મનોરંજન

ડ્રગ્સ કેસમાં સૌથી મોટો વણાંક, આર્યન ખાનને છોડવા 25 કરોડ માગવામાં આવ્યાં? જાણો સમગ્ર વિગત

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાનના ડગ કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી જેલમાં છે. પહેલા તે NCB કસ્ટડીમાં હતો. જો કે, હવે તે આર્થર રોડ જેલમાં બંધ છે. કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી છે. ત્યાંજ આર્યનની જમાનત અરજી ઘણીવાર ફગાવી દેવામાં પણ આવી છે. આ કેસમાં રોજ રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે, ત્યારે આ કેસમાં નવી ચોંકાવનારી માહિતી હાલ બહાર આવી રહી છે. પ્રભાકર સાલ, જે કિરણ ગોસાવીના બોડીગાર્ડ હતા, તેમણે સોગંદનામામાં ઘણા ચોંકાવનારા દાવા કર્યા છે.

પ્રભાકરે આજતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગોસાવીએ આર્યન ખાનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. સેલની એફિડેવિટ મુજબ, ગોસાવીએ NCB ચીફ સમીર વાનખેડે વતી આ માંગણી કરી હતી. જણાવી દઇએ કે, પ્રભાકર આ ક્રુઝ ડગ કેસમાં NCBના સાક્ષી પણ છે. જોકે, એનસીબીએ આ તમામ આરોપોને નકાર્યા છે.

આ મામલે સમીર વાનખેડેએ કહ્યું છે કે તેઓ આ આરોપોનો યોગ્ય જવાબ આપશે. બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે ફરી એનસીબીને ઘેરી છે. પ્રભાકર સેલના જણાવ્યા મુજબ, ગોસાવી અને સેમે તેમની વાતચીતમાં 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ 18 કરોડમાં મામલો પતાવવા માટે સંમત થયા હતા.

ગોસાવીએ જણાવ્યું હતું કે આ 18 કરોડમાંથી 8 કરોડ સમીર વાનખેડેને જશે અને બાકીના પૈસા અન્ય લોકોમાં વહેંચવામાં આવશે. બીજા દિવસે સવારે, પ્રભાકર સાલને ટોરેડો મોકલવામાં આવ્યો, જ્યાં તેની પાસેથી સફેદ કારમાં 50 લાખ રૂપિયા લેવામાં આવ્યા. પરંતુ ગોસાવીએ સેલને હોટલમાં પાછા મોકલી દીધા હતા, જ્યાં તેણે સેમને પૈસા પાછા આપ્યા. ત્યાં સેમે કહ્યું કે 12 લાખ રૂપિયા ઓછા છે અને તે માત્ર 38 લાખ છે. સેમે પછી ગોસાવી સાથે વાત કરી, જેણે જવાબમાં તેને 2-3 દિવસમાં પૈસા આપવાનું વચન આપ્યું.

NCBના મુથા અશોક જૈને એક નિવેદન જારી કર્યુ છે – પ્રભાકર સેલ NCB ના મુંબઈ ઝોનલ યુનિટના ગુના નંબર 94/2021ના ​​સાક્ષી છે. મને સોશ્યિલ મીડિયા દ્વારા એફિડેવિટ મળી છે. આમાં પ્રભાકર સેલે 2 ઓક્ટોબરે બનેલી બાબતોની વિગતો આપી છે. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. તેથી, આ કેસના સાક્ષી તરીકે, તેમને આ કોર્ટ સમક્ષ રજૂ કરવાની જરૂર છે, સોશિયલ મીડિયા પર નહીં. પ્રભાકર દ્વારા કેટલીક વાતો સાંભળીને તેના પર આરોપ લગાવવામાં આવ્યા છે.

અમારા ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. સોગંદનામામાં કેટલીક બાબતો ચોંકાવનારી છે. એવામાં હું આ એફિડેવિટને ડાયરેક્ટર જનરલ નાર્કોટિક્સ બ્યુરોને વધારી રહ્યો છુ અને દરખાસ્ત કરુ છુ કે આ પર જરૂરી એક્શન લે. શાહરૂખ ખાનના વકીલોએ આ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો છે.

જણાવી દઇએ કે, ગોસાવી એ જ પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર છે જેણે 2 ઓક્ટોબરે આર્યન સાથે સેલ્ફી લીધી હતી, જ્યારે તેને NCB દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ સેલ્ફી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. NCB દ્વારા 3 ઓક્ટોબરે આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે NCB એ કહ્યું હતું કે તે બાહ્ય તપાસકર્તાઓની પણ મદદ લે છે. સમીર વાનખેડેએ આ આરોપ અંગે કોઈ ગેરરીતિનો માત્ર ઈન્કાર કર્યો ન હતો, પરંતુ તેમણે કહ્યું હતું કે તે તેનો યોગ્ય જવાબ આપશે.