રસોઈ

ગુજરાતી કઢીની રેસિપી નોંધી લો અને આજે જ બનાવો – એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય, જાણો શું છે તેની રેસિપી

હાઇ ફે્ન્ડસ, કેમ છો?
આજે હું તમારા માટે એવી રેસીપી લઈને આવી છુ જે જૂની અને જાણીતી છે અને તમે બધા બનાવતા જ હશો. પરંતુ આજે થોડા વેરીયેશન સાથે બનાવીશુ.

સામગી્

 • દહીં અથવા છાશ-1 કપ
 • ચણાનો લોટ-3 ટેબલ સ્પૂન
 • આદુ મરચાની પેસ્ટ-1 ટેબલ સ્પૂન
 • લીલી ડુંગડી-1/4 કપ
 • લીલુ લસણ-1/4 કપ
 • ખાંડ-1 ટેબલ સ્પૂન
 • તેલ/ઘી-1 ટેબલ સ્પૂન઼
 • જીરૂ-1 ટી સ્પૂન
 • મીઠો લીમડો-4-5 પાન
 • સુકુ લાલ મરચુ-1
 • સૂકી મેથી-હાફ ટી સ્પૂન
 • હીંગ-હાફ ટી સ્પૂન
 • મીઠુ-સ્વાદ મુજબ
 • કોથમીર-ગાનૅીશીંગ માટે

રીત:

 • એક બાઉલમાં દહીં/છાશ અને ચણાનો લોટ ઉમેરીને ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરો.
 • તેમાં મીઠુ, અને ખાંડ ઉમેરીને ધીમી આંચ પર ઉકડવા દો.
 • તેને સતત હલાવતા રહેવુ નહીં તો કઢી ફાટી જશે.
 • એક પેનમાં ઘી/ તેલ મુકીને વઘાર આવે એટલે જીરૂ, સૂકી મેથી, સૂકુ લાલ મરચુ, મીઠો લીમડો અને હીંગ ઉમેરવો.
 • ત્યારબાદ તેમાં લીલુ લસણ,લીલી ડુંગડી ઉમેરી સાંતડવા દો.
 • સંતડાઈ જાય એટલે કઢીમાં વઘાર કરો.
 • કોથમીરથી ગાનૅીશ કરી સવૅ કરો.

વેરીયેશન:
ખાંડને બદલે ગોડ નાખી શકો છો.
લીલી ડુંગડી અને લીલુ લસણ ને બદલે સુકી ડુંગડી અને સુકુ લસણ વાપરી શકો છો.

તો તૈયાર છે ગુજરાતી કઢી. કમેન્ટસમાં જણાવજો કે રેસીપી કેવી લાગી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks