ખબર

જો તમે પણ લગ્નમાં 100 લોકોને આમંત્રણ આપવાનું વિચારીને બેઠા હોય તો પહેલા જોઈ લેજો આ નિયમ, લગ્નમાં 100 નહિ પરંતુ…..

કોરોના વાયરસના કારણે આ વર્ષે તો લગ્ન અને તહેવારોની મજા સાવ ચાલી ગઈ છે. દેશભરમાં અનલોકની જાહેરાત કરવામાં આવતા લગ્નમાં 50 લોકોને હાજરી આપવાનું સરકારે જાહેર કર્યું હતું ત્યારબાદ છૂટછાટમાં વધારો કરવામાં આવતા લગ્નમાં 200 મહેમાનોને બોલાવવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું, પરંતુ દિવાળી બાદ કોરોનાના વધી ગયેલા વ્યાપનાં કારણે ફરીપાછો મહેમાનોની સંખ્યામાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે.

Image Source

હાલ ગુજરાત સરકાર દ્વારા લગ્નમાં ફક્ત 100 લોકોને જ આમંત્રણ આપવાની જાહેરાત કરી છે. ત્યારે આ 100 લોકોની અંદર પ્રોફેશનલ લોકો જેવા કે ગોર મહારાજ, ઢોલી-રસોઈયા, ફુલવાળાની ગણતરી કરવામાં આવશે નહીં. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લગ્ન અંગેના જાહેરનામામાં આ સ્પષ્ટતા કરી છે.

Image Source

સરકાર દ્વારા 200 લોકોને આમંત્રણ આપવાની જાહેરાત થવાની સાથે જ 200 લોકો માટેના આયોજનો કરી દેવામાં આવ્યા હતા. તેમજ લગ્ન હોય તે પરિવારો દ્વારા 200 મહેમાનોને પણ કંકોત્રી આપી દેવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા નવો નિયમ લાગુ કરવાના કારણે હવે કયા સંબંધીને ના પાડવી અને કોને લગ્નમાં બોલાવવા તે અંગે ચિંતા થઇ રહી છે. ત્યારે લગ્ન કરનાર પરિવારે સમજીને 100 લોકોને લગ્નમાં સામેલ કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે.