધુ મહત્વ ધરાવતી વ્યક્તિ છે એની લાઈફ માં.
એ બસ અત્યારે સ્ટિટ્યૂએશન સમજી શકે એવી હાલાત માં નથી. પ્લીઝ તું સમજ. હમણાં એને એકલો છોડી દે. જેમ પરિસ્થિતિ થોડી ઠંડી થશે હું તને કોલ કરું છું. પ્લીઝ નિલેશ.” સિયા નિલેશ ને શાંત કરાવી ને ત્યાં થી જવા માટે ની શિખામણ આપતા બોલી.

નિલેશ કાંઈ બોલ્યા વિના ત્યાં થી નીકળી ગયો. અને સિયા બીજા ફ્લોર પર ICU ની બહાર બેઠેલ રોહન પાસે પહોંચી. રોહન ની નજર ICU ના દરવાજા પર સ્થિત હતી. સિયા તેની પાસે પહોંચી અને તેની પાસે બેસી અને બંને ખબા પર પોતાનો હાથ રાખી અને ઓલમોસ્ટ ગળે મળી.

રોહન એની લાગણીઓ પર નો કંટ્રોલ ખોઈ અને સિયા ને ગળે મળી અને રડી પડ્યો. રોહન દિલ ખોલી ને રડ્યો. સિયા એ બસ એનો હાથ પકડી ને બેઠી રહી.

આટલા માં ત્યાં બીજી નર્સ હાથ માં દવા ની અને ઈન્જેકશન ની ચિઠ્ઠી લઈ ને આવી પહોંચી.

રોહન એ તેની લાગણી પર કંટ્રોલ કર્યો અને આંસુ ની ધારા લૂંછતો દવા લેવા માટે મેડિકલ તરફ ચાલતો થઈ પડ્યો. મેડિકલ તરફ જતો હતો ત્યાં તેનું ધ્યાન લોબી માં બેઠેલ નિલેશ પર પડ્યું. તેને ઇગ્નોર કરી એ દવા લેવા પહોંચ્યો.

નિલેશ તેની પાસે આવી ચૂપ ચાપ ઉભો રહ્યો. રોહન એ બને તેટલો તેને ઇગ્નોર કર્યો. અને રોહન દવાઓ લઈ સીધો ચાલવા લાગ્યો. નિલેશ એની પાછળ ચાલવા લાગ્યો. ICU બહાર પહોંચી દવાઓ નર્સ ને આપી અને રોહન સિયા પાસે જઈ અને બેસી ગયો. અને નિલેશ ત્યાં જ સાઈડ માં જઈ અને ઉભો રહી ગયો.

ત્યાં નિલેશ નો ફોન રણક્યો. નિલેશ એ ફોન ઉપાડ્યો. સામે છેડે થી અવાજ આવ્યો. “મિસ્ટર નિલેશ કોંગ્રેટયૂલેશન્સ તમને જોબ મળી ગઈ છે ,તમે કાલ થી જોઈન કરી શકો છો.”

નિલેશ એ શાંત અવાજ માં જરા પણ એક્સાઇટમેન્ટ બતાવ્યા વિના જવાબ આપ્યો “થેન્ક યુ સો મચ, પણ એક રિકવેસ્ટ છે હૂં કાલ થી જોઇન નહીં કરી શકું. નેક્સ્ટ મનડે થી જોઈન કરીશ.”

થોડી વાત કરી નિલેશ એ ફોન કટ કરી નાખ્યો.

ત્યાં રોહન બોલી પડ્યો ,”મળી ગઈ ને જોબ તો હવે કાલ થી જ જોઈન કરી લે ને , આ નેક્સ્ટ મનડે ના ડ્રામા શા માટે કરે છે , આમ પણ તારી કોઈ જરૂર નથી અહીંયા , હું આવી ગયો છું હવે મારી મા નું ધ્યાન રાખીશ.”

” એ મારી પણ મા છે.” નિલેશ બોલી પડ્યો.

“તું એને તારી મા માનતો હોત ને તો એને બીમાર હાલત માં છોડી અને જોબ માટે ઇન્ટરવ્યૂ દેવા ન જાત. તને ખબર જ હતી ને કે એમને ડાયાબીટીસ અને બ્લડપ્રેશર બંને બીમારી છે. હાલતા ચાલતા એમનું બીપી લો થઈ જાય છે. તો ભી તું એમને છોડી ને ગયો. હું મારી જોબ ને કારણકે આઉટ ઓફ ટાઉન જવા નો જ નહતો ,પણ ના તે મને કન્વીનસ કર્યો તે કહ્યું હતું કે , રોહન તું જા હું છું અહીંયા મા પાસે. હું રાખીશ એમનું ધ્યાન. અને સાથે સિયા ને પણ લઈ જા , એનો પણ હોલીડે થઈ જશે. ”

રોહન ઉભો થઇ અને નિલેશ પાસે બોલતા બોલતા પહોંચ્યો ,”અને તે તો એમ કહ્યું હતું ને કે તું હમણાં કોઈ જોબ કરવા નથી માંગતો , તું કંઈક તારું સ્ટાર્ટ કરવા માંગે છે. એની પ્રેપેરીંગ માટે તને થોડો સમય જોઈએ છીએ, તો આ અચાનક ઇન્ટરવ્યૂ ,જોબ…શા માટે?

તારા ભરોસે જ હું મમ્મી ને છોડી ને ગયો હતો અને તું… ” રોહન બોલતો હતો .

