મનોરંજન

અનુષ્કા શર્માનો પતિ રાશિદ ખાન છે ? જાણો કઈ રીતે? ચોંકાવનારી વાત

બોલીવુડની ખુબ જ પ્રતિભાશાળી આભિનેત્રી અનુષ્કા શર્મા તેની ફિલ્મમાં અભિનયના કારણે ઘણી જ ખ્યાતિ મેળવી છે, વળી હાલમાં તો તે માતા બનવાની હોવાના કારણે ઘણી જ ચર્ચામાં પણ રહે છે, પરંતુ હમણાં અનુષ્કાની ચર્ચાનું કારણ કંઈક જુદું છે, ગુગલ ઉપર અનુષ્કા શર્માને અફઘાનિસ્તાનના સ્પિનર બોલર રાશિદ ખાનની પત્ની છે એવું જણાવતા ચર્ચા ગરમાઈ છે.

Image Source

સોશિયલ મીડિયા ઉપર હાલમાં એક સ્ક્રીનશોટ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં રાશિદ ખાનની પત્નીનું નામ ગુગુલ ઉપર સર્ચ કરવામાં આવ્યું છે અને તેમાં અનુષ્કા શર્માનું નામ બતાવવામાં આવી રહ્યું છે. લગ્નની તારીખ 11 ડિસેમ્બર 2017 જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે ગૂગલમાં આટલી મોટી ગડબડ થવા છતાં પણ હજુ તેને ઠીક કરવામાં નથી આવી.

Image Source

ઘણા લોકોના મનમાં એ સવાલ આવતો હશે કે ગુગલ આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે? કારણ કે અનુષ્કા શર્મા તો ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની છે. તો ચાલો તમને જણાવીએ આખો મામલો.

Image Source

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે રાશિદ ખાને પોતાના એક જુના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેની ગમતી અભિનેત્રી અનુષ્કા શર્મા છે. ત્યારબાદ તેનું નામ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ કનેક્શનને જોડીને અનુષ્કાનું નામ રાશીદની પત્ની તરીકે ગુગલ ઉપર જોવા મળ્યું હતું. જો કે હાલમાં તો ગૂગલે પોતાની ભૂલ સુધારી પણ લીધી છે.

Image Source

રાશિદ ખાન હજુ કુંવારો છે. તેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ત્યારે જ લગ્ન કરશે જયારે અફઘાનિસ્તાન વર્લ્ડકપ જીતશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.