ખબર

‘ગુલિયન બારી સિન્ડ્રોમ’ ઘાતક બીમારી: અમદાવાદમાં 10 કેસ,એક ઇન્જેક્શનનો ભાવ છે 70 હજાર

કોરોના વાયરસનો પ્રકોપ હજુ તો સમ્યો નથી ત્યાં કોરોનાના એક પછી એક નવા લક્ષણો જોવા મળી રહ્યા છે. બ્રિટેનમાં કોરોનાના નવા સ્ટ્રેને માથું ઊંચક્યું જ્યાં દુનિયાભરમાં તેનાથી ફફડાટ છે ત્યારે અમદાવાદમાં પણ હવે કોરોનાથી સાજા થઇ રહેલા લોકોમાં “ગુલિયન બારી સિન્ડ્રોમ” નામનો રોગ જોવા મળી રહ્યો છે. ગભરાવાની જરૂર નથી આ જૂનો રોગ છે પણ સાવચેતી જરૂર રાખવી જોઈએ (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

“ગુલિયન બારી સિન્ડ્રોમ”ના અમદાવાદ સિવિલમાંથી જ માત્ર 10 દર્દીઓ સામે આવ્યા છે. તો બીજા જિલ્લાઓમાં પણ આ રોગના કેસ સામે આવવા લાગ્યા છે. આમ તો આ રોગ જૂનો છે, પરંતુ હાલમાં આ રોગ કોરોનાથી સાજા થઇ રહેલા લોકોમાં વકર્યો છે, અને લોકોના હાથ-પગ લકવાગ્રસ્ત બની જાય છે.

Image Source

આ રોગની સારવાર પણ ખુબ જ મોંઘી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાનગી હોસ્પિટલની અંદર તેના એક ઈન્જેક્શનની કિંમત 70 હજારની આસપાસની છે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર આ રોગની સારવાર મફત કરવામાં આવે છે.ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના ચેરમેન જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રોગ હવે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.તેની સારવારમાં વપરાતા ઇંજેક્શન પૂરતા જથ્થામાં ઉપલબ્ધ છે.

Image Source

આ જૂનો રોગ છે. આ રોગને કારણે આખા શરીરમાં ચેતાઓને અસર થતી હોય છે, જેને કારણે લકવો થતો હોય છે અને મગજ સુધી અસર થાય છે.  ખાસ કરીને તેની બાળકોમાં વધુ  અસર થાય છે. કોરોના સંક્રમણથી સાજા થયા બાદ આ રોગ શરીરમાં હુમલો કરવાનું સામે આવ્યું છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ રોગ બે થી 6 અઠવાડિયામાં વધી જાય છે.વધારે માહિતી માટે આ ટ્વિટ જુઓ: