ટેલિવિઝન અભિનેત્રી ગહના વશિષ્ઠની તબિયત હાલ સુધારા પર છે. ગુરુવારના રોજ તે શૂટિંગ સેટ પર જ બેહોશ થઇ ગઈ હતી એ પછી તેને હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી, કારણ કે ડોકટરો અનુસાર તેમની હાલત ખૂબ જ નાજુક હતી. જો ખરા સમયે તેની સારવાર ન મળી હોત તો તેનું બચવું મુશ્કેલ થઇ જાત.

ઘણી ફિલ્મો, ટીવી સિરિયલ્સ અને વિડીયો આલબમ્સમાં કામ કરી ચુકેલી અભિનેત્રી ગહનાને સ્ટ્રોક સાથે જોડાયેલા હાર્ટએટેકને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની તબિયત એટલી ખરાબ હતી કે તે મોતની ખૂબ જ નજીક પહોંચી ગઈ હતી. તેનો ઈલાજ કરનાર ડોકટરે જણાવ્યું કે ગહના સેરેબ્રલ ઓડેમા અને કોમની હાલતમાં જવાની હતી. જો કેટલીક મિનિટો અને ઈલાજ ન મળત તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ થઇ જાત.

ડોકટરે જણાવ્યું કે તેમના વાઈટલ અને શરીરમાં ઘણી કોમ્પ્લિકેશન હતી. ઘણા ટેસ્ટ બાદ તેમના ડાયાબિટીક કેટો-એસિડોસિસથી પીડિત હોવાની જાણકારી મળી, જે ગહનાના સિસ્ટમમાં એડવાન્સ સ્ટેજ પર જઈ પહોંચી હતી. ડોકટરના જણાવ્યા અનુસાર, ડોકટરે તેને સીપીઆર અને ઇલેક્ટ્રિક શોક પણ આપવો પડ્યો હતો. તે કોમામાં જવાથી થોડી જ દૂર છે. તેને રિકવર થતા થોડો સમય વધુ લાગશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ગહના ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ ગંદી બાતમાં જોવા મળી હતી. તે સ્ટાર પ્લસના શો બહેનેમાં પણ કામ કરી ચુકી છે. આ સિવાય તે સૌથી પણ કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.