લેખકની કલમે

‘લચ્છો’ – સુમસામ બપોરની પ્રેમ કહાણી , બે દિલોની અજીબ આ પ્રેમ કહાણી વાંચીને તમારી આંખ પણ ભીની થઈ જશે !!

એક દિવસ રામ એક પાનના ગલ્લે ભરબપોરે બેસીને સમય વીતાવી રહ્યો હતો. ત્યારે ત્યાથી એક ફેરિયાવાળી અવાજ કરતી કરતી  નીકળે છે, “મુલતાની મિટ્ટી લે લો….મુલતાની મિટ્ટી….”

જેવો આ અવાજ રામના કાનમાં પવન વાટે સ્પર્શ થયો કે, તરત જ રામનાં કાન ચમકયા, વર્ષોથી ઉદાસ આંખોમાં એકદમ અચાનક ખુશીનાં ભાવ છલકાઈ ગયાં, ને જે દિશામાંથી અવાજ આવતો હતો, એ દિશામાં ધોડાવાટે પગ ઉપાડવા લાગ્યાં. ધીરે ધીરે રામ એ ફેરિયાવાળી સુધી પહોંચી જ જાય છે. જેટલી ઉતાવળમાં રામ એની પાછળ ભાગતો હતો, તેટલી જ ઉતાવળમાં એ ફેરિયાવાળી….બંનેએનયુ મળવું  અશક્ય લાગ્યું…એટ્લે રામે બૂમ મારી….સુનો ……મુજે લેની હૈ મુલતાની મિટ્ટી….રૂકો…..પ્લીઝ….”

પાછળથી કોઈકની બૂમો સંભળાઈ એટ્લે એ ફેરિયાવાળી પાછળવળીને જોવે છે. રામ તો એને જોતો જ રહી ગયો. હૂબહૂ એ જ ચહેરો….એ  જ અવાજ ને એ જ જોવાની અદા ને, એ જ વટનો ઠસ્સો….

“ઓ સાહબજી, ક્યાં લેનાં હૈ, જરા બોલીએ તો મુજે પતા ચલેના….ઐસે ધૂર ધૂર કે ક્યાં દેખ રહે હો .

આ સાંભળતા જ રામની તંદ્રા તૂટી….ને એ એક જ શબ્દ બોલ્યો….”લચ્છો”.

“ના ..ના મે લચ્છો નાહે, મે ધન્નો. મેરી મા હૈ લચ્છો. “

“વો કહા હૈ..

“ઈસી ગાંવ મે….આજકાલ હમને યહાં પાસમે હી ડેરા ડાલા હૈ, તો થોડે દિન યહી રહેંગે…હમ મા બેટી સાથહી આતે હૈ  ફેરી કરને….લેકીન આજ મેરી મા બીમાર હૈ. તો મે અકેલી હી આઈ હું. ઇતને મે ધૂમકર ચલી જાઉંગી. “

“મુજે તો સારી મુલતાની મિટ્ટી ચાહીએ…મે તુમ્હે પૈસા ભી દુગના દુંગા. પર તું લચ્છો કો લેકર આયે તો. “

“ઠીક હૈ, મે કલ આઉંગી”

“ધન્નો, વાયઇ કુછ રૂપયે, ઇસમે તુમ આજ લચ્છો  કા ઈલાજ કરાવાઓ. મે કલ ભી મિટ્ટી કા પૈસા તો દુંગા. આજ યે લચ્છો કે ઈલાજ કે લીએ. “

ધન્નો પૈસે લેકર ચલી ગઈ. રામ ધન્નો કો દેખાતા હી રહા દેખાતા હી રહા…

જ્યારથી ધન્નોને જોઈ છે. ત્યારથી રામ લચ્છોના જ વિચારોમાં ખોવાઈ ગયો છે. રાત્રે પથારીમાં જેવો સૂવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ પાછો રામ વર્ષો પહેલાનાં એ દિવસોમાં પહોંચી જાય છે. વિચારોમાં ને વિચારોમાં …

જ્યારે હું અંબાજીના દાંતા તાલુકાનાં એક ગામમાં નવી નવી તલાટીની નોકરીમાં લાગ્યો હતો. એ સમયે મારી ઓફિસ સામે જ ગામનો ચોરો. ને ત્યાં બેસતાં ફેરિયાઓ. કોઈ કપડાં વેંચે તો કોઈ મરો મસાલા….રોજ ઓફિસની બારીએથી દેખાતાં અજીબો ગરીબ ફેરિયાઓ. એની સંભળાતી નીતનવી બોલી.

