ખબર

શું તમે ગોવા ફરવા જવાનું વિચારી રહ્યા છો? માંડી વાળજો, ગોવા સરકારે લીધો એટલો મોટો નિર્ણય કે…

ગોવા એક સુંદર પર્યટન સ્થળ છે. રજાઓ દરમિયાન દુનિયા ભરમાંથી આ સ્થળ ઉપર પર્યટકો આવતા હોય છે. તેમાં પણ આવનાર ડિસેમ્બર મહિનામાં પ્રવાસીઓની સંખ્યા ગોવામાં વધુ જોવા મળે છે. પરંતુ ગોવા સરકારે એક એવો નિર્ણય લીધો છે જે વાંચ્યા બાદ તમે કદાચ ગોવા જવાનું માંડી વાળશો.

ગોવાની સુંદરતા માણવાની સાથે સાથે ગોવામાં દારૂ અને બિયરની મઝા માણવા માટે પણ લોકો ત્યાં જતા હોય છે. બીચ ઉપર બેસી અને ખુલ્લેઆમ દારૂ પીવાની મઝા ગુજરાત બહાર જો કોઈ સ્થળે આવતી હોય તો તે દીવ,દમણ અને ગોવા છે. તેમાં પણ વિદેશી પ્રવાસીઓ ગોવામાં વધુ આવતા હોય મોટાભાગના લોકો ગોવા જવાનું પસંદ કરે છે.

પરંતુ હવે ગોવા સરકારે એક એવો નિર્ણય લીધો છે જે સાંભળી અને ઘણા લોકોએ પોતાનું ગોવા જવાનું પ્લાનિંગ પણ કેન્સલ કર્યું હશે. તાજેતરમાં ગોવાના મોરજિમ બીચ ઉપર દારૂ પી અને બે વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયાના સમાચારને લઈને ગોવા સરકારે આ નિર્ણય લીધો છે.

ગોવા સરકારે નવો નિયમ જાહેર કરતા હવે તમે ગોવાના કોઈપણ સુંદર બીચ ઉપર બેસી અને દારૂ નહિ પી શકો તેમજ કોઈ જોવા લાયક જગ્યાએ બેસીની પણ દારૂ પી નહિ શકો. જો આમ કરતા માલુમ પડશે તો તમને 2000 થી લઈને 10000 સુધીનો દંડ પણ થઇ શકે છે.

દારૂ પી અને બીચ ઉપર સ્વિમિંગ કરવા માટે પણ નિયમ બનાવવામાં આવ્યો છે. આ માટે વધારાનું પોલીસબળ હવે બીચની સુરક્ષા માટે ગોઠવવામાં આવશે. કારણ કે ઘણીવાર લોકો દારૂ પી અને સ્વિમિંગ કરતા હોય તે દરમિયાન મૃત્યુ પણ થઇ શકે છે. આ વાત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવી હતી.

જો કોઈ બીચ ઉપર અથવા તો કોઈ પર્યટન સ્થળ ઉપર તમે દારૂ પીતા જોવા મળશો તો તમને 2000 રૂપિયાનો દંડ પણ થઇ શકે છે અને જો તમે એ સ્થળ દારૂની બોટલ ફોડતા કે તેના કાચના ટુકડા નાખતા નજરે આવશો તો પણ તમને 2000 થી લઈને 10000 સુધીનો દંડ થઇ શકે છે.

રજાઓના દિવસો નજીક આવતા હોય અને ડિસેમ્બર મહિનામાં પ્રવાસીઓની સંખ્યા ગોવામાં વધુ ઉમળવાની હોય ગોવા સરકારે પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લીધો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.