ત્યાં ડોકટર એ આવી ને કહયું ,”તમને લોકો શારદા દેવી ને મળી શકો છો. એ હજુ હમણાં જ ભાન માં આવ્યા અને તુરંત તમને મળવા ની જિદ્દ કરવા લાગ્યા. મેં એમને ના પાડી તો એમને મને કહ્યું કે

“મારા બંને છોકરાઓ ઝઘડતા હશે ,જો હું બંને ને શાંત નહીં કરાવું તો આ ઝઘડો એ લોકો ક્યાંય લાંબો ખેંચશે. અને મને ખબર છે મારી વહુ બંને ને કંટ્રોલ નહીં કરી શકે ,એ મારે જ કાન ખેંચી ને ચૂપ કરાવવા પડશે.”

“મને લાગ્યું શારદા દેવી ખોટું બોલતા હશે પણ અહીંયા તમને જોઈ ને એવું લાગે છે કે ના એ સાચું જ કહે છે , જાઓ તમે લોકો અંદર અને હા અંદર જઈ એમની સામે ઝઘડો ના કરતા.”

ડોકટર આટલું કહી ને ચાલતા થઈ ગયા.

ત્રણેય અંદર પહોંચ્યા અને અંદર પહોંચતા ની સાથે જ રોહન દોડતો એની મમ્મી ને ગળે વળગી ગયો. મમ્મી એ તુરંત એનો કાન મરોડ્યો અને બોલી ,” કેટલું ખિજાયો છો નિલ ને?”

“ઘણું બધું મમ્મી, ન બોલવા નું પણ ઘણું બોલી ગયો. અને મને કહે કે તમે મારા મમ્મી નહીં.” નિલ ત્યાં પાસે આવી ને બેસતા બોલ્યો.

“નથી જ , તમને ઘર માં એકલા છોડી ને ઇન્ટરવ્યૂ આપવા ચાલ્યો ગયો …” રોહન આટલું બોલ્યો ત્યાં ફરી મમ્મી એ કાન મરોડ્યો અને બોલી.

“મેં જ એને મારા સમ આપી ને ઇન્ટરવ્યૂ દેવા મોકલ્યો હતો. એની લાઈફ એના કરિયર નું પણ જોવા નું હોય ને , તને બીઝનેસ ટ્રીપ પર મોકલું તો મારે મારા બીજા દીકરા ના બિઝનેસ વિસે પણ કંઈક વિચારવું પડે ને. એ જોબ એ ઇન્ટરવ્યૂ જરૂરી લાગ્યું મને એના ફ્યુચર માટે . એટલે મેં જ એને જવા નું કીધું હતું.
એ અરસા માં મારુ બીપી લો થઈ ગયું એમાં કોઈ નો વાંક નથી બસ તારો જ વાંક છે.”

“મારો શું દોષ…?” રોહન બોલી પડ્યો.

“કેટલી વખત કહ્યું છે ને કે વીજળી નું બિલ સમયસર ભરતો જા , ગરમી માં પંખો બંધ થઈ ગયો. તો..”

“પણ આ વખતે બિલ ભરવા નો ટર્ન નિલ નો હતો.” રોહન બોલ્યો.

“ના હો ,ગયા મહિના નું મેં ભર્યું હતું , આ મહિને તારો વારો હતો. જોયુ જોયું મમ્મી ,કેટલી મોટી ભૂલ. અને ભાઈ તારે કારણે જ મમ્મી અહીંયા હોસ્પિટલમાં છે.” નિલ બોલ્યો.

“હા ,તો હું ભૂલી ગયો તો તારે યાદ કરી ને ભરી દેવું જોઈતી હતું ને” રોહન અને નિલેશ બંને દલીલ કરવા લાગ્યા. મમ્મી એ બંને ના કાન એક સાથે મરડ્યા. “છ વર્ષ ના નથી તમે બંને, ચાલો સોરી કહો એક બીજા ને ચાલો.”

રોહન નિલેશ ને ગળે મળી ને બોલ્યો”સોરી યાર થોડો ડરી ગયો હતો એટલે બોલાય ગયું. જે બોલ્યો છું એ પાછું તો નહીં લઈ શકું પણ આટલું કહીશ કે દિલ થી નહતું કહ્યું તો દિલ પર ન લેજે.”

બંને ગળે મળ્યા.

ત્યાં નર્સ આવી ને બોલી કે સાંજે શારદા દેવી ને ડિસ્ચાર્જ મળી જશે. તમે એમને સાંજે ઘરે લઈ જઈ શકશો.

ત્યાં મમ્મી બોલી ,”મારે ઘરે નહીં જવું ”

રોહન અને નિલેશ બંને સાથે બોલી પડ્યા ,”કેમ?”

“કારણકે ઘરે લાઈટ નથી.” મમ્મી બોલી.

ત્યાં પાછળ ઉભેલ સિયા મોબાઇલ બતાવતા બોલી ,”મમ્મી જી આવી જશે સાંજ સુધી માં લાઈટ ,બિલ ભરાઈ ગયું છે.”

મમ્મી એને પાસે બોલાવી ને કહ્યું ,” અમે બે જ છીએ સમજદાર ઘર માં બાકી ના બંને તો નમૂના ભર્યા છે.”

“મમ્મી….” નિલેશ અને રોહન બંને સાથે બોલી પડ્યા.

“હું નહીં ,આ રોહન નમૂનો છે…” નિલેશ બોલ્યો.

અને ફરી બંને એક બીજા ને નમૂના કેહતા દલીલ કરવા લાગ્યા……

લેખિકા : મેઘા ગોકાણી 
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.