ખબર

વરરાજા હેલીકૉપ્ટરમાં આવતા ભાણવડ ગામ આખું ગાંડુ થયું, જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું

લગ્ન માટે લોકો કેટ કેટલી તૈયારીઓ કરતા હોય છે, શાહી ગાડીઓ અને સાજ- સજાવટ દ્વારા પોતાના લગ્નને ભવ્ય બનાવવા માંગતા હોય છે ત્યારે એક ગામડાના યુવાને જે કર્યું તે જોવા માટે આખું ગામ ઉમટ્યું હતું અને લોકોના ટોળે ટોળા જામી ગયા હતા.

Image Credit (divyabhaskar)

પ્રાપ્ત માહિતી અનુસાર ભાણવડ તાલુકાના સણખલા ગામની અંદર ગત સોમવારના રોજ એક વરરાજા હેલીકૉપ્ટરમાં જાન લઈને આવતા સમગ્ર પંથકમાં કુતુહલ સર્જાયું હતું, આ જાનને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ખંભાળિયા તાલુકાના મેવાણ ગામના ઉદ્યોગપતિના છોકરાની જાન હેલીકૉપ્ટર મારફતે સણખલાં આવી પહોંચી હતી ત્યારે આ જાનને જોવા માટે લોકો ઉમટી પડ્યા સાથે લગ્નમાં પણ હજારોની સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા.

Image Credit (divyabhaskar)

સમગ્ર પંથકમાં પહેલીવાર હેલીકૉપ્ટર આવવાના કારણે ગ્રામજનો અને આસપાસના લોકો ખાસ હેલીકૉપટરને નજીકથી જોવા માટે આવી પહોંચ્યા હતા.