ખબર

બ્રેકીંગ ન્યુઝ: નવરાત્રી યોજાશે કે નહિ CM રૂપાણીનો મોટો નિર્ણય- જાણો ફટાફટ

ભયંકર કોવિડ 19 મહામારી વચ્ચે બધા લોકોનો એક જ પ્રશ્ન હતો કે આ વખતે 2020 માં નવરાત્રી ઉજવાશે કે નહીં તેને લઇને આખરે નિર્ણય આવી જ ગયો છે અને નિર્ણય એ છે કે આ વખતે નવરાત્રી નહિ ઉજવાય.

Image source

આપણા ગુજરાતમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી ફેસ્ટિવલ નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. જો કે સરકાર યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. આ અંગે રૂપાલના એક કાર્યક્રમમાં નાયબ CM નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રિની આતુરતાથી રાહ જોતા હોય છે. કોવિડ દરમિયાન પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે

ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોવિડ ને લીધે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રિમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.

વધુમાં તમને જણાવી દઈએ કે આ વખતે ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી યોજાશે નહીં.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.