ખબર

કોરોનાકાળમાં બિન્દાસ ફરતા લોકો થઇ જાઓ સાવધાન, ગુજરાતમાં નોંધાયો પહેલો વિચિત્ર કેસ

કોરોના મને ન થાય, હું બિન્દાસ ફરીશ…આવું વિચારતા લોકો થઇ જાઓ સાવધાન કારણકે

સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં કોરોના વાયરસ આતંક મચાવી રહ્યો છે. ત્યારે દેશભરમાં કોરોના વાયરસનું રસીકરણ અભિયાન જોરશોરથી હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આ રસીકરણ અભિયાન ઝડપી બનાવવામાં આવ્યું છે.

આ વચ્ચે ગુજરાતમાં એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. કોરોના વાયરસનો બીજો ડોઝ લીધા બાદ એક વ્યક્તિને ફરી કોરોનાનું સંક્રમણ લાગ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

ગાંધીનગરના સીએમઓએ જાણકારી આપી હતી કે, વેક્સીનના બે ડોઝ લીધા બાદ સ્વાસ્થ્યકર્મી કોરોના સંક્રમિત થયા. દેહગામના રહેવાસી સ્વાસ્થ્યકર્મીએ પહેલો ડોઝ 16 જાન્યુઆરીએ તેમજ બીજો ડોઝ 15મી ફેબ્રુઆરીએ લીધો હતો.

પ્રતિકાત્મક તસવીર

જો કે, આ પછી તેમને તાવ આવી ગયો હતો. આ સાથે દર્દીને કોરોનાના લક્ષણો પણ હતા. જેની તપાસ કરતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટર સોલંકીએ જણાવ્યું હતું કે, હાલમાં તે અધિકારી હોમ આઈસોલેશનમાં છે કેમ કે તેમના કોરોના લક્ષણો ઘણા હળવા છે. મુખ્ય સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, વેક્સિનના બંને ડોઝ લીધા પછી સામાન્ય રીતે 45 દિવસ બાદ ચેપ સામે એન્ટિબોડિઝ તૈયાર થાય છે.