જો તમે ઘરમાં ગેસ ગીઝર વાપરતા હોવ તો જલ્દી વાંચો
જો તમે પણ ગેસ ગિઝરથી પાણી ગરમ કરીને નહાઓ છો તો આ ખબર જાણીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. મહારાષ્ટ્રના મુંબઈમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 15 વર્ષીય છોકરીનું ગેસ ગિઝરને કારણે મૃત્યુ થયું છે.

મુંબઈના બોરીવલીમાં રહેતી 15 વર્ષીય ધ્રુવી ગોહિલ ગીઝર ઓન કરીને બાથરૂમમાં નાહવા માટે ગઈ અને બહાર તેની લાશ આવી. એક સવારે તે નાહવા માટે બાથરૂમમાં અંદર ગઈ પણ લાંબા સમય સુધી તે બહાર ન આવી તો તેના પરિજનોએ દરવાજો તોડીને જોયું તો તેઓ અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યાં હતા. તેઓએ દરવાજો ખટખટાવ્યો પણ ઘણીવાર સુધી અંદરથી કોઈ જવાબ ન આવતા તેને દરવાજો તોડીને અંદર ગયા તો તેમને ધ્રુવી જમીન પર પડેલી મળી. અને ગરમ પાણીને કારણે તેનું શરીર દાઝી પણ ગયું હતું.

આ પછી ધ્રુવીને મુંબઈના ગોરાઈ સ્થિત એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યા તેની સારવાર ચાલી રહી હતી. અહીંના ડોકટરે જણાવ્યું કે ગિઝરથી નીકળતા કાર્બન મોનોકસાઇડ ગેસને કારણે તે બેહોશ થઇ હતી. ઓક્સિજનની કમીને કારણે તેના મગજને અસર થઇ. હોસ્પિટલમાં એ વેન્ટિલેટર સપોર્ટ પર હતી અને પછી પાંચ દિવસ બાદ તેનું નિધન થઇ ગયું. એ દિવસે ધ્રુવીનો જન્મદિવસ પણ હતો.

ડોક્ટર્સે જણાવ્યું, છોકરી આ દુર્ઘટનાનો શિકાર થઇ કારણ કે બાથરૂમમાં ઓક્સિજન લેવલ ઓછું થઇ ગયુ હતું. ડોક્ટર્સે જણાવ્યું કે ગિઝરથી કાર્બન મોનોકસાઇડ ગેસ નીકળી રહ્યો હતો જે એટલો વધી ગયો કે છોકરી ગૂંગળાઈને મૃત્યુ પામી.

ખરેખર માર્કેટમાં બે પ્રકારના ગીઝર મળે છે ઈલકટ્રીક ગીઝર અને ગેસ ગીઝર, લોકો ગેસ ગીઝર લગાવડાવે છે અને ક્યારેક દુર્ઘટનાનો શિખર બને છે, ત્યારે હવે ધ્રુવીનો પરિવાર ઈચ્છે છે કે આ પ્રકારની ઘટના કોઈની સાથે ન થાય અને માટે તેઓ ગેસ ગિઝરનો ઉપયોગ કરવાવાળાને અનુરોધ કરે છે એક પોતાના ઘરમાં ગેસ ગિઝરને બદલે ઇલેક્ટ્રિક ગીઝર વાપરો અથવા બીજી રીતે પાણી ગરમ કરીને વાપરો. અથવા જો સંભવ હોય તો ગેસ ગીઝર બાથરૂમની બહાર લગાવડાવો, કારણ કે ગેસ ગિઝરથી જીવ જવાનો ભય રહે છે.

ડોક્ટરનું કહેવું છે કે ગેસ ગિઝરથી ઉત્પન્ન થતી આગને કારણે ઓક્સિજન વધુ વપરાઈ જાય છે અને કાર્બન ડાયોકસાઇડની માત્રા વધી જાય છે અને કાર્બન મોનોકસાઇડ પણ બને છે. આ રંગહીન અને ગંધહીન હોવાની સાથે જ ઝેરી પણ હોય છે અને આ ગેસ જ મૃત્યુનું કારણ બને છે. એટલે વેન્ટિલેશન વિનાના બાથરૂમમાં ગેસ ગિઝરથી નીકળતા આ ગેસને કારણે શરીરમાં ઓક્સિજન ઓછો થઇ જાય છે. જેને કારણે શરીરના બીજા અંગો પર અસર થાય છે.