ખબર

2 વર્ષથી 9માં ધોરણની વિદ્યાર્થીનીને ધમકી આપીને ચુંથતો રહ્યો હેવાન શિક્ષક, શ્રદ્ધાનો કેસ જોઈને આવી હિંમત, પછી જુઓ શું કર્યું

ટીચર અલગ અલગ હોટલ અને પોતાની કારમાં લઇ જઇ વિદ્યાર્થીની સાથે રેપ કરતો હતો, શ્રદ્ધાનો કેસ જોઈને આવી હિંમત, પછી જુઓ શું કર્યું

છેલ્લા ઘણા સમયથી આપણા દેશમાં ઘણી યુવતીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવાની ઘટનાઓ સામે આવતી રહે છે, કેટલાક વાસનાના ભૂખ્યા નરાધમો તો હવે કિશોરીઓને પણ નથી છોડતા, ત્યારે હાલ તાજો જ મામલો એક સ્કૂલમાંથી સામે આવ્યો છે, જેમ એક શિક્ષક દ્વારા એક 9માં ધોરણની વિદ્યાર્થીની પર છેલ્લા બે વર્ષથી પરિવારને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવતું હતું.

આ મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાંથી. જ્યાં નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક પ્રાઇવેટ સ્કૂલના શિક્ષક પર સ્કૂલમાં જ અભ્યાસ કરનારી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવાનો આરોપ લાગ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને કોઈને કઈ કહેવા પર પરિવારજનોને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના છેલ્લા 2 વર્ષથી ચાલી રહી હતી અને ડરના કારણે વિદ્યાર્થીની શિકાર બનતી રહી. પરંતુ હવે તેને હિંમત એકઠી કરીને કેસ દાખલ કરાવતા જ પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે.

(પ્રતીકાત્મક તસવીર)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાર્થીની જયારે 9માં ધોરણમાં ભણતી હતી ત્યારે તેના જ સ્કૂલમાં કમ્પ્યુટર ભણાવતા સૌરભ ગુપ્તા નામના શિક્ષકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહેવા પર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેના કારણે વિદ્યાર્થીની ડરી ગઈ હતી. હવે તે ધોરણ 11માં આવી ચુકી છે. સતત 2 વર્ષથી વિદ્યાર્થીની શિક્ષકની હવસનો શિકાર બનતી રહી અને આખરે તે હિંમત કરી પોલીસ પાસે પહોંચી.

(પ્રતીકાત્મક તસવીર)

મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે, શિક્ષક વિદ્યાર્થીને ડરાવતો અને ધમકાવતો. તે તેના ભાઈ અને આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. આરોપી શિક્ષક વિદ્યાર્થીનીને અલગ અલગ હોટલ અને તેની કારમાં લઇ જઈને આ ગંદુ કામ કરતો હતો. એટલું જ નહિ આરોપી શિક્ષકે વિદ્યાર્થીના આપત્તીજનક ફોટો અને વીડિયો પણ બનાવી લીધા હતા જેના કારણે તે વધારે ડરી ગઈ હતી. પરંતુ જયારે શ્રદ્ધા હત્યાકાંડ સામે આવ્યો અને આરોપી પોલીસની પકડમાં આવી ગયો ત્યારે આ વિદ્યાર્થીનીને પણ હિંમત આવી અને પરિવારને જાણ કરી. પરિવારના પણ દીકરીની વાત સાંભળતા જ હોંશ ઉડી ગયા અને પછી પોલીસમાં ફરિયાદ દાખલ કરી.