હેલ્થ

રોજ થોડાં ચણાની સાથે ગોળ ખાઓ, શરીર પર થશે આ 8 ગજબની અસર…

Image Source

બદલાતી ઋતુની સાથે-સાથે લોકોએ પોતાની ખાણી-પીણીમાં પણ બદલાવ લાવવો જોઈએ. બદલાતી ઋતુની સાથે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ. જેમ જેમ ઋતુમાં બદલાવ આવવા લાગે છે કે તેમ તેમ સ્વાસ્થ્યમાં પણ ઘણા ઉતાર-ચઢાવ જોવા મળે છે. એવામાં અમુક ખોરાક દ્વારા સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. એવામાં ગોળ-ચણા બદલાતી ઋતુની અનેક બીમારીઓથી બચાવે છે.

Image Source

ગોળ-ચણા પ્રોટીનનો અઢળક સ્ત્રોત માનવામાં આવે છે. એવામાં જો ચણાને સેકીને ખાવામાં આવે તો તે ખુબ જલદી અને અનેક ગણો ફાયદો કરે છે. લોકો માત્ર સ્વાદ માટે ગોળ-ચણા ખાતા હોય છે પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે તેના સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદા છે, જે અનેક જીવલેણ બીમારીઓથી બચાવે છે. આજે અમે તમને ગોળ-ચણા ખાવાના અનેક ફાયદાઓ વિશે જણાવીશું.

Image Source

1. ગોળ-ચણા શારીરિક તાકાત તો વધારે જ છે પણ સાથે જ શરીરની માંસપેશીઓને પણ મજબૂત બનાવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારમાં ગોળ-ચણાનું ખુબ યોગદાન રહે છે. શેકેલા ચણાને ગોળ સાથે એકદમ ચાવીને ખાવાથી ફાયદો બે ગણો વધી જાય છે.

Image Source

2. પુરુષો માટે શેકેલા ચણા ખુબ ફાયદો કરે છે. ગોળ-ચણા પુરુષોમાં પુરુષત્વ વધારે છે અને નપુસંકતા જેવી સમસ્યાને દૂર કરે છે. ગોળ-ચણા પુરોષોમાં સ્પર્મ કાઉન્ટ વધારમાં ખુબ મદદગાર છે, જેનાથી સ્પર્મ એકદમ ઘાટું બને છે અને પાતળા સ્પર્મની સમસ્યા દૂર થાય છે.

Image Source

3. ચણા અનેક પોષકતત્ત્વોથી ભરપૂર છે. જેમ કે ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન્સ વગેરે જેવા સ્ત્રોતો રહેલા હોય છે. જે શરીરને ગજબનો ફાયદો કરાવે છે. ગોળ-ચણા પહેલાના જુના રોગોને પણ દૂર કરવાનું કામ કરે છે. શિયાળામાં શેકેલા ચણા અને ગોળ શરીરને ગરમ રાખવાનું કામ કરે છે.

Image Source

4. નિયમિત ગોળ-ચણાનું સેવન કરવાથી ચરબી પણ ઓછી થઇ જાય છે. મોટાપો દૂર કરવા માટેનો આ એક શ્રેષ્ઠ સ્ત્રોત પણ માનવામાં આવ્યો છે. રોજ નિયમિત થોડી કસરતની સાથે-સાથે થોડા ગોળ ચણાનું સેવન કરવામાં આવે તો જલ્દી મોટાપો દૂર કરી શકાય છે, અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ગોળ-ચણામાં રહેલું મેટાબોલિઝ્મ શરીરની વધારાની ચરબીને ઓગાળી નાખે છે.

Image Source

5. આ સિવાય ગોળ-ચણામાં રહેલું તત્વ ઝીંક ચેહરાની સુંદરતા વધારમાં ખુબ મદદરૂપ થાય છે. મહિલાઓ કે પુરુષો જો રોજ સવારે ગોળ-ચણા ખાય તો તેઓના ચેહરાની કરચલીઓ દૂર થાય છે અને ચમક-તેજ પણ વધે છે.

Image Source

6. ઘણા લોકોને વારંવાર બાથરૂમ જાવાની સમસ્યા હોય છે, આવા લોકોને ગોળ-ચણા મદદરૂપ થઇ શકે છે. આ સિવાય પેશાબ સંબંધી કે મૂત્રમાર્ગને લગતા રોગો પણ દૂર કરવામાં ગોળ-ચણા ખુબ ફાયદો કરાવે છે.

Image Source

7. નપુસંકતા દૂર કરવા માટે શેકેલા ચણા મધની સાથે પણ ખાઈ શકાય છે. ગોળ-ચણા હાર્ટ એટેક જેવી ભયાનક બીમારીથી પણ બચાવે છે.

Image Source

8. આ સિવાય ગોળ-ચણામાં રહેલા ફાઈબર કબજિયાત જેવી સમસ્યાને દૂર કરે છે અને પાચનની ક્રિયા પણ સારી રીતે થાય છે. જો કે ગોળ-ચણાને યોગ્ય રીતે અને યોગ્ય સમયે ખાવા જોઈએ. જેમ કે સવારે ખાલી પેટ ગોળ-ચણા ખાવા જોઈએ.

Image Source

ગોળ-ચણા ખાવાની રીત:

Image Source

રાતે સુતા પહેલા એક મુઠ્ઠી ચણાને પાણીમાં નાખી દો અને તેને આખી રાત રહેવા દો. સવારે તેનું પાણી કાઢી લો અને ચણાને નાના ગોળના ટુકડા સાથે ખાઓ. તમે ઈચ્છો તો ચણાનું પાણી પણ પછી પી શકો છો. જે તમને અનેક બીમારીઓથી બચાવી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks