ખબર

કોરોના નહિ પણ આ કારણે 1 બાળક સહિત 2 લોકોના મોત, 1000 થી વધારે લોકો બિમાર થયા

એક તરફ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ આંધપ્રદેશમાં એક પ્લાન્ટમાંથી ગેસ લીક થવાની ઘટના સામે આવી છે, આંધપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત એલજી પોલિમર ઇન્ડસ્ટ્રીમાંથી કેમિકલ ગેસ લીક થયો હતો જેમાં એક 8 વર્ષના બાળક સહીત બીજા 3 લોકોના મૃત્યુ થયા છે. અને આ ગેસના કારણે કેટલાય લોકો બીમાર પણ થયા છે.

કેમિકલ ગેસ લીક થવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, અચાનક પ્લાન્ટમાંથી ગેસ થવાના કારણે આ લોકડાઉનની અંદર જ એક મોટી ઘટના ઘટી ગઈ છે. આ ગેસ લીક થવાના કારણે કેટલાય લોકો બીમાર પણ થઇ ગયા છે.

કેમિકલ ગેસ લીક થવાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી છે અને આંખોમાં બળતરા પણ થઇ રહી છે. આ વિશેની ફરિયાદ કરતા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલિક્સ અને ફાયર બિરગેડની ટિમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, બધા જ બીમાર લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા કલેકટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને ત્યાં ઉપસ્થિત લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, તેમજ આસપાસના વિસ્તારોને પણ ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

Author: GujjuRocks Team