એમાં એક દિવસ વીસ વર્ષની ફેરિયાવાળી નવી જોવા મળી. લાલ કલરનો ધેરવાળો ધાધરો ને કાળા કલરનું ભરત ભરેલું આભલાથી મઢેલું બ્લાવુઝ. ને ઉપર પારદર્શક ગુલાબી ઓઢણી. મૂળ રાજસ્થાની હોય તેવું લાગતું હતું. પહેરવેશ જોઈને. એનું રૂપ તો એને જોતાં વેંત જ કોઈ પ્રેમમાં પડે તેવું અપ્સરા જેવુ. કમળની પાંખડી જેવી એની આંખ, ગુલાબની પાંખડી જેવા એનાં કોમળ કોમળ હોઠ ને એકવડિયો બાંધો. પહેરેલ કપડામાંથી દેખાતો છાતીનો ઊભાર એની યુવાનીની ચાડી ખાઈ રહ્યો હતો. જેમ કચ્છનાં રણમાં લીલું ઝાડ ઉગ્યું હોય ને બધાની નજર એ તરફ જ ખેંચાય એમ હું પણ એ ફેરિયાવાળી તરફ ખેંચાઇ રહ્યો હતો. એ એક એવું મેગ્નેટ હતી કે હું એનાથી રોજ આકર્ષિત થતો ને એની પાસે જવા મન કરતું.

ત્યાં એક બપોરે અચાનક જ એ મારી ઓફિસ પાસે આવીને પીવાનું પાણી માંગે છે. બસ મને તો જોઈતો મારગ મળી ગયો. મે પાણી આપવાનાં બહાને એની સાથે વાતોનો દોર કેમ છો ? ને ક્યાથી આવો છો ? એ પૂછવાથી કરી. પછી તો ધીરે ધીરે અમારી વાતો દોસ્તીમાં ફેરવાઈ ગઈ. કલાકોનાં કલાકો વાતો કરતાં. પછી તો એકાંતમાં મળવા લાગ્યાં ને એ મુલાકાતો ફેરવાઇ ગઈ પ્રેમમાં. હું યુવાન ને એકલો. એ પણ યુવાન ને એકલી. બંનેને ગમતું સાથી મળ્યું ને કર્યો ગમતાનો ગુલાલ. ઓફિસ થી લઈને મારા ધરની ચાર દીવાલો સુધી અમારો સંબંધ બંધાઈ ગયો. જ્યારે એકબીજાની ખૂબ યાદ આવતી ત્યારે ત્યારે અમે બેય એકબીજાથી અધૂરાં. એકબીજાને તૃપ્ત કરી દેતાં.

મારા રૂમનો પલંગ સાક્ષી હતો અમારાં પ્રેમનો. મારાં ઘરની હવા પણ આજેય અમારાં પ્રેમની સાક્ષી હશે. જ્યારે પણ એકાંતમાં મળીએ ત્યારે એકબીજામાં ભળીને એકબીજામાં ઓગળી જતાં. મને અને એને બંનેને એકબીજાનો સહવાસ ગમતો હતો. પહેલાં મહિને મળતાં ને એકબીજામાં ખોવાઈ એક થઈ જતાં. પણ, એક સમય એવો આવ્યો કે મારે એનાં વગર શ્વાસ લેવો પણ મુશ્કેલ બનતો. ત્યારે મે નક્કી કર્યું કે હું લગ્ન તો આની સાથે જ કરીશ. હું લચ્છોને એવી બધી જ ખુશી આપવાં માંગતો હતો. જેનાથી એ ખુશ રહે. એટ્લે હિમ્મત કરી મે એનો હાથ એનાં પિતા પાસે માંગી જ લીધો.

આ વાત જાણી લચ્છો પર તો આભ જ તૂટી પડ્યું. લચ્છો એ પ્રેમ કરી કોઈ અપરાધ કર્યો હોય એમ એને અપરાધી બનાવી દેવામાં આવી. ને ઘરની ચાર દિવાલોમાં નજરકેદ રાખવામાં આવી. પછી થોડાં જ દિવસમાં કોઈને કહ્યાં વગર લચ્છોનાં ઘરનાં રાતોરાત લચ્છોને લઇને બીજા ગામ ડેરો નાખવાં ચાલ્યાં ગયાં.

હું ગાંડો બની ગયો. મારું જીવન જીવવું જ અશક્ય બની ગયું હતું લચ્છો વગર. મે મારાં પ્રેમની ગામનાં સરપંચને વાત કરી. મારો સાચ્ચો પ્રેમ જોઈ સરપંચે મને સાથ આપ્યો. અમે બેય ગામોગામ ફર્યા લચ્છોને ગોતવા. પણ …અફસોસ !!!

લચ્છો ક્યાંય મળી નહી. હવે હું એ ગામમાં પણ નહોતો રહી શકતો. ત્યાની દીવાલો, ત્યાની હવા બધે મને લચ્છો જ નજર આવતી. મે મારી બદલી કરાવવા સરપંચને વાત કરી. મે ને સરપંચે મળીને મારા વતનમાં જ  મારી બદલી કરાવી નાખી.

