ખબર

ગ્રીષ્મા વેકરિયાની માતા કોર્ટમાં જુબાની આપવા પહોંચ્યા, સર્જાયો ગમગીની ભરેલો માહોલ, રડતા રડતા કહ્યું, “હું એક ડગલું આગળ વધી અને….”

સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસને આજે એક મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો છે, ગત 12 ફેબ્રુઆરીના રોજ હત્યારા ફેનિલ ગોયાણી નામના યુવાને ગ્રીષ્માની હત્યા કરી નાખી હતી, જયારે માસુમ ગ્રીષ્માનું નરાધમ ફેનિલ ગળું કાપી રહ્યો હતો ત્યારે તેની માતા પણ તેની સામે જ ઉભી હતી.

ત્યારે આ મામલામાં હવે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીના માંચડે ચઢાવવાની પૂર્ણ તૈયારીઓ થઇ ગઈ છે, કોર્ટમાં ડે ટુ ડે ટ્રાયલ પણ ચાલી રહ્યું છે, અને તમામ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી રહી છે, ત્યારે ગત રોજ ગ્રીષ્માની માતાની પણ જુબાની લેવામાં આવી, આ સમયે માહોલ પણ ગમગીન બન્યો હતો.

કોર્ટની અંદર ગ્રીષ્માના માતા ગ્રીષ્માને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. થોડીવાર સુધી સતત વહેતા આંસુઓના કારણે તે કઈ બોલી પણ શક્યા નહોતા. પરંતુ પછી પોતાની જાતને સાચવી અને મકક્કમ મનથી તેઓ બોલ્યા, “હું એક ડગલું ચાલી અને તેણે દીકરીના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. તે તો અમને બધાને જાનથી મારી નાંખવા ઇચ્છતો હતો.”

ત્યારે ગત રોજ ગ્રીષ્માની માતા ઉપરાંત કોર્ટમાં ફેનીલનાં માસીના દીકરાની પણ જુબાની લેવામાં આવી હતી, ગ્રીષ્માની હત્યા કર્યા બાદ ફેનિલે તેના માસીના છોકરાને ફોન કરીને જણાવ્યું હતું કે તેને ગ્રીષ્માની હત્યા કરી નાખી છે, ત્યારે કોર્ટમાં જુબાની આપવા દરમિયાન ફેનીલનાં માસીના દીકરાએ જણાવ્યું કે ફેનિલને સતત વેબસીરીઝ જોવાની આદત હતી.

આ ઉપરાંત થોડા દિવસ પહેલા ગ્રીષ્માના ભાઈની પણ જુબાની કોર્ટમાં લેવામાં આવી હતી, ગ્રીષ્માનો ભાઈ પણ ઘટના સ્થળે હાજર જ હતો, તેને પણ કોર્ટની અંદર સરકારી વકીલ નયન સુખડવાલા સમક્ષ આ આખી હત્યાનું ચિત્ર ઉભું કરી આપ્યું હતું અને કેવી રીતે આ હત્યા થઇ તેની સમગ્ર હકીકત મક્કમ મનથી જણાવી હતી, ત્યારે પણ ભાઈનું હૈયું ભરાઈ આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગત રોજ આ મામલામાં 7 લોકોની કોર્ટની અંદર જુબાની લેવામાં આવી હતી, જેના બાદ કુલ 100 લોકોએ કોર્ટની અંદર જુબાની આપી છે. આ ઘટનાના તમામ સાક્ષીઓએ ફેનિલને ઓળખી પણ બતાવ્યો છે. ત્યારે હવે આગળ એફએસએલ, મોબાઇલ કંપનીના મેનેજરની જુબાની લેવામાં આવશે.