અજબગજબ ખબર

સોનાનું શર્ટ પહેરનારા આ વ્યક્તિનું નામ નોંધાયું ગિનિસ બુકમાં, બચ્ચને પણ મળવા માટે બોલાવ્યો, જાણો કેટલી હતી કિંમત

આ છે દુનિયાના સૌથી મોંઘા શર્ટનો માલિક, અમિતાભ જોશે તો એમની પણ આખો ફાટી જશે

આપણા દેશમાં ઘણા લોકો એવા હોય છે જેમને કંઈક અવનવું કરવાની આદત હોય છે, કેટલાકને કેટલીક વસ્તુઓ પ્રત્યે અલગ જ લગાવ પણ હોય છે, અને તેમનો આ જુસ્સો અને આ લગાવ એક દિવસ એવી જગ્યાએ લઇ જાય છે જ્યાં કોઈએ તેની કલ્પના પણ ના કરી હોય.

Image Source

આવો જ એક વ્યક્તિ છે પુણેનો બિઝનેસમેન પંકજ પારેખ. જેને પોતાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું. અને આ નામ નોંધાયુ તેની પાછળનું કારણ હતું તેમનો શોખ. હા, તેમને સોનાનો એટલો બધો શોખ હતો કે તેમને સોનાનું શર્ટ બનાવી પહેરી લીધું. અને તેના કારણે જ તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું.

Image Source

પંકજને બાળપણથી જ સોનુ પહેરવાનો શોખ હતો. શરૂઆતમાં ગરીબીના કારણે પોતાનો શોખ તે પૂરો નહોતા કરી શક્યા, પરંતુ સમય જતા તેમને શરૂ કરેલા બિઝનેસમાં વધારો થતા તેમને પોતાનો શોખ પૂરો કર્યો અને દિવસેને દિવસે તેમનો આ શોખ પણ ખુબ જ વધતો ગયો અને એક દિવસ એવો આવ્યો ત્યારે તેમને 4 કિલો સોનાનું શર્ટ બનાવીને પહેર્યું.

Image Source

નાસિકાના એક ઝવેરીએ આ 4 કિલોનું શર્ટ બનાવ્યું. તેના માટે 20 કરીગરોએ 3200 કલાક કામ કર્યું. પંકજના આ ખાસ શર્ટની કિંમત લગભગ 98 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ શર્ટના કારણે જ તેમનું નામ ગિનિસ બુકમાં નોંધાયું જેનાથી પંકજ પણ ખુબ જ ખુશ છે.

Image Source

સોનાનું શર્ટ પહેર્યા બાદ પંકજ ખુબ જ પ્રખ્યાત થવા લાગ્યા, તેમની પ્રસિદ્ધિ એટલી હદ સુધી વધી ગઈ કે અમિતાભ બચ્ચનને પણ તેમને મળવાની ઈચ્છા થઇ ગઈ. અને બચ્ચને તેમને મળવા માટે પણ બોલાવી લીધા.

આ 4 કિલોના સોનાના શર્ટ ઉપરાંત પંકજ સામાન્ય રીતે પણ દોઢથી બે કિલો સોનુ પહેરીને ફરે છે. તેમને ચાંદીના બુટ પણ બનાવી લીધા હતા. તેમની સુરક્ષા માટે ખાસ બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યા છે.