ખબર

સુરતમાં બની ચોંકાવનારી ઘટના: દીકરા-દીકરીના લગ્ન થાય તે પહેલા જ વેવાઈ-વેવાણને લઈને ભાગી ગયો

હાલમાં રાજ્યમાં એક કિસ્સાની ચર્ચાએ જોર પકડ્યું છે. આપણે અવાર નવાર સાંભળતા આવીએ છીએ કે, યુવક યુવતીને પ્રેમ થતા સમાજના વિરોધના કારણે ભાગી જતા હોય છે. પરંતુ હાલમાં જ અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવક- યુવતી નહીં પરંતુ બંનેના માતા-પિતા ભાગી ગયા છે. આ વાંચીને આચંકો લાગ્યો ને પરંતુ આ વાત સાચી છે. સુરતમાં 2 મહિના બાદ જે યુવક-યુવતીના લગ્ન હતા તે યુવકના પિતા તેની પુત્રવધુની માતા સાથે ભાગી સાથે  જતા લોકો ચોંકી ગયા હતા.

Image Source

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, યુવકના પિતાને તેની જુવાનની દિવસો યાદ આવી જતા યુવતીની માતાને લઈને ફરાર થઇ ગયા હતા. આ બંને ફરાર થઇ જતા આ યુવક-યુવતીના લગ્ન રદ કરવામાં આવ્યા છે. આ બંનેના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન હતા પરંતુ તે પહેલા જ યુવકના પિતા 48 વર્ષ અને યુવતીની માતા 45 વર્ષ છેલ્લા 10 દિવસથી ગુમ થઇ ગયા હતા.

યુવકના પિતા સુરતના કતારગામ રહેતા હતા જયારે મહિલા નવસારી રહેતી હતી. બંનેના પરિવારજનોએ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે.

Image Source

સગાઈ થયા બાદ છેલ્લા 1 વર્ષથી યુવક-યુવતી લગ્નની તૈયારી કરતા હતા. બંને એક જ સમાજના હોવાથી બંનેના પરિવારની મુલાકાત કરવામાં આવી હતી. લગ્નની એક મહિનાની વાર હતી ત્યાં જ બંને ભાગી જતાં બધા ચોંકી ગયા હતા.

Image Source

જણાવી દઈએ કે, યુવકે પિતા ટેક્સ્ટાઇલનો ધંધો કરે છે આ સાથે જ પ્રોપટી ડીલ પણ કરે છે. આ બંને 10 જાન્યુઆરીએ ઘરેથી ભાગી ગયા હતા.

માહિતીતો એવી પણ મળી રહી છે કે, આ બંને પહેલા એક જ સોસાયટીમાં રહેતા હતા અને બંને એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા, આ મામલે નજીકના મિત્રોએ એ પણ કહ્યું હતું કે ભૂતકાળ આ બંને સંબંધમાં હતા પરંતુ કોઈ કારણસર લગ્ન થઇ શક્યા ના હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.