ખબર

14 વર્ષના બાળકને 10 મિનિટમાં મળી હતી મોતની સજા, 70 વર્ષ બાદ નિર્દોષ સાબિત થયો પછી…

દુનિયાન ન્યાય વ્યવસ્થામાં બધા લોકોને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આતંકવાદીઓને પણ તેનો પક્ષ રાખવાનો મોકો આપવામાં આવે છે. ગુન્હો નાનો હોય કે મોટો બધાને વકીલ મળે છે. અદાલત પણ બધાને સમાન અધિકાર આપે છે.

જો સજાની વાત કરવામાં આવે તો ઉંમર કેદની સજાતો મળે છે પરંતુ જઘન્ય ગુન્હા માટે જ ફાંસીની સજા આપવામાં આવે છે. તો બીજી તરફ એક વર્ગ એવો પણ છે જેને શરીરના રંગના કારણે પણ સજા ફટકરાવવામાં આવે છે. શરીરના રંગ પર દોષી અને નિર્દોષ કહેવામાં આવે છે.

Image Source

ફાંસીની સજા કોઈ જઘન્ય અપરાધ બદલ જ ફટકારવામાં આવે છે. પરંતુ આ દુનિયા એવક એવા માણસને ફાંસીની સજા ફટકારવામાં આવી છે જેની ઉંમર ફક્ત 14 વર્ષ છે.

1944 માં માર્ચ મહિનાંમાં કૈલિફોર્નિયાના અલકોલુ વિસ્તારમાં પોલીસ જોર્જેની ધરપકડ કરવા આવી હતી. તે સમયે જોર્જના માતા-પિતા ઘરે ના હતા. જોર્જની નાની બહેન છુપાઈ ગઈ હતી. પોલીસ જોર્જ અને તેના મોટા ભાઈ જોનીની ધરપકડ કરીને લઇ ગઈ હતી.

આ બંને ભાઈઓની ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કે, 7 અને 11 વર્ષની 2 ગોરી છોકરીઓની નિર્દયી હત્યા કરી દેવામાં હતી. Railroad Spike દ્વારા આ છોકરીઓનેમાથામાં ફટકરાવવામાં આવી હતી. આ બાદ તેના મૃતદેહને ઝાડીઓ ફેંકી દેવામાં આવી હતી. જોર્જ અને તેની નાની બહેન આ છોકરીઓને જીવતી જોનારા છેલ્લા માણસો હતા.

Image Source

જોર્જની ટ્રાયલ ફક્ત 3 કલાક જ ચાલી હતી. પોલીસને તેના વિરુદ્ધ કોઈ સાબિતી  પણ મળી ના હતી ના કોઈ સાક્ષી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસ હત્યાના દોષનો ટોપલો કોઈ પર નાખવો હતો તો જ્યોર્જને બલીનો બકરો બનાવી દીધો હતો, પોલીસનું કહેવું છે કે, જોર્જે તેનો ગુન્હો કબૂલ કરી લીધો હતો આ બાદ તેને કહ્યું હતું કે, તે 11 વર્ષની છોકરી સાથે સેક્સ કરવા માંગતો હતો પરંતુ તેને સેક્સ કરવાની મનાઈ કરી તો બંનેની હત્યા કરી નાખી હતી.

Image Source

જ્યોર્જને મોતની સજા ફક્ત 10 મિનિટમાં જ નક્કી કરવામાં આવી હતી. સજાનું એલાન કર્યા બાદ 3 મહિનાની અંદર તેને ઇલેક્ટ્રિક ચેરથી તેનું મોત નીપજ્યું હતું. જલ્લાદના જણાવ્યા અનુસાર, ઇલેક્ટ્રિક ચેર માટે તે ઘણો નાનો હતો. ખુરશીમાં ફિટ કરવા માટે તેને બાઇબલ પર બેસાડવામાં આવ્યો હતો.

જોર્જને તેના માતા પિતાને મળવાની પણ અનુમતિ ના હતી, જયારે તેની પૂછતાછ ચાલી રહી હતી ત્યારે તેની પાસે કોઈ વકીલ ના હતો. જોર્જના સમર્થકોનું કહેવું છે કે, પુછપરછ દરમિયાન તે એટલો ડરી ગયો હતો. પોલીસને ખુશ કરવા માટે તે કંઈ પણ કહેવા તૈયાર હતો. જયારે પોલીસને પણ ખબર હતી કે, જોર્જના વિરુદ્ધમાં એક પણ સાબિતી નથી.

Image Source

જોર્જ મોતના 70 વર્ષ બાદ તેના પરિવાર તેના પરિવારજનોએ તેના નામ આગળથી હત્યારાના ટેગને હટાવવાનો નિર્ણય કર્યો હતો.જોરજના કેસમાં ફરી ટ્રાયલ થઇ હતી આ વખતે 2 દિવસ સુધી ચાલી હતી. જજે કહ્યું હતું કે, જોર્જ સાથે જે અન્યાય થયો તેનથી મોટો કોઈ અન્યાય ના હોઈ શકે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.