બદલી કરવવાથી ને વાતાવરણ બદલવાથી કોઈ થોડું એનાં અતિતને બદલી શકે ? હું ગુમસુમ રહેવાં લાગ્યો. મને એકાંતમાં બેસી રહેવું ને મૌન રહ્યાં કરવું જ ગમતું. મારા બાપુ ખૂબ અનુભવી ને હોંશિયાર હતાં. એ મારી વ્યથા સમજી ગયા. એમણે એક સંસ્કારી છોકરી ગોતી ને મારા ધડીયા લગ્ન લીધાં. ને બસ પછી હું લચ્છોને ભૂલી તો ન શક્યો. પણ, મારી પત્નીનાં પ્રેમ અને હૂંફથી જિંદગી જીવતાં શીખી ગયો.

ને આજે ……!!

ત્યાં જ રામને નીંદર આવી ગઈ. આંખો મિચાઈ ગઈ ને લચ્છોનાં જ વિચાર કરતો કરતો સૂઈ ગયો.

મોડે સુધી જાગ્યો હોવાથી રામ સવારે વહેલાં ઊઠી નથી શકતો. જાગીને ધાડિયાળમાં જોવે છે તો પૂરાં દસ વાગી ગયા હતાં. આ જ સમયે પેલા પાનના ગલ્લા પાસે ધન્નો લચ્છોને લઇને આવવાની હતી. એ યાદ આવતાં જ રામ ન તો એફઆરઇએસએચ થયો કે ન ચા પીધી. ખાલી અરિસાની સામે ઊભો રહી માથું ઓળીને પહોંચી ગયો એ પાનના ગલ્લે.

ધન્નો અને લચ્છો બરોબર એ જ સમયે ત્યાં આવી પહોંચ્યાં. દૂરથી જ લચ્છોને જોંતાવેંત જ રામ રડવાં લાગે છે. મારા પ્રેમની આ દશા !!

“લચ્છો હું રામ !! મને ઓળખ્યો ? “

“તું તો મારા શ્વાસે શ્વાસમાં છે. કોઈ શ્વાસ લેવાનું ભૂલે તો હું તને ભૂલું!”

“લચ્છો, મે તને ખૂબ ગોતી હતી. તું આમ રાતોરાત મને છોડીને… “

ક્યાંય નહોતી ગઈ. તારી એક રૂહને મારાં શરીરમાં મે સ્થાન આપ્યું હતું. ને ઘરમાં સૌને એની ખબર પડી, એટ્લે એમની આબરૂ ખાતર બધાં મને કચ્છનાં રણમાં લઈ ગયાં હતા. ને પૂરાં પાંચ મહિને ઘરમાં ખબર પડી હતી. એટ્લે એ કોઈ તારી નિશાનીને મારાથી દૂર કરી શકે એવું ન હતું. અંતે સમય અને સંજોગ સાથે લડતાં લડતાં મહામુશ્કેલીએ તું એક નવાં જન્મમાં મારી પાસે આવી ગયો મારા રામલા.

આ મારી નહી આપણી ધન્નો છે. જેવો એનો જન્મ થયો કે તરત હું મારા કામને માથે ઉપાડી એકલાં મા-દીકરી ગામોગામ ફરી જીવણ વિતાવવા લાગ્યાં.

ને આજે જો આપણી ધન્નો. કેટલી મોટી થઈ ગઈ.

ધન્નો પણ એનાં પિતાને જોતાં ભેંટી પડે છે. આમ તો લચ્છો એ ધન્નોને બધું જ કહી દીધેલ. કે તે કોની દીકરી છે. ને કેવી રીતે એનો જન્મ થયો છે તે પણ…

આજે વર્ષો પછી બાપ – દીકરીનું અને પ્રેમિકાનું એનાં પ્રેમી સાથે મિલન થયું. હજી રામ કશું બોલે એ પહેલા જ લચ્છો બોલી, રામ હવે હું ને લચ્છો તારી જિંદગીમાં ન આવી શકીએ. આટલાં વર્ષો  પછી જેમ મે મારી દુનિયાને ધન્નોમા જોઈ એમ તે પપણ તારી દુનિયામાં કોઈ જોયું હશે ! બસ, આમ મળતાં રહેંશું. બાકી તારી યાદ જ કાફી છે. મારી જિંદગી જીવવા માટે.

આમ બોલી એને ધન્નોને કહ્યું, “ ચલ ધન્નો, હમે આજ યે સારી મિટ્ટી કો બેચની હૈ. “

ને મા – દીકરીએ સૂંડલો માથે મૂકી ત્યાથી ચાલતાં થયાં. ત્યાં જ રામે એનો હાથ પકડ્યો ને એની પાસે જેટલાં હતાં, તેટલાં બધા પૈસા લચ્છોનાં હાથમાં આપી દે છે. ને વિનંતી કરે છે કે તું મારી નિશાનીને રાજકુવરીની જેમ સાચવ. જોઈએ તેટલાં પૈસા હું આપીશ. પણ એને આ સુંડલાં ……”

રામ, અને લચ્છો બંને રડી પડે છે. લચ્છો એ પૈસા લઇને ત્યાથી ચાલી નીકળી…ને રામ એની જિંદગીને દૂર સુધી જતી જોઈ રહ્યો હતો લાચાર બનીને … !!

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.