ખબર

સારી જોબ હતી તો પણ યુવતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું, સુસાઇટ નોટ જોઈને પોલીસ અને પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા

આજના સમયમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ ખુબ વધી ગયું છે, ઘણા લોકો પોતાના જીવનથી જલ્દી કંટાળી જાય છે તો ક્યારેક ડિપ્રેશન માણસને જીવવા નથી દેતું, દેશમાંથી અવાર નાવર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, હાલમાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, આવી જ એક ખબર મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી આવી છે. 9 જૂન મંગળવારના દિવસે એક 27 વર્ષીય યુવતીએ પણ ગળે ફાંસો ખાઈને પોતાની જીવન ટૂંકાવી દીધું હતું.

Image Source

2 દિવસ પહેલા જ આ યુવતીની સગાઈ થઇ હતી. યુવતીની આત્મહત્યા બાદ એક સુસાઇટ નોટ પણ મળી આવી છે. જેની અંદરથી આત્મહત્યા કરવાનું કારણ પણ બહાર આવ્યું છે. છોકરા પક્ષના લોકો જૂનમાં લગ્ન ના કરવાના બદલે દેવ ઉઠી અગિયારસના દિવસે લગ્ન કરવા માટે દબાણ કરતા હતા એવું જણાવવામાં આવી રહ્યું છે.

Image Source

આ સમગ્ર મામલો ઈંદોરના અશોક નગરનો છે. જ્યાં આત્મહત્યા કરવા વાળી યુવતીનું નામ પ્રીતિ નિર્મલ છે. તે ઈંદોરના એક કાર શોરૂમની અંદર એચઆર હેડ હતી. પ્રીતિએ 7 જૂન રવિવારના રોજ વિજય નગર સ્થિત પવન નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની મુલાકત ફેબ્રુઆરીમાં એક મટ્રોમોનિયલ સાઈટ ઉપર થઇ હતી. થોડા જ સમયમાં બંને વચ્ચે ગાઢ પ્રેમ પણ થઇ ગયો હતો.

Image Source

પ્રીતિની મા ઇચ્છતી હતી કે પવન અને પ્રીતિના લગ્ન 26 જૂનના રોજ થઇ જાય, પરંતુ પવનના ઘરવાળા આ વાતને લઈને રાજી નહોતા. તેમનું કહેવું હતું કે લગ્ન માટે તેમની કોઈ તૈયારી નથી. આ ઉપરાંત પવનની બહેન પણ ગર્ભવતી હોવાના કારણે તે લગ્નમાં ના જોડાઈ શકે એ માટે લગ્ન દેવ ઉઠી અગિયારસ પછી કરાવવા માંગતા હતા જેના કારણે પ્રીતિ આ વાતને લઈને થોડી તણાવમાં હતી.

Image Source

જેની સાથે સગાઈ થઇ હતી એ પવને પણ પ્રીતિને સમજાવી હતી પરંતુ પ્રીતિએ કહ્યું હતું કે તેની માતા નહીં માને, આ વાતને લઈને પ્રીતિને પવનની બહેન અને તેની મા સાથે પણ થોડી બોલચાલ થઇ હતી આ વાતને લઈને પણ પ્રીતિ ઘણી જ તણાવમાં રહેવા લાગી હતી.

Image Source

પવનના ઘરવાળા સાથે વાત થયા બાદ પ્રીતિ સોમવારે તુલસી અને પીપળાના છોડ લઇ આવી હતી અને કહેવા લાગી હતી કે તે ક્યારેય હવે લગ્ન નહિ કરે. બસ આ છોડની જ પૂજા કરીશ. આમ કહીને તે પોતાના રૂમની અંદર ચાલી ગઈ હતી. મંગળવારે જયારે પ્રીતિની બહેન તેના રૂમમાં ગઈ ત્યારે તેને પ્રીતિને ફાંસીના ફંદા ઉપર લટકેલી જોઈ. તેની પાસેથી એક સુસાઇટ નોટ પણ મળી આવી હતી.

Image Source

પ્રીતિએ આત્મહત્યા કરતા પહેલા પોતાનો મોબાઈલ પોન ફોર્મેટ કરી દીધો હતો. અને પછી સુસાઇટ નોટ લખીને ફાંસીના ફંદા ઉપર લટકાઈ ગઈ હતી.  જેમાં તેને લખ્યું હતું: “મારા મારવામાં કોઈનો હાથ નથી, હું મારી ઈચ્છાથી મરી રહી છું, કારણ કે જીવન ખુબ જ ખરાબ છે. કોઈ ઉપર વિશ્વાસ ના કરવો. પપ્પા મને માફ કરજો.. મેં દરેક સમયે તમારો ખર્ચો જ કરાવ્યો છે.”

Image Source

પોલીસે પોસ્ટમોર્ટમ બાદ પ્રીતિના શબને તેના પરિવારજનોને સોંપી દીધો છે. અને હવે તે આત્મહત્યા કરવા પાછળના કારણોની તપાસ કરી રહ્યું છે.

Author: GujjuRocks Team